________________
આદર્શ પુત્ર, આદર્શ સાસુ, આદર્શ વહુ વગેરે કેવા હોય ? તેનું ચિતરામણ એટલું બધું બેનમૂન બન્યું છે કે વાચકને પોતાને પણ તેવા ગુણ-વૈભવોથી સંયમી બનવાની લાલચ જાગ્યા વિના રહે નહિ.
જ્યારે મહાભારતની જગતને બોધ દેવાની રીત સાવ ઊલટી છે. આ કથાના ઘણાબધા પાત્રોમાં લુચ્ચાઈ, કપટ, નિર્લજ્જતા, આપબડાશ વગેરે અવગુણો જોવા મળે છે. આ અવગુણોની ક્યાંક તો એટલી બધી ધિક્કારપાત્ર પરાકાષ્ટા જોવા મળે છે કે વાચક મનોમન તરત જ નિર્ણય કરવા લાગી જાય કે, “મારા સંસારમાં-સ્વજનો કે સ્નેહીજનોની સાથે હું આટલો બધો નીચ તો કદાપિ નહિ થાઉં.”
હકીમ લુકમાનનો ગુણવિકાસ જોઈને કોકે તેનું કારણ પૂછ્યું. હકીમે કહ્યું, “બીજાઓના કાતીલ દોષો જોઈને હું ધ્રૂજી ઊઠતો અને સંકલ્પ કરતો કે આવો હું તો કદી નહિ બનું.” દારૂ પીને પત્નીને ઢીબતા પુરુષને જોઈને કોઈ પતિને એમ જરૂર થશે કે, “આ રીતે મારી પત્ની સાથે તો હું કદી નહિ વ.”
આમ બંને મહાગ્રંથોની કથાવસ્તુ ગુણ-દર્શન દ્વારા કે અવગુણ-પ્રદર્શન દ્વારા વાચકને ઉન્નત જીવન જીવવાની પ્રેરણા આપી જાય છે.
એક અપેક્ષાએ એમ કહી શકાય કે કોઈ પણ કાળના સમાજને રામાયણ કરતાં મહાભારતના વાંચન-મનનની ખૂબ વધુ જરૂરિયાત છે. રામાયણમાં કામવાસનારૂપ રાગની ભયંકરતા જણાવીને તેનાથી પાછા હટવાનો સમાજને બોધ આપવામાં આવ્યો છે. પણ ગમે તેવો ય આર્યસમાજ ‘કામ’નું સેવન જાહે૨માં કરવાનું એકદમ અનિચ્છનીય તો ગણે જ છે. આથી આ કામવાસના જાહેર રીતે પ્રકાશમાં વધુ પડતી વકરી શકતી નથી. ગમે તેવો કામાન્ય પણ ઊભી બજારે તેનું પ્રદર્શન કરી શકતો નથી. તેવા પતિ-પત્ની પણ ઘરમાં ઉઘાડે છોગ ગમે તેમ વર્તી શકતાં જ નથી. ના, હજી આટલો ખરાબ કાળ આવ્યો નથી.
પણ આ જ સમાજ ક્રોધની બાબતમાં આ દૃષ્ટિકોણ ધરાવતો નથી. ક્રોધ, અહંકાર, (બીજાઓ પ્રત્યે)ધિક્કાર, તિરસ્કાર... આ ચંડાળ ચોકડી છે. તે સદા સાથે જ જોવા મળે છે.
માણસ જાહેરમાં ઊભી બજારે પણ ક્રોધ કરતો, અહંકાર દાખવતો કે નોકરો, છોકરાઓ કે શિષ્યો વગેરે પ્રત્યે તિરસ્કાર દાખવતો જોવા મળે છે. પતિ અને પત્ની પણ ઘરમાં બાળકોની સામે ઉઘાડે છોગે ક્રોધાદિ કરવામાં જરાય સંકોચ અનુભવતાં નથી.
કોણ જાણે કેમ ! પણ સમાજે કામ જેટલી ખતરનાકતા ક્રોધાદિમાં જોઈ નથી, સ્વીકારી પણ નથી. નહિ તો તેને જાહેરમાં પ્રગટ કરવાની સંમતિ કેમ મળે ?
વસ્તુતઃ કામનો નાશ કરનારાઓ પણ ક્રોધાદિનો નાશ કરી શકતા નથી, એટલે કામ કરતાં ક્રોધાદિ તો ખૂબ જ ભયાનક છે અને છતાં સદા- કાળમાં સમાજે તેને તેટલા ગંભીર ગણ્યા નથી. મહાભારત આ ક્રોધ, અહંકાર, તિરસ્કાર, વૈરવૃત્તિ વગેરેના અતિ વિકરાળ સ્વરૂપો બતાવે છે. આથી જ આ ગ્રન્થના વાંચન-મનનની સવિશેષ જરૂર જણાય છે. આનાથી સમાજને ખબર પડશે કે કામ જેટલો જ ક્રોધ (અહંકાર વગેરે) ખરાબ છે. તે પણ જાહેરમાં સેવી શકાય નહિ. આમ થાય તો કામની જેમ ક્રોધાદિ પણ જાહે૨માં સેવાતાં બંધ થઈ જતાં તેનું ક્ષેત્ર વિશેષ સંકુચિત બની જાય ખરું. તેમ થતાં સમાજના ‘આશ્રિત’ ગણાતા તમામ વર્ગોને વડીલશાહી(ક્રોધ)નો ભોગ બનવામાંથી ઘણી રાહત મળે ખરી.
ભૂતકાળના રાજાઓના રાજમહેલોમાં કામના શયનખંડોની જેમ ક્રોધના ઘરો પણ અલાયદાં જ
જૈન મહાભારત ભાગ-૧