________________
' જૈન દ્રષ્ટિએ મહાભારતનો સમય
કાળગણના જૈન દષ્ટિએ બાર આરાનું એક ચક્ર બને છે. તેને કાળચક્ર કહેવામાં
આવ્યું છે. આ ચક્રના અડધા ભાગને ઉત્સર્પિણી કાળ અને બીજા અડધા ભાગને અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. દરેકના છ-છ આરા હોય છે. દરેક ઉત્સર્પિણીનો કે અવસર્પિણીનો કાળ એટલે અસંખ્ય વર્ષ (દશ કોટાકોટિ સાગરોપમ). આ દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં વિશ્વમાત્રનું કલ્યાણ કરવાની અમોઘ શક્તિ ધરાવતા ૨૪-૨૪ તીર્થંકરો થયા કરે છે. અનાદિકાળથી આ રીતે ૨૪-૨૪ તીર્થકરો થતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ અનંત કાળમાં થયા જ કરશે.
અત્યારે અવસર્પિણી કાળ ચાલે છે. તેમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે. તેમાંના છેલ્લા ચોવીસમા તીર્થંકરપ્રભુ મહાવીરસ્વામીજી થયા. પરંતુ તેમની પૂર્વે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ થયા. બોતેર વર્ષનું આયુ ધરાવતા પરમાત્મા મહાવીરદેવ આજથી ૨૫૦૬ વર્ષ પૂર્વે નિર્વાણ પામ્યા છે. તેમની પૂર્વે ત્રેવીસમા પ્રભુ પાર્શ્વનાથ થયા. તેઓનું આયુષ્ય એકસો વર્ષનું હતું. તેમના નિર્વાણ અને પ્રભુ મહાવીરદેવના નિર્વાણ વચ્ચે અઢીસો વર્ષનું અંતર હતું.
પ્રભુ પાર્શ્વનાથની પૂર્વે પરમાત્મા નેમિનાથ થયા. તેમનું આયુષ્ય એક હજાર વર્ષનું હતું. તેમના નિર્વાણ અને પ્રભુ પાર્શ્વનાથના નિર્વાણની વચ્ચે ચોર્યાસી હજાર વર્ષનું અંતર હતું. આજથી –
આમ ૨૫૦૬ + ૨૫૦ + ૮૪000 = ૮૬૭૫૬ વર્ષ પૂર્વે પ્રભુ નેમિનાથનું નિર્વાણ થયું છે એમ કહેવાય.
આ પ્રભુ નેમિનાથનો જીવનકાળ અને શ્રીકૃષ્ણ, પાંડવો અને કૌરવો વગેરેનો જીવનકાળ એ સમકાળ છે. એટલે એમ કહી શકાય કે જૈન દષ્ટિએ મહાભારતની કથા સત્યાસી હજાર વર્ષ પૂર્વેની કથા છે.
અજૈન દષ્ટિએ-પુરાણકારોના મતે દ્વાપર યુગમાં મહાભારતની ઘટના બની છે. પાંડવોએ કૌરવો ઉપર વિજય મેળવીને જે પોતાનો રાજયકાળ શરૂ કર્યો તે વખતે કલિયુગનો આરંભ થઈ ગયો હતો એમ કહેવાય છે. પણ ઐતિહાસિકોની અજૈન દૃષ્ટિએ મહાભારત-કથાનો કાળ તો ઈ.સ. પૂર્વે એક હજાર વર્ષ (આજથી ત્રણ હજાર વર્ષો અગાઉ થયો કહેવામાં આવે છે.
લેખક-પરિચય આપણે જે “જૈન મહાભારતનું નિરૂપણ કરવું છે તે ગ્રન્થનું નામ પાંડવ-ચરિત્ર છે. તેના લેખક માલધારી શ્રીદેવપ્રભસૂરિજી નામના જૈનાચાર્ય છે. તેઓની ગુરુપરંપરા એટલી બધી આત્મકલ્યાણનિષ્ઠ હતી કે તે પરંપરાના મુનિઓ શરીર અને વસ્ત્રોની બાબતમાં ભારે નિઃસ્પૃહ હતા. વસ્ત્રો ખૂબ મેલાં થઈ જાય તો ય તેના પ્રત્યે ઉદાસીન રહેતા હોવાથી લોકોએ તેમને “માલધારી વિશેષણથી બિરદાવ્યા હતા. આ લેખક જૈનાચાર્ય પણ આત્મકલ્યાણમાં જ એકાકાર બનેલી એ ગુરુપરંપરામાં થયા હતા માટે તેમને “મલધારી” કહેવામાં આવ્યા છે.
જૈન ધર્મની એક બહુ મોટી વિશેષતા હતી કે જે તે આત્મા ગ્રન્થલેખન કે વ્યાખ્યાન કરી શકતો નહિ. જેણે ગુરુપરંપરાથી અધ્યયન કર્યું હોય, જેનું જીવન મૂઠી ઊંચેરી અનાસક્તિથી છાઈ ગયું હોય, જેને સુયોગ્ય ગુરુએ ગ્રન્થલેખનાદિ માટે “સુયોગ્ય જાહેર કર્યો હોય તે જ આત્મા કલમ ઉપાડી શકતો
જૈન મહાભારત ભાગ-૧