________________
લોકો જોષીઓને પૂછે છે કે, “ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારથી શરૂ થશે ?”
મને લાગે છે કે તેમણે એમ પૂછવું જોઈએ કે, “ચોથું વિશ્વયુદ્ધ ક્યારથી શરૂ થશે? કેમકે ત્રીજું વિશ્વયુદ્ધ તો અત્યારે જોરમાં ચાલી જ રહ્યું છે.”
ત્રીજા વિશ્વયુદ્ધ તરીકે નહિ જાહેર થયેલા આ ત્રીજા વિશ્વયુદ્ધમાં જ એટલી બધી પાયમાલી થશે કે ચોથું વિશ્વયુદ્ધ કદી લડી શકાશે જ નહિ, છતાં કદાચ જો તે લડાવાનું જ હશે તો માત્ર પથ્થરો અને ઈંટાળાઓથી જ લડાશે.
વિશ્વના આ મહાસંહારની સતત ચાલતી પ્રક્રિયાને લીધે બુદ્ધિજીવી માનવામાં ય હવે કરુણા રહી નથી ! તેઓ આ બધી વાસ્તવિક્તાઓનો સ્વીકાર કરી લઈને ખૂબ જ કઠોર બની ગયા છે. આથી જ તેઓ આ ગંભીર પરિસ્થિતિ વિશે કશું જ વિચારવા ય માંગતા નથી. આ કેટલી બધી દુ:ખદ બાબત કહી શકાય ?
વાનર-યુગલ સંવાદ ઇંગ્લેન્ડની વેલ્સ યુનિવર્સિટીના પ્રાધ્યાપક પાસેથી એક ભાઈએ વર્તમાન સંહારક પરિસ્થિતિ વિશે અને યુદ્ધનો સંભવિત અંજામ શું? તે વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રાધ્યાપકે બીજું કાંઈ ન કહેતાં એક નાનકડી કથા કહી.
આફ્રિકાના કોઈ જંગલમાં ઝાડ ઉપર વાનર અને વાનરીનું યુગલ શાન્તિથી બેઠું હતું. એવામાં એકાએક બહુ મોટા-કાન ફાડી નાંખે તેવા ભયાનક ધડાકાઓના અવાજ સંભળાવા લાગ્યા. આથી વાંદરી ધ્રૂજવા લાગી. તેણે પોતાના પતિ વાનરને પૂછ્યું, “શું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે? અરેરેરે ! માનવોએ ઊભી કરેલી વિરાટ ઇમારતો, ઔદ્યોગિક વસાહતો, અદ્યતન નગરો, બંધો અને લાખો માઈલોના આસ્ફાલ્ટ રોડ વગેરે બધુંય ખતમ થઈ જશે !” આટલું બોલતાં તેની આંખો આંસુથી છલકાઈ ગઈ. - વાનરે તેને આશ્વાસન દેતાં કહ્યું, “અરે ! પણ રોવાવાળા રડતા નથી અને તું શું કરવા રડે છે? વળી હજી આપણા જંગલને ક્યાં કશુંય થયું છે ?
અને કદાચ આ મૂરખ માનવજાત પોતે જ ઊભું કરેલું પોતે જ ખતમ કરી દેશે અને જાતેય ખતમ થઈ જશે તો ય ચિંતા કરવાની શી જરૂર છે? જયાં સુધી છેલ્લામાં છેલ્લા આપણે બે જ જીવતાં બાકી રહીશું ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે બે આખી માનવજાતને ફરીથી પેદા કરી દઈશું. આ કરોડો નરના પૂર્વજ તો આપણે વાનરો જ છીએ ને ?”
બિચારી વાંદરી ! શું બોલે ?
બુદ્ધિજીવીઓના હૈયે પણ અઘોર સંહારની સંભાવનાઓ પણ કરુણા પેદા કરવાને બદલે કેવી કઠોરતા પેદા કરી ચૂકી છે તે માટે આ દૃષ્ટાંત ખૂબ જ યોગ્ય છે.
વર્તમાનકાલીન માનવોની ક્રૂરતા, વૈરપિપાસા, અ-દૂરદર્શિતા અને ઘાતકી કંગાલિયત જોઈને તો કદાચ જંગલના વાનરો ડાર્વિન પાસે જઈને કહેશે કે, “આટલા બધા નીચ, ક્રૂર અને ઘાતકી અમે વાનરો પૂર્વે ક્યારેય ન હતા. આવા લોકોના પૂર્વજ તરીકે તમે વાનરોને જાહેર કર્યા છે એ અમારી ઉપર થયેલો ઘણો મોટો અન્યાય છે ! અમારી વાનર-જાતિનું આ ખૂબ મોટું અપમાન છે ! આ માનવો અમારી જાતિના કહેવડાવવાને લાયક નથી. ડાર્વિન ! આ બાબતમાં ફેર-વિચાર કરો !”
વિશ્વની આ સંહારલીલા જોઈને અણુશક્તિના સંશોધક આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ ખિન્ન થઈ ગયા હતા. તેમણે એક વાર કોઈ સવાલના જવાબમાં કહ્યું હતું કે, “જો પુનર્જન્મ જેવી કોઈ પ્રક્રિયા
જૈન મહાભારત ભાગ-૧