________________
કુદરતમાં થતી હોય તો આવતા ભવે હું ‘પ્લમ્બર' થવાનું પસંદ કરું. શાન્તિથી રોટલો કમાઈ લઉં અને શાંતિથી જીવન-ગુજારો કરી લઉં.”
બાઈબલમાં કહ્યું છે કે એક એવો દિવસ આવવો જોઈએ જ્યારે તલવારના દાંતરડાં બની જાય અને ભાલાના હળ થઈ જાય.
આવું મૈત્રીભાવનું પ્રતિપાદન કરતા બાઈબલના જ અનુયાયી ઈસાઈ લોકો, ગોરા લોકો આજે ‘આધુનિક દુર્યોધન’નો પાઠ ભજવી રહ્યા છે; વધુ ખુન્નસથી, વધુ ઘાતકી રીતોથી, વધુ ભયાનકતાથી
હવે જ પેલું બાઈબલનું વાક્ય સમજાય છે કે, ‘મૅન ડઝ નૉટ લિવ બાય બ્રેડ અલોન’-“માણસને જીવન જીવવા માટે માત્ર રોટલીથી જ ચાલતું નથી.’
ગાંધીજીની વેદના
‘અહિંસા’ના શસ્ત્રથી સ્વરાજ લેવા નીકળેલા ગાંધીજીએ ભારત-પાક વિભાજન વખતે જે મોતનું તાંડવ નીરખ્યું, લોહી ટપકતી ત્રણ ત્રણ હજાર લાશોવાળી ટ્રેઈનો જોઈ, ‘મારો, કાપો’ના અવાજોથી ઊભરાઈ ગયેલા ગગનનો સાક્ષાત્કાર કર્યો ત્યારે તેમણે પોતાના આયુષ્યને ટૂંકાવી નાંખી મરી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને ‘અહિંસા’ના લેબાશમાં કારમી કત્લેઆમ, હિંસાને પ્રજ્વાળતા ધોળી ટોપીવાળા લોકો જણાતા હતા. અહિંસાનો તેમને કોઈને ખપ નથી તેવી તેમની માન્યતા થવા લાગી હતી. તે વખતે તેમણે ઉચ્ચારેલા શબ્દો આ રહ્યા :
“સત્યાગ્રહની લડત વિશે મેં માની લીધું હતું કે આ લડત કેવળ સત્ય અને અહિંસાના આધાર ઉપર જ ચાલે છે, પણ તેવું ન હતું એમ ઈશ્વર આજે મને બતાવી રહ્યો છે. એટલે જ હવે હું કહું છું કે આપણે જીવવા માટે એટલા વલખાં મારીએ છીએ કે એથી આપણી ભૂલો પણ નથી જોઈ શકતા. આપણી અહિંસા તે અહિંસા નથી પણ આપણી નબળાઈના હથિયાર તરીકે તેનો ઉપયોગ કરાવે છે. એ અહિંસાના નામે ઓળખાતી હિંસા છે અને તેથી જ આજે ચોમેર લોહીની નદીઓ વહી રહી છે.
પરિણામ તો જે આવે તે ખરું પણ એ બધું જોવા કરતાં ઈશ્વર આ બુઢ્ઢાને ઉપાડી લે તો સારું.’ ગાંધીજીના વિચાર ઉપર ટીકાટિપ્પણ કરવાનું ઉપેક્ષીને આપણે એટલું જ અહીં જોવું છે કે હિંસાનું તાંડવ કેવું નગ્ન અને બીભત્સ હોઈ શકે છે ?
સત્તાની કારમી ભૂખમાંથી પ્રગટતી વૈરની આગ પેલા દુર્યોધનમાં કેવી પ્રજ્વળી હશે તે જોવા માટે આધુનિક દુર્યોધનોનું અને તેમણે પ્રવાળેલી વૈરની વ્યાપક આગનું આપણે દર્શન કર્યું છે.
જે સમયમાં સાક્ષાત્ પરમાત્મા મહાવીરદેવ આ ધરતી ઉપર વિદ્યમાન હતા એ જ સમયમાં એમના જ પરમભક્ત મહારાજા ચેડા સાથે મહારાજા શ્રેણિકના પુત્ર કોણિકને નાની વાતે વૈર બંધાયું અને તેમાંથી એવા બે યુદ્ધો ફાટી નીકળ્યા જેમાં એક કરોડ અને એંસી લાખ માનવોનો કચ્ચરઘાણ નીકળી ગયો ! ના, પ્રભુ મહાવીરદેવ કાંઈ જ ન કરી શક્યા. નિશ્ચિત નિયતિ આગળ કોઈનું ય ન ચાલે.
બન્ને ગ્રન્થોનો એક જ બોધ
કામરાગમાંથી સર્જાયેલી રામાયણ અને કષાયભાવોમાંથી સર્જાયેલું મહાભારત-બન્ને કથાઓ આ સંસારની ક્ષણભંગુરતાને અને તમામ સ્તરની સ્વાર્થમયતાને, સંહારમયતાને આપણા કાનમાં
જૈન મહાભારત ભાગ-૧