________________
કૃષ્ણની આ નિઃસ્પૃહતા જ યુદ્ધની હવામાં પણ એનું ધર્માત્માનું સ્વરૂપ પ્રકાશી આપે છે. બાકી, યુદ્ધ તે યુદ્ધ ! સંહાર તે સંહાર ! કર્મોના બંધનની કથા સિવાય ત્યાં બીજું શું જોવા મળે
મહાભારતમાં વિશેષ રીતે ચમકતું પાત્ર શ્રીકૃષ્ણનું છે, તો વિશેષ રીતે સહુને આદરણીય પાત્ર ભીખનું છે. આ બન્ને વ્યક્તિઓમાં સ્કૂલ દૃષ્ટિએ મોટો વિરોધ દેખાય કે ભીખ સત્યને પકડી રાખે છે તો કૃષ્ણને જૂઠું બોલવામાં જાણે કે જરાય વાંધો લાગતો નથી. ભીખ ન્યાયપ્રિય છે, તો કૃષ્ણ કપટપ્રિય છે.
પણ ખરી હકીકત આ પ્રમાણે નથી. મારી દષ્ટિએ બન્ને સત્યપ્રિય છે અને બન્ને ન્યાયપ્રિય છે. તે બે માં જે ફરક છે તે આ છે.
ભીષ્મનું જે સત્ય છે તે બંધારણીય સત્ય છે. સત્ય એટલે સત્ય. એનો આદર કરવો જ જોઈએ. કોઈ પણ સંયોગમાં અસત્ય તો આચરી શકાય જ નહિ. યુધિષ્ઠિર પણ આવા જ સત્યવાદી છે પરંતુ કૃષ્ણના સમાગમને લીધે તેમણે ભીષ્મના બંધારણીય સત્યને બદલે કેટલીક વાર કૃષ્ણના ઢાળના સત્યને પણ સ્વીકાર્યું છે ખરું.
ભીષ્મનું સત્ય કાંઈક વધુ જડ લાગે છે. તેઓ સત્યને સંયોગાનુકૂળ બનાવવા માંગતા નથી. દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગે તે બન્ને પક્ષને માન્ય હોઈને જે કાંઈ કહે તે ઉભયને માન્ય થાય તેમ હતું, છતાં તેઓ મૌન જ રહ્યા અને દ્રૌપદીની લેવાતી લાજને તેમણે મૌન રહીને જોયા કરી; કશું જ ન કર્યું, કશું જ ન કહ્યું. તેમનો એ વિચાર હતો કે યુધિષ્ઠિરની સંમતિથી દુર્યોધન જુગાર રમ્યો છે. પૂરી સભાનતાથી યુધિષ્ઠિરે છેલ્લે દ્રૌપદીને હોડમાં મૂકી છે. ખરેખર યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયો છે અને કાયદેસર રીતે હવે દુર્યોધન દ્રૌપદીનો માલિક બન્યો છે તો તે પોતાની માલિકીની ચીજ માટે ગમે તેમ કરી શકે છે. એ વખતે તેને તેમ કરતાં અટકાવી કેમ શકાય ? એ તો અન્યાય જ કહેવાય.
આવી હતી ભીષ્મની ન્યાયની વ્યાખ્યા. તેને બધું કાયદેસર પસંદ છે. આથી જ તેના સત્યની સમજણનો ઢાળ વધુ પડતો જડ બની ગયો જોવા મળે છે.
જ્યારે કૃષ્ણનું સત્ય આવું બંધારણીય ન હોઈને જડ નથી. તેનું સત્ય જૈન પરિભાષા પ્રમાણે અનુબંધ સત્ય છે.
એક વસ્તુ દેખીતી રીતે સારી જણાતી હોય પણ જો તેનું પરિણામ ખરાબ હોય તો તે સ્વરૂપમાં સારી જણાતી વસ્તુને અનુબંધમાં પરિણામ ખરાબ હોઈને જૈન પરિભાષા તેને “અનુબંધ-ખરાબ વસ્તુ કહે છે.
ચૂપચાપ દાણા નીરીને વધુ ને વધુ પંખીઓ ભેગા કરીને તેમને શાન્તિથી ખાવા દેતો પારધી સ્વરૂપે અહિંસક છતાં પરિણામમાં તો મહાહિંસક જ છે. આ પંખીઓને તાળીઓ પાડીને ઉડાડી દેતો કોઈ માણસ સ્વરૂપે હિંસક છતાં પરિણામે અત્યન્ત દયાળુ છે.
શ્રીકૃષ્ણના સત્ય, ન્યાય, નીતિ, દયા વગેરે “અનુબંધ' (પરિણામ)ના વિચાર ઉપર આધારિત છે. એ બધી વાતને અનુબંધના ઢાળમાં જ પાડે છે અને પછી તેના સ્વરૂપનો નિર્ણય લે છે.
શ્રીકૃષ્ણના કૂડ, કપટ પણ અનુબંધના લાભોને હિસાબે જ ગોઠવાયા છે. તેને જયાં ભાવિમાં લાભ દેખાયો અથવા મોટા નુકસાનમાંથી બચાવ દેખાયો ત્યાં તેણે વર્તમાનમાં નુકસાન ભોગવી લેવાનું એકદમ પસંદ કરી લીધું છે.
દુષ્ટોના હાથમાં રાજસત્તાનો દોર આપવામાં અને રાજસત્તાને ખૂબ સારી રીતે સંચાલિત
જૈન મહાભારત ભાગ-૧