________________
ચડાવ્યો. એ જોઈને બાજુમાં બેઠેલા રાજાને પોતાનું અપમાન જણાયું. તેણે મ્યાનમાંથી તલવાર ખેંચી નાંખી. બે ય લડવા માટે ઊભા થઈ ગયા.
પૃથ્વીરાજે બે ય ને શાન્ત પાડ્યા. • કોઈ પતિ દ્વારા પત્નીને ક્રૂરતાથી ઢિબાતી જોઈને મદાલસાને સંસાર ઉપર વૈરાગ્ય થઈ ગયો.
આવા પ્રસંગોમાં કોઈ સંગઠનની પ્રેરણા આપે છે તો કોઈ સંસારની અસારતાની પ્રેરણા આપે છે. “હું આવી નાનકડી વાતમાં તો ઉશ્કેરાઈ નહિ જ જાઉં.” “મારી પત્ની ઉપર તો હાથ નહિ જ ઉગામે.” વગેરે નિષેધાત્મક પ્રેરણાઓ આવા પ્રસંગોમાંથી મળે છે.
ટૂંકમાં, કથાઓ અને પ્રસંગો શ્રોતાઓને કે વાચકોને જીવન-પરિવર્તનની જબ્બર પ્રેરણા પૂરી પાડતાં દેવીસ્તોત્રો બની જાય છે.
દૃષ્ટાન્ત : વીજળીનો તાર સિદ્ધાન્ત ક્યારેક આકાશેથી પડતી વીજળી જેવો ભારેખમ હોય છે. એને કોઈ તારમાં ઝીલી લેવાય તો જ તે હળવો ફૂલ બની જાય અને તે ધરતી ઉપર પ્રકાશ પાડીને ઉપયોગી બની જાય.
દૃષ્ટાન્ત એ સિદ્ધાન્તની વીજળીને ઝીલી લેતો તાર છે. એના દ્વારા સિદ્ધાન્તનું હાર્દ પ્રકાશી ઊઠે છે. શ્રોતાના જીવનમાં તે પહોંચી જઈને જીવનની ધરતીને પ્રકાશમય બનાવે છે. - રામાયણ, મહાભારત, શ્રીપાળચરિત્ર વગેરે એવી ધર્મકથાઓ છે જેણે લાખો માનવોને જબરદસ્ત પ્રેરણા પૂરી પાડી છે. આ ગ્રન્થોમાં હજારો સિદ્ધાન્તો વણાયેલા છે.
વર્તમાનકાલીન જીવોમાં વિશેષતઃ બુદ્ધિનો, શક્તિનો, સમજણનો હ્રાસ જોવા મળે છે. આ સ્થિતિમાં ધર્મસિદ્ધાન્તોને દષ્ટાન્તો દ્વારા સમજાવવાનું કાર્ય સરળ જણાય છે. ભાવુક આત્માઓ આ કથાઓને ખૂબ રસથી સાંભળે છે પણ તેમને ય ખબર ન પડે તે રીતે નીરસ જણાતા ધર્મસિદ્ધાન્તો મગજમાં સોંસરા ઊતરી જાય છે.
મોક્ષલક્ષી સાચા વક્તાઓ મનોરંજન માટે કે માત્ર સમય પસાર કરવા માટે જ કથાઓ કરતા હોતા નથી. તેની પાછળનો તેમનો એક ઉદ્દેશ નિશ્ચિત હોય છે કે શ્રોતાઓના જીવનનું પરિવર્તન કરવું. તે પરિવર્તન પણ મોક્ષભાવની પ્રાપ્તિ કરાવીને જ જંપે એટલી હદે કરવું.
“મહાભારત' એ ધર્મકથાનો ગ્રંથ છે. અજૈન લેખકોએ મહાભારતને અજૈન દૃષ્ટિએ લખ્યું છે, જ્યારે જૈન લેખકોએ મહાભારતને જૈન દષ્ટિએ નિરૂપ્યું છે. બેશક, જૈન લેખકો પાંડવોને જૈન ધર્મના ચુસ્ત અનુયાયી તરીકે જણાવે છે અને તેથી જ તેમનું સમગ્ર જીવનચરિત્ર જૈન સિદ્ધાંતોને અનુલક્ષીને આલેખાયું છે. જૈન-મહાભારતને અનુલક્ષીને પ્રવચન-માળા યોજી છે.
જૈન મહાભારત ભાગ-૧