________________
નિયતિવાક્ય. જીવમાત્ર આ ચક્કરમાં સપડાયો છે. તેમાં રહીને તો તે સંપૂર્ણપણે પરતંત્ર છે. તે કાંઈ જ કરી શકે તેમ નથી.
આવી છે મહાભારત-કથાની રણહાક.
“તમે તમારા કર્મોને ચૂપચાપ ભોગવ્યા કરો. હાડમાંસના બનેલા માનવો ! તમે એ નિયતિની ઉપરવટ થવા માટે ધરાર દૂબળા છો. તમારે તેવું દુ:સાહસ કરવાની બિલકુલ જરૂર નથી. ના, કૃષ્ણ કે ભીષ્મ જેવા પણ આ નિયતિના પેંગડામાંથી પોતાનો પગ બહાર કાઢી શક્યા નથી તો તમે શી વિસાતમાં ! જ્યારે પણ તમારું અણધાર્યું લલાટે આવીને ટીચાય ત્યારે જરા પણ અફસોસ કરજો મા. એક જ વાક્ય મનમાં યાદ કરી લઈને મનનું સમાધાન કરી લેજો, 'Everything is in order.' જે બન્યું જાય છે તે બરોબર જ છે.”
ટૂંકમાં બે ય ગ્રન્થોમાં પુરુષાર્થ જોવા મળે છે છતાં રામાયણના પુરુષાર્થોને સફળતા પ્રાપ્ત થાય છે, જ્યારે મહાભારતના પુરુષાર્થોને નિષ્ફળતા જ મળી છે. રામનું વનગમન, ભરતની રાજ્યઅસ્વીકૃતિ, સીતાની શીલરક્ષા વગેરે પુરુષાર્થો ખૂબ જ સફળ બન્યા. જ્યારે કૃષ્ણની ના-યુદ્ધ માટેની વિષ્ટિ, વિદુરની કૌરવકુળને બચાવી લેવાની ભાવના વગેરે પુરુષાર્થો ધરાર નિષ્ફળ ગયા.
જો કે અજૈન કરતાં જૈન મહાભારતમાં કેટલાક વિધાનોમાં નિયતિના પેંગડામાંથી પગ નીકળી જતો અને પુરુષાર્થના અશ્વ ઉપર સવાર થઈને, તેને એડી મારીને પૂરપાટ દોડાવી દેતો માનવ જોવા મળે છે ખરો. અને તેથી જ નિયતિ કરતાં ક્યારેક પુરુષાર્થ પણ ચડી જાય છે તે મહાસત્ય પ્રકાશિત થતાં જૈન મહાભારત વારંવાર વાચકના હૃદયમાં ઉત્સાહ અને આશાના સંચારની ઝલક પેદા કરી જાય છે ખરું.
દર્પ અને કંદર્પની ભયાનકતાનું દર્શન જ્યારે રામાયણની કથા ભરદરિયે આવે છે ત્યારે ત્યાં ‘કન્દર્પ’ (કામ) નાચતો જોવા મળે છે. એ કન્દર્પ રાવણને વળગે છે અને રાવણ કેટલી હદે પાયમાલ થાય છે ? તે વાત જોવા મળે છે. રાવણ ઠેઠ સુધી આ કંદર્પના સકંજામાંથી નીકળી શક્યો નથી. કંદર્પ તેનો જાન લઈને જ રહે છે.
આ ઉપ૨થી જાણે કે કંદર્પ જગતને બોધ દઈ રહ્યો છે કે, “મારા પડછાયામાં પણ કોઈ આવજો મા ! નહિ તો તેના રાવણ જેવા હાલહવાલ કરી નાંખીશ.”
મહાભારતની કથામાં કંદર્પનું ખાસ કોઈ તોફાન જોવા મળતું નથી. પણ કંદર્પને ય ક્યારેક ટપી જાય તેવું દર્પનું ભયાનક તોફાન મહાભારતની કથા તેના ભરદરિયે જ્યારે આવે છે ત્યારે જોવા મળે
છે.
દર્પ (અભિમાન) જાહે૨માં પણ કરી શકાતી પ્રકૃતિ હોવાથી- ખાનગીમાં જ સેવી શકાય તેવાકન્દર્પ (કામ)થી અતિ વધુ ખતરનાક બની જાય છે. એનો નાશ ખૂબ જ મુશ્કેલ બની રહે છે. અચ્છા અચ્છા કહેવાતા ધર્મીઓને પણ દર્પ વધુ સતાવતો હોય છે.
આથી જ એક કવિએ કહ્યું છે કે, “અહં રે અહં તું જાને મરી, પછી બાકી રહે તે હિર.” પરમાત્મા સાથે વાતો કરવા માટેનો નંબર એ ‘હીરો’ (પોતાના પૂર્ણત્વનું અભિમાન) નંબર નથી, પણ ‘ઝીરો’ નંબર છે.
અન્યત્ર કહ્યું છે કે ‘અહં’ એ મોતનું બીજું નામ છે.
સાચે જ અભિમાની માણસ એના અભિમાનથી રોજ અનેક વાર મરતો જોવા મળે છે. દુર્યોધન જીવતાં તો આ રીતે અનેક વાર મર્યો પણ મરતાં ય કારમા અભિમાન સાથે અને કરુણ કલ્પાન્ત સાથે
જૈન મહાભારત ભાગ-૧