________________
રાખવામાં આવતા હતા. રાજા, રાણી વગેરે તે ઘરમાં જઈને જ ક્રોધને પ્રગટ કરીને ખાલી કરતા. બે ય દ્વારા પૂર્ણ થતું દિનચક્ર જો આપણે ચોવીસ કલાકના દિવસના બે ભાગ પાડીએ : રાતે બાર વાગ્યાથી સવારે બાર વાગતાં સુધીનો એક ભાગ અને સવારે બાર વાગ્યાથી રાતે બાર વાગતાં સુધીનો બીજો ભાગ : તો રાતે બારના અંધકારથી શરૂ થઈને સવારે બારના પ્રકાશમય દિવસમાં વિરામ પામતા ભાગ સાથે રામાયણની કથાને સરખાવી શકાય, કેમકે આ કથામાં કૈકેયીની વરદાન-યાચના, દશરથને ત્રાસ, રામનો વનવાસ વગેરે ચિત્તને ખૂબ જ ઉદ્વિગ્ન કરી મૂકે તેવી બાબતોથી ખરેખરી કથા શરૂ થાય છે, પણ આગળ વધતાં વધતાં છેલ્લે તો રામરાજ્યની અદ્ભુત સ્થાપના થાય છે. આથી વાચકના મનમાં આનંદ વ્યાપી જાય છે.
જ્યારે મહાભારતની કથામાં આ કાળનું સંપૂર્ણ શીર્ષાસન થઈ જાય છે. અહીં પ્રેમથી રમતા, ભેટતા સો કૌરવો અને પાંચ પાંડવોથી ખરેખરી કથાનો આરંભ થાય છે જેને વાંચતાં વાચકના મનમાં પ્રસન્નતાના ઓઘ ઊછળવા લાગે છે, પણ જેમ જેમ કથા આગળ વધે છે તેમ તેમ આનંદ ઓસરતો જઈને ઉદ્વેગ વધતો જાય છે.
છેલ્લે યુદ્ધમાં લાખો માનવોનો સંહાર, બે ય પક્ષના થઈને ઊગરી ગયેલા માત્ર સાત આત્માઓ વગેરે બાબતો ઉદ્વેગની પરાકાષ્ટા લાવી મૂકે છે. આથી મહાભારતની કથાનો અંત એટલે રાતના બાર વાગ્યાના ડંકા !
રામાયણનો અન્ત સુખદ છે. મહાભારતનો અન્ન અતિ કરુણ છે.
પુરુષાર્થ અને પ્રારબ્ધના પ્રેરક રામાયણની કથા આપણને પુરુષાર્થી બનવાની પ્રેરણા કરે છે. રામચન્દ્રજીએ સીતાજીને રાવણ પાસેથી પાછા મેળવવા માટે પુરુષાર્થનો કેવો જંગ ખેલ્યો હતો ! અને તેમાં કેવી નેત્રદીપક સફળતા હાંસલ કરી હતી !
જ્યારે મહાભારતની કથા કહે છે કે પ્રારબ્ધ (નિયતિ) જ બળવાન છે. ગમે તેટલો પુરુષાર્થ કરો પણ જો તમારી નિયતિ તેથી વિપરીત હશે તો તમે અગમ્ય રીતે પણ પ્રતિકૂળ પરિસ્થિતિ તરફ ઢસડાતા જ જશો. તેમાંથી તમે કોઈ છૂટી શકશો નહિ. ના, શ્રીકૃષ્ણ પણ છૂટી શકે નહિ, બુદ્ધ પણ છૂટી શકે નહિ, પરમાત્મા મહાવીર પણ છૂટી શકે નહિ. તે ત્રણેયની ઉપસ્થિતિમાં જ ઘોર સંહારો ક્યાં નથી થયા !
જાણે કે, ‘કર્મથી વિરુદ્ધ કશું જ થઈ શકતું નથી' તે પાઠ શીખવવા માટે જ મહાભારતની કથાવસ્તુ છે.
આથી જ મહાભારતના લગભગ બધા પાત્રો પ્રચંડ પુરુષાર્થ કરવા છતાં પોતાને ન ગમતી ક્ષિતિજો તરફ અનિચ્છાએ ઢસડાતાં હોય તેવું ચિત્ર વાંચતી વખતે સતત નજર સામે રહ્યા કરે છે. બધા ‘મન’ તરફડતાં હોય, લાચારી અનુભવતાં હોય તેવું દેખાય છે.
‘હે માનવ ! તારા બધા જ યત્નો નિષ્ફળ જવાના છે, કેમકે તારા કર્મો જ બળવાન છે. તે કરે તે જ થાય !' આવો કોઈ બોધ ઠસાવવાનું કાર્ય મહાભારતની કથા સતત કરતી રહે છે. મનુષ્યના તમામ પુરુષાર્થો નિયતિના વંટોળમાં ઊડી જતા અહીં દેખાડાયા છે.
ગ્રામયન્ સર્વભૂતાનિ યંત્રાનિ માયયા જાણે કે માયા (કર્મ) વડે યંત્ર (ચાક) ઉ૫ર ચડાવ્યા હોય તેમ સઘળા ય જીવો (ઘડા) ચક્કર ચક્કર ભમી રહ્યા છે-આ છે મહાભારતની કથાનું
જૈન મહાભારત ભાગ-૧
"