________________
વેદોનો – વિશેષતઃ ઋગ્વદનો - કાળ અતિ પ્રાચીન છે, એમાં કોઈ શંકા નથી. ઋગ્વદનાં નાસદીય સૂક્ત જેવાં સૂક્તો અને મન્ત્રોમાં ઉત્કૃષ્ટ દાર્શનિક વિચારધારા મળે છે. જે યુગમાં પ્રકૃતિના કાર્યનિર્વાહક તે તે દેવતાઓની સ્તુતિ આદિના રૂપમાં અત્યન્ત જટિલ વૈદિક કર્મકાંડ જ આર્યજાતિનું પરમ ધ્યેય રહ્યું હતું તેવા તે ઋગ્લેદકાલીન યુગ સાથે ઉપર્યુક્ત ઉત્કૃષ્ટ દાર્શનિક વિચારધારાનો મેળ બેસાડવો ખરેખર જ કઠિન લાગે છે. એવું બની શકે કે તે દાર્શનિક વિચારધારાનો આદિ સ્રોત વૈદિકધારાથી પૃથફ યા તેનાથીય પહેલાંનો જ હોય.
બ્રહ્મસૂત્રના શાંકરભાષ્યમાં કાપિલ અર્થાત્ સાંખ્ય દર્શનને સ્પષ્ટપણે અવૈદિક કહ્યું છે. આ કથનમાંથી અમને તો એવો ધ્વનિ નીકળતો લાગે છે કે સાંખ્ય પરંપરા પ્રાગૈદિક યા વૈદિકેતર સંભવે છે. જે હો તે, ઋગ્વદ સંહિતામાં જે ઉત્કૃષ્ટ દાર્શનિક વિચાર આલેખાયેલા છે, તેમની ખુદની પરંપરા તો એથીય વધુ પ્રાચીન હોવી જ જોઈએ.
જૈન દર્શનની પૂરી દાર્શનિક દષ્ટિ વૈદિક દાર્શનિક દૃષ્ટિથી સ્વતન્ન જ નહિ ભિન્ન પણ છે, એમાં કોઈને કંઈ સંદેહ ન હોઈ શકે. અમને તો એવું લાગે છે કે ઉપર્યુક્ત દાર્શનિક ધારાને અમે ઉપર જે પ્રાગૈદિક પરંપરા સાથે જોડી છે મૂલતઃ જૈન દર્શન પણ તેના જ સ્વતન્ત્ર વિકાસની એક શાખા હોઈ શકે છે. જૈન દર્શનની પૂરી દષ્ટિ તેમ જ તેના પુદ્ગલ જેવા કેટલાક વિશિષ્ટ પારિભાષિક શબ્દો આ વાતની પુષ્ટિ કરે છે. જૈન દર્શનનું વિશેષ મહત્ત્વ
પરંતુ જૈન દર્શનનું પોતાનું વિશેષ મહત્ત્વ તો તેની પ્રાચીન પરંપરાને છોડીને બીજા મહત્ત્વના આધારો પર પણ છે. કોઈ પણ તાત્વિક વિમર્શનું વિશેષતઃ દાર્શનિક વિચારનું મહત્ત્વ એ વાતમાં હોવું જોઈએ કે તે પ્રકૃત વાસ્તવિક સમસ્યાઓ પર વસ્તુતઃ પોતાની દષ્ટિએ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના વિચાર કરે. ભારતીય અન્ય દર્શનોમાં શબ્દપ્રમાણનું જે પ્રાધાન્ય છે તે એક રીતે તો તેમના મહત્ત્વને કંઈક ઓછું જ કરે છે. એવું ૧. ન તથા કૃતિવિરુદ્ધ પિત્ત માં શ્રદ્ધાનું વચમ્ / બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય, ૨.૧.૧