________________
જ્યારે કૌરવ-પાંડવોની વિદ્યાઓનું કૌશલ બતાવવા માટે દ્રોણ અને કૃપાચાર્યે એક સમારંભ યોજ્યો હતો, જ્યારે ધનુર્વિદ્યામાં સર્વોત્કૃષ્ટ કૌશલ દાખવતા અર્જુન ઉપર પ્રશંસાના પુષ્પોનો વરસાદ થતો હતો ત્યારે જ એકાએક કર્ણ ત્યાં આવી ચડ્યો. પોતાનું ધનુષકૌશલ બતાવવાની ભાવના તેણે વ્યક્ત કરી અને તે જ વખતે કૃપાચાર્યે તેને ‘તું કોણ છે ? સૂતપુત્ર.’ કહીને તિરસ્કાર્યો.
તે સમય દરમિયાન તેના પાલક પિતા અતિરથી ત્યાં આવી ચડ્યા એટલે કર્ણ તેમના પગે
પડ્યો. આ જોઈને ભીમે હાંસી ઉડાવતાં કહ્યું, “લે, હવે તો નક્કી થઈ ગયું ને કે તું સૂતપુત્ર છે, તો ચાબુક ચાબુક. અને ઘોડા હાંક ! અહીં તારું કામ નહિ !”
આ બંને વખતની આઘાતજનક વાણી સાંભળીને કર્ણને એવી તો કળ વળી ગઈ કે તેમાંથી તે ક્યારેય બેઠો થઈ શક્યો નહિ.
આ પછી પણ દ્રૌપદી-સ્વયંવરમાં તે સૂતપુત્ર હોવાથી દ્રૌપદીની તેની તરફની થયેલી તિરસ્કારભરી નજર કર્ણથી છાની ન રહી. તેને ખૂબ લાગી આવ્યું. એમાં વળી પોતે રાધાવેધ સાધી ન શક્યો અને અર્જુને રાધાવેધ સાધ્યો એથી એના અંતરમાં પોતાની ધનુર્વિદ્યાની ઊણપનો અજંપો એવો વ્યાપી ગયો કે તેની નીંદ હરામ થઈ ગઈ.
દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગે કર્ણ જેવો આત્મા દ્રૌપદીની ઠેકડી ઉડાડતાં એમ કહે કે, “પાંચ પતિની સ્ત્રી તો વ્યભિચારિણી કહેવાય, એને વળી રજસ્વલાપણું શું ? અને તેના અંગેની મર્યાદા ય શેની ? ભલે ખેંચાતાં એના વસ્ત્રો ! એમાં કશું ખોટું થતું નથી.” શું આ કર્ણ બોલ્યો હતો ? ના, શબ્દો બોલાયા હતા સ્વયંવર-મંડપમાં દ્રૌપદીની થયેલી તિરસ્કૃત નજરના હૈયે પડેલા કારમા ઘામાંથી. હજી ય એ રુઝાયા ન હતા.
પાંડુ અને કુન્તીના પુત્ર, જ્યેષ્ઠ પાંડવ અને કૌન્તેય એવા કર્ણનું વ્યક્તિત્વ અત્યંત ઉદાત્ત, અત્યંત વિરાટ અને અત્યંત સુંદર જ હશે, પરંતુ નિયતિએ તેને ઘેરી લઈને તેના વ્યક્તિત્વને એટલું બધું ટીપી નાંખ્યું હશે કે કર્ણ પોતાનું અસલી વ્યક્તિત્વ ગુમાવી બેઠેલો, દાઝેલો, તરફડતો આદમી બની ગયો હશે.
અરે ! જે દુર્યોધને ‘શત્રુનો શત્રુ તે મિત્ર' એ ન્યાયે કર્ણને પોતાની મૈત્રી આપી અને અંગદેશનું રાજય આપ્યું, રે ! કર્ણે પણ એને પોતાનું આજીવન દાસત્વતુલ્ય સખ્ય આપી દીધું તે દુર્યોધને પણ તેને અંતરથી તો ‘સૂતપુત્ર' તરીકે જ જોયા કર્યો છે. અને તે ભેદરેખા તો તેણે પણ બીજા અનેક પ્રસંગોમાં જીવતી જ રાખી છે.
સાંભળવા મુજબ કર્ણની સ્ત્રીઓ સૂત જાતિની હતી, તેના પુત્રો પણ સૂત કહેવાયા હતા. શું દુર્યોધને ક્ષત્રિયાણીઓ સાથે તેના લગ્નો નહિ જ કરાવી આપ્યા હોય ને ?
જો આ વાત યથાર્થ હોય તો તે નજીકના નજીક માણસની આ ક્રૂરતા કર્ણને રાત ને દિ’ કેટલી ભયંકર રીતે ખૂંચતી હશે એનું સંવેદન કરવાની તાકાત આપણી મનઃકલ્પનાઓની મર્યાદાની બહાર છે.
આવો હતો કર્ણ....
છતાં એના બે ગુણો ટોચ કક્ષાના હતા : એ અત્યંત કૃતજ્ઞ હતો, એ મહાન દાનેશ્વરી તરીકે પંકાયો હતો. (જુઓ અજૈન મહાભારત) એની કૃતજ્ઞતાનું આબેહૂબ દર્શન બે પ્રસંગોમાં જોવા મળે
છે.
(૧) કૃષ્ણે તેને પાંડવપક્ષે આવી જવા માટે ખૂબ સમજાવ્યો, ખૂબ લાલચો આપી, તે કુન્તીપુત્ર
જૈન મહાભારત ભાગ-૧