________________
જૈન દર્શનનું પ્રદાન
ભારતીય દર્શનના ઈતિહાસમાં જૈન દર્શનનું પોતાનું આગવું અનોખું પ્રદાન છે. દર્શન શબ્દનો પ્રયોગ “ફિલૉસફિના અર્થમાં ક્યારથી થવા લાગ્યો એનો નિર્ણય કરવો કઠિન છે, તેમ છતાં આ શબ્દના આ અર્થની પ્રાચીનતાને અંગે સંદેહ થઈ શકતો નથી. તે તે દર્શનોને માટે દર્શન શબ્દનો પ્રયોગ મૂળમાં આ અર્થમાં થયો હશે કે – કોઈ પણ ઇન્દ્રિયાતીત તત્ત્વના પરીક્ષણમાં તે તે વ્યક્તિની સ્વાભાવિક રુચિ, પરિસ્થિતિ અને અધિકારિતાના ભેદથી જે તાત્ત્વિક દષ્ટિભેદ ઊભો થાય છે તેને દર્શન શબ્દથી વ્યક્ત કરવામાં આવે. આવી હાલતમાં એ સ્પષ્ટ જ છે કે કોઈ પણ તત્ત્વના વિષયમાં કોઈ પણ તાત્ત્વિક દષ્ટિ ઐકાન્તિક હોઈ શકે નહિ. પ્રત્યેક તત્ત્વમાં અનેકરૂપતા સ્વભાવતઃ હોવી જોઈએ અને કોઈ પણ દષ્ટિ તે બધાં રૂપોનું એક સાથે તાત્ત્વિક પ્રતિપાદન કરી શકતી નથી. આ સિદ્ધાન્તને જૈન દર્શનની પરિભાષામાં “અનેકાન્ત દર્શન' કહેવામાં આવેલ છે. જૈન દર્શનનો તો આ સિદ્ધાન્ત આધારસ્તંભ છે જ, પરંતુ વાસ્તવમાં પ્રત્યેક દાર્શનિક વિચારધારા માટે પણ તે આવશ્યક મનાવો જોઈએ.
બૌદ્ધિક સ્તરે આ સિદ્ધાન્તને સ્વીકારી લેવાથી મનુષ્યના નૈતિક અને લૌકિક વ્યવહારમાં એક મહત્ત્વનું પરિવર્તન આવી જાય છે. ચારિત્ર્ય જ માનવના જીવનનો સાર છે. ચારિત્ર્ય માટે મૌલિક આવશ્યકતા એ વાતની છે કે મનુષ્ય એક તરફ તો પોતાને અભિમાનથી અલગ યા પૃથફ રાખે, સાથે સાથે જ હીન ભાવનાથી પણ પોતાને બચાવે. સ્પષ્ટતઃ આ માર્ગ અત્યન્ત કઠિન છે. વાસ્તવિક અર્થોમાં જે પોતાના સ્વરૂપને સમજે છે, બીજા શબ્દોમાં આત્મસમ્માન કરે છે, અને સાથે સાથે જ બીજાના વ્યક્તિત્વને પણ એટલું જ સમ્માન દે છે, તે જ ઉપર્યુક્ત દુષ્કર માર્ગનું અનુસરણ કરી શકે છે. તેથી પૂરા નૈતિક સમુત્થાનમાં વ્યક્તિત્વનો સમાદર એક મૌલિક મહત્ત્વ ધરાવે છે. જૈન દર્શનના ઉપર્યુક્ત અનેકાન્ત દર્શનનું અત્યન્ત મહત્ત્વ આ સિદ્ધાન્તના આધાર ઉપર છે કે તેમાં વ્યક્તિત્વનું સમ્માન નિહિત છે.
૧૭.