________________
કે મોં ખોલીને બોધ વહાવી શકતો.
આવી ચુસ્ત વ્યવસ્થાના કારણે કોઈ પણ આત્મા પોતાનું મનઃકલ્પિત કશુંય એક અક્ષર પણ ઉમેરી શકતો નહિ. એટલી પણ ભૂલ ઘણા મોટા કર્મબંધનો કરનારી અને ઘણા લાંબા કાળ સુધી જીવાત્માને દુર્ગતિઓમાં ભમાવનારી બની જવાના ખ્યાલથી પણ તે ભવભીરુ આત્માઓ ધ્રુજી ઊઠતા.
આથી જ પ્રાચીન જૈન શાસ્ત્રો, જૈન કથાઓ વગેરે કોઈ પણ જાતના પ્રક્ષિપ્ત પાઠોવાળા, મનઘડંત કલ્પનાઓવાળા, અવાસ્તવિક નિરૂપણવાળા જોવા મળતાં નથી !
આના કરતાં સાવ ઊલટી સ્થિતિ કેટલાક અજૈન ગ્રન્થોની છે, જેમાં અજૈન મહાભારત પણ બાકાત રહી શક્યું નથી.
એવી કોઈ પણ ‘વિસંગતિ આ જૈન મહાભારત (પાંડવ-ચરિત્ર)માં ક્યાંય જોવા નહિ મળે. આથી જ જૈન મહાભારતનું શ્રવણ અત્યંત રુચિકર, હૃદયંગમ, વાસ્તવિક અને પ્રેરણાત્મક બની જાય
નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજાની પાટ પરંપરામાં થયેલા જૈનાચાર્ય શ્રી દેવપ્રભસૂરિજી મહારાજાએ નરચન્દ્રસૂરિજી નામના ગુરુદેવની પ્રેરણા અને કૃપાનું બળ પામીને જ્ઞાતાધર્મકથા નામનો આગમગ્રન્થ તથા કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલો ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર નામનો ગ્રન્થ (આઠમો સર્ગ) સારી રીતે જોઈને આ પાંડવચરિત્ર લખ્યું છે. વિક્રમ સંવત ૧૨૭૦ની સાલમાં આ ગ્રન્થ રચ્યો છે. આ ગ્રન્થકારે મૃગાવતી ચરિત્ર તથા
નર્ધરાઘવ નામના કાવ્યો પણ લખ્યા છે. જ્ઞાતાધર્મકથા એ જૈન-વાડમયના વર્તમાનકાલીન અગિયાર અંગોમાંનું છઠ્ઠા નંબરનું અંગ-સૂત્ર છે. તેનું મૂળ ગણધર ભગવંતો છે. તેમના જ્ઞાનનું મૂળ પરમાત્મા મહાવીરદેવ છે.
પ્રભુ મહાવીરદેવ ત્રિકાળજ્ઞાની હતા, રાગ અને દ્વેષથી સર્વથા પર હતા. એમનાથી કોઈ પણ સંયોગમાં જૂઠું બોલાઈ જવાની લેશ પણ શક્યતા નથી.
રાગથી, દ્વેષથી કે અજ્ઞાનથી જૂઠું બોલાય છે. જેમનામાં તે ત્રણેય જડમૂળથી નાબૂદ થઈ ગયા છે તેમના વડે એક અક્ષર પણ “ખોટો' બોલાઈ જવાની સંભાવના જ નથી. એટલે જ્યારે ‘પાંડવ મહાકાવ્યની ગંગોત્રીનું મૂળ હિમાલય જેવા પ્રભુ મહાવીરદેવ છે એટલે જ આ મહાકાવ્ય સાંગોપાંગ યથાર્થ છે, વિસંગતિના કલંકથી સર્વથા મુક્ત છે. જૈનાચાર્યોની તીવ્ર ભવભીરુતા અને ઉસૂત્રભીરુતાને લીધે ‘પ્રક્ષિપ્ત’ વિચારોથી સર્વથા મુક્ત છે. વંદન તે જૈનાચાર્ય, પ્રસ્તુત પાંડવ-ચરિત્રના લેખક, દેવપ્રભસૂરિજી મહારાજાને.
અજૈન-મહાભારત લેખક : વ્યાસમુનિ પ્રસંગથી અજૈન મહાભારતના કર્તા વ્યાસ અંગે થોડુંક જાણી લઈએ. કહેવાય છે કે તેઓ પરાશરના પુત્ર હતા. તેમણે ચાર વેદોને ક્રમબદ્ધ કરીને તેનું સંકલન કર્યું હતું. ગણેશની સહાયથી વ્યાસમુનિએ “મહાભારત કથા તૈયાર કરી હતી. તેમના મુખ્ય શિષ્ય વૈશમ્પાયન દ્વારા આ કથા માનવજાતમાં પ્રસારિત થઈ છે. સૌ પ્રથમ આ કથા વૈશમ્પાયન ઋષિએ મહારાજા પરીક્ષિતના પુત્ર જનમેજયને સંભળાવી હતી. આ સમયે પૌરાણિક શ્રીસૂત ત્યાં ઉપસ્થિત હતા. તેઓ આ કથા સાંભળીને ખૂબ પ્રભાવિત થયા. તેમણે તે કથા નૈમિષારણ્યમાં ઋષિ-સભા સમક્ષ સંભળાવી. વસ્તુતઃ સમગ્ર મહાભારતના રચયિતા એકલા વ્યાસ નથી પરંતુ વ્યાસે “જય' લખ્યું, તો વૈશમ્પાયને “ભારત'
જૈન મહાભારત ભાગ-૧