________________
એમ લાગે છે કે ‘શ્રીકૃષ્ણ'ને ભગવાન તરીકે મહાભારતમાં કલ્પીને અજૈન દૃષ્ટિએ થાપ ખાધી છે. હરિવંશકુળના કૃષ્ણને કે ભાગવતના કૃષ્ણને ‘ભગવાન’ તરીકે નવાજ્યા હોત તો હજી ચાલી જાત, પરંતુ મહાભારતના શ્રીકૃષ્ણને ‘ભગવાન' તરીકે નવાજીને એટલા બધા પ્રશ્નો ઊભા કર્યા છે કે જેને ભગવાનની લીલાના નામે ઉકેલવામાં આવ્યા છે અથવા ભગવાનને બધી વાતમાં ફૂડ, કપટ, જૂઠ આચરવા સુધીની સર્વે સત્તા આપવી પડી છે.
આના કરતાં જૈન દૃષ્ટિના શ્રીકૃષ્ણને ખૂબ જ ઉચિત અને સંપૂર્ણ ન્યાય આપી શકાયો છે એમ લાગે છે. જૈન દૃષ્ટિએ તેમના જીવનના અમુક સમય પછી તેઓ ઉચ્ચ કક્ષાના સદ્ગૃહસ્થ હતા. તેઓ ક્ષાયિક સમ્યગ્દર્શનના સ્વામી હોવાથી અંતરથી અનાસક્ત એવા ગૃહસ્થ-યોગી હતા. તેઓ ધર્માત્મા હતા. આથી જ મરેલી, હડકાયી, ગંધાતી કૂતરીના પણ દાંતની સફેદ પંક્તિની તેઓ અનુમોદના કરી શક્યા હતા. આથી જ પોતાનું મોત લાવનાર જરાકુમારને મૈત્રીના દાવે નસાડી મૂક્યો હતો. આથી જ એક મજૂરની ઈંટો ઊંચકવામાં જાતે મદદગાર બન્યા હતા. પણ તેની સાથોસાથ તેઓ રાજનીતિના પણ ખેલાડી હતા.
ધર્મની ઊંડામાં ઊંડી સૂઝ અને સંવેદનાઓથી ભીનું-ભર્યું તેમનું હૃદય હતું, પરંતુ રાજનીતિની વિલક્ષણ ચાલ ચાલવાની નિષ્ણાતતાથી તેમનું હૃદય અવસરે કઠોર પણ બની શકતું હતું.
ધર્મક્ષેત્ર અને રાજક્ષેત્ર બંને ભિન્ન ભિન્ન ક્ષેત્રો છે. પહેલામાં તમાચો મારનારની સામે બીજો તમાચો ખાવા માટે ગાલ ધરવાની વાત છે; જ્યારે બીજામાં તમાચાનો જવાબ તમાચાથી જ દઈ શકાય તેવું સ્પષ્ટ રીતે માન્ય છે.
જે સમયની રાજનીતિમાં તમાચાનો જવાબ તમાચાથી જ દેવાનો જરૂરી હોય તે સમયમાં બીજો ગાલ ધરીને બીજો તમાચો ખાવાની વાત કરી શકાય નહિ. શ્રીકૃષ્ણ આ બંને નીતિઓના પૂરેપૂરા જાણકાર હતા. ફૂડકપટની સામે સરળતા દાખવી દેવાની ધર્મનીતિને તેમણે રાજનીતિના ક્ષેત્રમાં પેસવા દીધી નથી, બલકે ખૂબ જ સખ્તાઈથી તેઓ તેવા જ દાવ રમીને ફૂડકપટોના ફેંકાયેલા પાસાને નિષ્ફળ બનાવી ચૂક્યા છે.
જે પક્કો રાજનીતિજ્ઞ હોય અને તેની સાથે સાથે ધર્માત્મા હોય તે કેવો હોય ? તે તમારે જાણવું હોય તો મહાભારતના શ્રીકૃષ્ણને જોઈ લો.
ધર્માત્માએ રાજનીતિ રમવી પડે ત્યારે તે બને ત્યાં સુધી યુદ્ધ છેડે જ નહિ, યુદ્ધ ટાળવા માટેના જેટલા ઉપાયો શક્ય હોય તે બધા અજમાવ્યા વિના રહે નહિ. અને છતાંય જો યુદ્ધ છેડાઈ પડે તો કાયાથી કઠોર રીતે યુદ્ધ ખેલવા છતાં મનથી તેની હેયતાનો જપ તો કર્યા જ કરે.
પાંડવો તરફના વિષ્ટિકાર બનીને શ્રીકૃષ્ણ જ્યારે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનાદિની રાજસભામાં આવ્યા ત્યારે તેમણે ભારે ધીરજ રાખીને તેઓને પાંડવો સાથે સમાધાન કરી લેવા માટે ખૂબ સમજાવ્યા હતા. છેવટે પાંચ પાંડવોને માત્ર પાંચ ગામ આપવા માટે કહીને—આટલાથી હું પાંડવોને સમજાવી દઈશ એમ કહ્યું, કેમકે ગમે તે રીતે યુદ્ધ ટાળવાની જ શ્રીકૃષ્ણની ભાવના હતી. ધર્મરાજ યુધિષ્ઠિરે તો શું પણ ખુદ ભીમે પણ વિષ્ટિકાર તરીકે વિદાય થતા શ્રીકૃષ્ણને યુદ્ધ ટાળવા માટે જ પ્રયત્ન કરવાની આગ્રહપૂર્વક સલાહ આપી હતી.
પણ કમનસીબે દુર્યોધન પાંચ ગામ આપવા સંમત ન થયો. તેણે કહ્યું કે, “એક સોય જેટલી પણ ભૂમિ નહિ મળે. જે મેળવવું હોય તે યુદ્ધના મેદાનમાં મેળવી લઈ શકે છે.”
દુર્યોધનનો આ યુદ્ધજ્વર જોઈને શ્રીકૃષ્ણ સભા છોડી ગયા તો ય યુદ્ધનિવારણનો પ્રયત્ન તો ન
જૈન મહાભારત ભાગ-૧