________________
અને નિષ્ઠાએ અમને ટ્રસ્ટ માટે જૈન સાહિત્યના વિવિધ ક્ષેત્રના તેર જેટલા અત્યન્ત મહત્ત્વ ધરાવતા દળદાર ગ્રન્થો તૈયાર કરવા બળ આપ્યું છે. પ્રસ્તુત ગ્રન્થની પ્રકાશન વેળાએ ગ્રન્થમાળાના સંપાદકો સાથેની એક સુદઢ કડીરૂપ તેમને એક સજ્જન શ્રુતભક્ત સુશ્રાવક તરીકે અમે યાદ કરીએ છીએ.
ભારતીય તત્ત્વજ્ઞાનના અને વિશેષતઃ જૈન તત્ત્વજ્ઞાનના ગુજરાતીભાષી વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓને પ્રસ્તુત અનુવાદગ્રન્થના અધ્યયનથી ભારતીય તત્ત્વજ્ઞાનની અનેક સમસ્યાઓનું જૈન તત્ત્વજ્ઞાને કરેલું સમાધાન જ્ઞાત થશે અને વિશેષ જ્ઞાનલાભ થશે એવી આશા રાખું છું.
નગીન જી. શાહ
૨૩, વાલકેશ્વર સોસાયટી માણેકબાગ હોલ પાસે, આંબાવાડી, અમદાવાદ- ૩૮૦૦૧૫. ૧, જાન્યુઆરી, ૨૦૧૨.