________________
-પ્રવચન
ચાર અનુયોગ જૈન શાસ્ત્રકારોએ તમામ શાસ્ત્રગ્રન્થોને ચાર વિભાગમાં વહેંચ્યા
છે, જેને ચાર અનુયોગ કહેવામાં આવે છે. અનુયોગ એટલે વ્યાખ્યાન. તેમના નામો આ પ્રમાણે છે : (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણકરણાનુયોગ (૪) ધર્મકથાનુયોગ.
સ્થલ દષ્ટિએ જીવ અને જડના બનેલા આ અનાદિકાલીન જગતમાં તેમના પેટાભેદો વિચારતાં કુલ છ દ્રવ્યો છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ. - આ છ દ્રવ્યોના સંબંધમાં જે કાંઈ વ્યાખ્યાનો છે તે બધાયને દ્રવ્યાનુયોગ તરીકે ગણવામાં આવ્યા
સૂર્ય, ચન્દ્ર, પૃથ્વી, જીવાત્માઓ, પુગલો વગેરે સંબંધિત જે ગણિત વિચારાયું છે, તે અંગેના તમામ નિરૂપણોને ગણિતાનુયોગ તરીકે ગણવામાં આવે છે.
એકાંતિક અને આત્મત્તિક સુખનો અનુભવ કરાવતી, આત્માના પરમાત્મભાવ સ્વરૂપ મોક્ષભાવને પમાડતી મુનિજીવન અંગેની જે ચરણસિત્તરી અને કરણસિત્તરી (૭૦+૭૦=૧૪૦ ચારિત્ર્યજીવન અંગેની બાબતો) છે તેના નિરૂપક ગ્રન્થોને ચરણકરણાનુયોગ તરીકે ગણવામાં આવ્યા
બાળજીવોને ધર્મશાસ્ત્રોના સિદ્ધાતો ઝટ સમજાઈ જતાં નથી. તેના માટે દૃષ્ટાન્તો (કથાઓ)નું માધ્યમ લેવું જ રહ્યું. આવી અનેક ધર્મકથાઓના નિરૂપક ધર્મગ્રન્થોને ધર્મકથાનુયોગ તરીકે ગણવામાં આવ્યા છે.
ધર્મકથાનુયોગ : વિસામો ધર્મશાસ્ત્રોના ભારેખમ પદાર્થોને સમજાવતી વખતે શ્રોતાઓનું મગજ થાકી ન જાય અને તે પદાર્થોને સરળતાથી સમજી શકે તે માટે વ્યાખ્યાનકાર વચ્ચે વચ્ચે ધર્મકથા રજૂ કરતા હોય છે. આનાથી પદાર્થ સરળતાથી સમજાય છે અને મનને કાંઈક વિસામો પણ મળી જાય છે. વિષયની ફેરબદલી મનને ખૂબ આરામ આપી શકે છે, પછી આરામ લેવા માટે જરૂર પડતી નથી.
હવામાં ગોળીબાર વળી કેટલીક વાતો શ્રોતાઓને ઉદ્દેશીને-સીધી-કહેવામાં આવે તો ક્યારેક તેમને તે વાત વધુ પડતી ભારે અથવા તો પોતાના ઉપર સીધા હુમલા કરતી જણાય છે. આવું બને તો સાચી પણ વાત એની અસરકારકતા ખોઈ બેસે.
આવા સમયે એ વાતને કોઈના દૃષ્ટાન્ત દ્વારા મૂકવી જોઈએ. દા.ત. “દરેક પુત્રે પોતાના વડીલોની સેવા કરવી જોઈએ. જે પુત્રો વડીલોને ત્રાસ આપે છે તે કુપુત્રો છે.” આ વાત સીધેસીધી સાંભળવા માટે કુપુત્ર શ્રોતા તૈયાર હોતો નથી એટલે તેને “કુણિક નામના કુપુત્રની કથા સંભળાવવી જરૂરી છે. તેના દ્વારા તેને સમજાય કે પિતા ઉપર ત્રાસ ગુજારવો એ કેટલું અનુચિત છે !
ધર્મકથા દ્વારા કોઈ વાત જણાવી દેવાની આ રીત વક્તાને ખૂબ જ અનુકૂળ પડે છે. વળી તે
જૈન મહાભારત ભાગ-૧