________________
જ છોડ્યો. તેમને રથ સુધી વળાવવા આવેલા બીજા બધા પાછા ફર્યા ત્યારે શ્રીકૃષ્ણ કર્ણનો હાથ પકડી લઈને પોતાની સાથે રથમાં બેસાડી દીધો.
તેમના મનમાં એ વાત નિશ્ચિત હતી કે કૌરવોની કિંમત કર્ણના કારણે જ છે. જો તેને ખસેડી લેવાય તો કૌરવો એકડા વિનાના મીંડા બની જાય. આવા શક્તિહીન કૌરવો યુદ્ધ કરવા માટે નાહિંમત બની જશે.
આ માટે કર્ણને ન કહેવા જેવી કેટલીક વાતો કૃષ્ણ કરી, તેને અનેક લાલચો આપી. તે રાધેય નથી પણ કૌન્તય છે, સૂત નથી પણ ક્ષત્રિય છે, પાંડવ છે, યુધિષ્ઠિરથી પણ મોટો હોઈને રાજયનો પ્રથમ અધિકારી છે વગેરે ઘણી રહસ્યભૂત વાતો પણ કરી. કર્ણ પણ આ બધું અચાનક સાંભળીને ચમકી ગયો પણ તો ય કૃષ્ણ તેને કૌરવપક્ષમાંથી બહાર કાઢી શક્યા નહિ, કેમકે કર્ણ અત્યન્ત કૃતજ્ઞા હતો. જે રાધાએ તેને નાનાથી મોટો કર્યો અને જે દુર્યોધને તેને અંગરાજ બનાવ્યો, જિગરી દોસ્ત બનાવ્યો તેમના પ્રત્યે કૃતજ્ઞ બનવાનું તે કર્ણને માટે સ્વપ્ન ય સંભવિત ન હતું. આથી જ ના યુદ્ધની ચાલ રમવામાં કૃષ્ણ બીજી વાર પણ નિષ્ફળ ગયા.
આ બન્ને પ્રસંગોમાં કૃષ્ણની ના યુદ્ધની તીવ્ર ભાવના એકદમ છતી થઈ જતી જોવા મળે છે. પણ સબૂર ! કૃષ્ણ માત્ર ધર્મનીતિજ્ઞ ન હતા, તેઓ રાજનીતિજ્ઞ પણ હતા.
આ બને નીતિઓ કહે છે કે પવિત્ર એવી પ્રજાનું નિકંદન તો ન જ નીકળી જવા દેવું જોઈએ. એની ઉપર દુષ્ટોનું આધિપત્ય બિલકુલ ઇચ્છનીય ન ગણાય. આમ થાય તો પ્રજા પોતાનું પાવિત્ર્ય ખોઈ બેસે, તેથી ધર્મપુરુષાર્થ ખતમ થાય અને અન્ને યોગ્ય આત્માઓની પણ મોક્ષ-પ્રાપ્તિ મુશ્કેલ બની જાય. આ બધું ટકાવી રાખવા માટે પ્રજાને કે સમાજને સારો નેતા કે રાજા મળવો જ જોઈએ.
પોતાની બેન સુભદ્રાના લગ્ન પાંડવોમાંના અર્જુનની સાથે થવાથી શ્રીકૃષ્ણને પાંડવો પ્રત્યે સ્નેહભાવ-ખૂબ સ્નેહભાવ-હોય તે સંભવિત છે, પરંતુ એટલા જ માત્રથી તેમણે પાંડવોને રાજ અપાવવા માટે ભયાનક યુદ્ધ છેડ્યું છે એમ ન કહેવાય. એવો આંધળો સ્નેહભાવ કૃષ્ણમાં કલ્પવો ન જોઈએ,
ખરેખર તો યુદ્ધ છેડીને પાંડવોને રાજ ઉપર લાવવામાં અને કૌરવોને હરાવવામાં શ્રીકૃષ્ણની સમાજની-પ્રજાની ધર્મધારણા જ કારણ હતી. દુષ્ટોને દંડ દેવો, તેમનું જે સ્થાન હોય તે તેમને દેખાડી દેવું અને સજ્જનોની સેવા કરવી, તેમનું જે સ્થાન હોય ત્યાં તેમને બેસાડી દેવા- એ રાજનીતિના પાંચ યજ્ઞોમાંના બે યજ્ઞકાર્યો છે.
હવે જયારે “ના-યુદ્ધ'ની વાત સંભવિત જ ન રહી ત્યારે યુદ્ધ છેડીને રાજનીતિજ્ઞ શ્રીકૃષ્ણ આ બે યજ્ઞો માંડવા એકદમ સજ્જ બની ગયા હતા.
ધૃતરાષ્ટ્રની રાજસભામાંથી જયારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમની ચાલથી અને મુખાકૃતિથી આ વાત સહુને સ્પષ્ટ થઈ પણ ગઈ હતી.
હા, કૃષ્ણનું મન કરૂણાથી પણ વધુ કોમળ હતું, યુદ્ધ નહિ જ છેડવા માટે, કારણ કે તે ધર્માત્મા હતા.
પણ જ્યારે વિપક્ષને યુદ્ધ સિવાય બીજું ખાતું જ ન હતું ત્યારે શ્રીકૃષ્ણનું મન કઠોરથી પણ કઠોર બની ગયું હતું, કારણ કે તે રાજનીતિજ્ઞ હતા.
બેશક, આ રાજનીતિમાં ય પ્રજાને દુષ્ટોની એડી નીચે કચડતી બચાવવાની ધર્મનીતિ ગર્ભિત રીતે તો પહેલી જ હતી.
જૈન મહાભારત ભાગ-૧