________________
કહી જાય છે અને શિખામણ દે છે કે હે આત્મન્ ! આવા સંસારના સુખો ખાતર તું તારું માનવજીવન વેડફી ન નાંખતો. તું તારા જીવનની જે અમૂલખ પળો મળી છે તેનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી લેજે અને આ મોઘેરા માનવજીવનનું સાર્થક્ય કરી લેજે. સર્વસંગનો ત્યાગી બનીને સાચો સાધુ બનજે. અન્ને મોક્ષ પામીને શાશ્વત સુખનો ભોક્તા બનજે. પછી તારે કદાપિ નહિ લેવો પડે જનમ આ ઝેરી સંસારમાં... કદાપિ નહિ મરવું પડે આ વિનાશી સંસારમાં...પછી નહિ દુઃખ, નહિ પાપ, નહિ મનનો તાપ અને નહિ તનનો સંતાપ ! સદાનું સુખ અને સદા શાન્તિ...સદાનું જીવન અને સદાની આત્મરમણતાની મસ્તી.
જૈન લેખકોના રામાયણ અને મહાભારતમાં સંસારત્યાગનો જીવન-વળાંક અતિ સુંદર રીતે નિરૂપાયો છે.
રામાયણમાં રામપક્ષે દશરથ, રામ, ભરત, સીતા, હનુમાન, લક્ષ્મણ અને અંકુશ, સેનાપતિ કૃતાન્તવદન વગેરે હજારો આત્માઓ તથા રાવણપક્ષે વાલી, પટરાણી મંદોદરી, પુત્ર ઇન્દ્રજિત, મેઘવાહન, ભાઈ કુંભકર્ણ વગેરેએ દીક્ષાનો મહામંગલકારી માર્ગ સ્વીકાર્યો હતો.
મહાભારતમાં પણ પાંડુ, કુન્તી, પાંચેય પાંડવો, દ્રૌપદી, વિદુર, ભીષ્મ, બળદેવ, શ્રીકૃષ્ણની રુક્મિણી આદિ આઠ પટરાણીઓ, પ્રદ્યુમ્ન વગેરે રાજકુમારો વગેરેએ અત્તે દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધી લીધું છે. તેમાંય કૃષ્ણના પિતરાઈ ભાઈ નેમિનાથ તો તીર્થકર થયા હતા. ના, દશરથનું આઘાતથી અપમૃત્યુ, સીતાનું પૃથ્વીમાં સમાઈ જવું, પાંચ પાંડવોનું હિમાલયમાં વિલીન થઈ જવું વગેરે અજૈન મન્તવ્યો જૈન દૃષ્ટિના લેખનોમાં જોવા મળતાં નથી.
વિશિષ્ટ કોટિના ગૃહસ્થ મહાત્માઓની નજરમાંથી આત્મકલ્યાણનું લક્ષ વેગળું પડતું નથી. તેમને જ્યારે અવસર મળે ત્યારે તે લક્ષને આંબવા માટે તેઓ સજજ બની જાય છે. ભાગવતી પ્રવ્રયા વિના આ આંબી શકાય નહિ એવી તેમની સુસ્પષ્ટ માન્યતા હોય છે. તેમની નજરમાં પણ એવા સેંકડો, હજારો ભાગવતી પ્રવ્રજયાના ધારકો અને સુંદર રીતના આરાધકો સતત આવતા હોય છે. એમના મુખ ઉપરની અપાર પ્રસન્નતાને જોઈને જ ‘અમે ક્યારે આવા અગાર મટીર બનીશું?' એ ભાવના વારંવાર જીવંત બની જતી હોય છે. આથી આવા સગૃહસ્થો બને ત્યાં સુધી તો ભાગવતી પ્રવ્રજ્યાનો સ્વીકાર કરીને આત્મકલ્યાણ આરાધીને જ માનવભવને સફળ કર્યા વિના રહેતા નથી.
જો છેલ્લા-અંગ્રેજોના શાસનકાળના-ત્રણસો વર્ષોમાં રૂપાન્તર પામીને “ઇન્ડિયા” બની ગયેલા ભારતને ફરી ‘ભારત” બનાવવું હોય તો આવા કથાનકોની એકાન્ત મોક્ષલક્ષી વાતોને જનકર્ણ સુધી સર્વત્ર પહોંચાડવી પડશે, અન્યથા “ભારત સાથે ચાલતા “ઇન્ડિયાના (ત્રણ સૈકાના) યુદ્ધમાં ભારતનો થનારો ઘોર પરાજય કોઈ અટકાવી શકશે નહિ.
રાષ્ટ્રપતિના વટહુકમથી માત્ર વીસ વર્ષ માટે આવા ગ્રન્થોનું વાંચન, શ્રવણ, પારાયણ સદંતર સ્થિગિત કરી દેવામાં આવે તો ભારતીય પ્રજાને તેટલા સમયમાં વીસ હજાર વર્ષનું નુકસાન થઈ જાય.
જૈન મહાભારત ભાગ-૧