________________
હવે વિચિત્રવીર્યના વિકાસમાં ભીષ્મ લાગી પડ્યા. તેમને અંબા, અંબિકા અને અંબાલિકા નામની ત્રણ રાજકન્યાઓ વિચિત્રવીર્ય માટે ખૂબ પસંદ પડી હતી. પણ તેમના સ્વયંવરમાં વિચિત્રવીર્યને આમંત્રણ ન મળવાથી ભીષ્મ તે ત્રણેયનું અપહરણ કરી લાવીને જંપ્યા.
આ ત્રણ રાણીઓ દ્વારા વિચિત્રવીર્યને ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એમ ત્રણ પુત્રો ક્રમશઃ થયા અને વિચિત્રવીર્ય પણ તીવ્ર કામવાસનાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા. (વિચિત્રવીર્ય નિઃસંતાન મર્યો હતો અને વ્યાસમુનિ વગેરે દ્વારા નિયોગથી ત્રણ રાણીઓથી ત્રણ પુત્રો ભીષ્મ મેળવ્યા હતા તે વાત જૈન મહાભારતને માન્ય નથી.)
ચિત્રાંગદ ગયો, વિચિત્રવીર્ય પણ ગયો. ધૃતરાષ્ટ્ર વગેરેને મોટા કરવાની બધી જવાબદારી વળી પાછી ભીષ્મ ઉપર આવી પડી. પણ આ ધૂપસળી સળગતી જ રહી. સળગવું એ એનો સ્વભાવ હતો. એમાં એને કશો ત્રાસ થતો જ નહિ.
જૈન દૃષ્ટિએ ધૃતરાષ્ટ્ર બાહ્ય આંખોથી અંધ ભલે ન હતા પણ જ્ઞાનચક્ષુથી તો અંધ હતા જ. એની આંખો ઉપર પુત્રમોહના પાટા લાગી ગયા હતા.
પાંડુ શારીરિક રીતે ખૂબ નબળા હતા, આથી ધૃતરાષ્ટ્રના સો પુત્રો અને પાંડુના પાંચ પુત્રોને તૈયા૨ ક૨વાની જવાબદારી પણ ભીષ્મના માથે જ આવી. એમાંય પાંડવોના સહજ સુંદર સ્વભાવને કારણે તેમને સંભાળવા કરતાં ય સહજ રીતે તુચ્છ અને ક્ષુદ્ર-સ્વભાવી કૌરવોને તૈયા૨ ક૨વાનું કામ ખૂબ કઠિન હતું. ભીષ્મ તેમની તરફ વિશેષ ધ્યાન આપવા લાગ્યા.
પણ આંબલી તે આંબલી ! મોતીની ખાખનું ખાતર નંખાય અને પંચામૃતનું સિંચન થાય તો ય શું ? તે કાંઈ થોડી જ કેરી પેદા કરી શકે ?
કૌરવોની બાબતમાં આમ જ બન્યું. અને એટલે જ ભીષ્મ ઠેઠ સુધી કૌરવોની સાથે રહ્યા. આ ભીષ્મની સૌથી મોટી-કૃષ્ણની બધી જ બાબતોથી ચડી જાય તેવી -મહામુત્સદ્દીગીરી હતી. કૌરવોને પોતાના કબજે રાખીને પોતાનું ધાર્યું કરાવવા માટે, તેમનાથી કોઈ મોટું થઈ જનારું અહિત અટકાવવા માટે જ ભીષ્મ કૌરવપક્ષે રહ્યા હતા એવું મારું માનવું છે. બેશક, તેમાં તેઓ મહદંશે સફળ ન થયા પણ એ તો નિયતિની વાત થઈ. તેમાં ભીષ્મનો લવલેશ પણ દોષ ન ગણાય.
અજૈન મહાભારતકારોએ આ વાત રજૂ કરવાને બદલે ભીષ્મના મુખે જે કહેવડાવ્યું છે કે, ‘હું તો પૈસાનો દાસ બની જઈને કૌ૨વ પક્ષે બેઠો છું' તે ભીષ્મ જેવા અતિ મહાન આત્માને અતિઘોર અન્યાય કરવા જેવું થયું છે એમ મને લાગે છે.
નૈષ્ઠિક બ્રહ્મચારીની બુદ્ધિ શું પૈસા ખાતર કે કૌરવો તરફથી મળતાં માયાવી માનપાન ખાતર કાટ ખાઈ જાય તેવી પિત્તળ હશે ? ના, જરાય નહિ.
ભીષ્મ કૌરવોના પક્ષે રહીને કૌરવોને કબજામાં રાખવા માંગતા હતા તેવા અનુમાનને અનેક બીનાઓથી પુષ્ટિ મળે છે.
(૧) યુદ્ધ શરૂ થતાં પૂર્વે જ ભીષ્મે યુદ્ધમાં અસંમતિ દર્શાવી હતી.
(૨) પહેલા દસ દિવસના યુદ્ધનું નેતૃત્વ લઈને ભીષ્મ ખરેખર તો યુદ્ધ લડ્યા ન હતા પણ માત્ર દિવસો પસાર કરતા હતા, કદાચ કૌરવોને સત્બુદ્ધિ જાગે અને યુદ્ધ બંધ રાખી દે એવી આશાથી....
આથી જ ભીષ્મની યુદ્ઘકીય નિષ્ક્રિયતાથી વાજ આવી જઈને દુર્યોધન એક દિવસ ભીષ્મની સામે ખૂબ વધારે પડતું, આક્ષેપાત્મક બોલી ગયો હતો.
(૩) દુર્યોધનના કટુતમ કલહ પછી ભીષ્મે યુદ્ધ તો ખેલ્યું પણ પાંડવોને હણવાને બદલે જાતે
જૈન મહાભારત ભાગ-૧