________________
જણાય છે કે તે દર્શનોમાં વિચારધારાની ધૂળ રૂપરેખા દોરી તો શબ્દપ્રમાણ જ આપે છે અને તે તે દર્શન કેવળ તેમાં પોતપોતાના રંગો જ ભરવા ઇચ્છે છે. તેનાથી ઊલટું જૈન દર્શનમાં એવું જણાય છે કે જાણે કોઈ બિલકુલ કોરી સ્લેટ (Tabula Rasa) પર લખવાનું શરૂ કરતું હોય. વિશુદ્ધ દાર્શનિક દૃષ્ટિમાં આ વાતનું ઘણું મહત્ત્વ છે. કોઈ પણ વ્યક્તિની દાર્શનિક દષ્ટિના વિકાસ માટે એ અત્યન્ત આવશ્યક છે કે તે વ્યક્તિ સ્વતંત્ર વિચારધારાની ભિત્તિ પર પોતાના વિચારોનું નિર્માણ કરે અને પરંપરાનિર્મિત પૂર્વગ્રહોથી પોતાને બચાવવાનું સામર્થ્ય કેળવે.
ઉપર્યુક્ત દૃષ્ટિથી આ દૃષ્ટિમાં મૌલિક અન્તર છે. પૂર્વોક્ત દૃષ્ટિમાં દાર્શનિક દષ્ટિ શબ્દપ્રમાણની પાછળ પાછળ ચાલે છે, અને જૈન દૃષ્ટિમાં શબ્દપ્રમાણને દાર્શનિક દૃષ્ટિનું અનુસરણ કરવું પડે છે. જૈન દર્શન નાસ્તિક નથી
આ પ્રસંગે ભારતીય દર્શન અંગે પરંપરાથી ચાલ્યા આવતા એક મિથ્યા ભ્રમનો ઉલ્લેખ કરવો પણ અમને જરૂરી જણાય છે. કેટલાક સમયથી લોકો એવું સમજવા લાગ્યા છે કે ભારતીય દર્શનની આસ્તિક અને નાસ્તિક નામની બે શાખા છે. કહેવાતાં “વૈદિક દર્શનોને આસ્તિક દર્શન અને બૌદ્ધ અને જૈન જેવાં દર્શનોને “નાસ્તિક દર્શન' કહેવામાં આવે છે. વસ્તુતઃ આ વર્ગીકરણ નિરાધાર જ નહિ, નિતાન્ત મિથ્યા પણ છે. આસ્તિક અને નાસ્તિક શબ્દો “મતિ નતિ લિઈ મતિઃ' [પાણિનિ) ૪.૪.૬૦]. આ પાણિનિસૂત્ર અનુસાર બનેલા છે. તેમનો મૌલિક અર્થ આ જ હતો કે પરલોકના (પરલોકને આપણે બીજા શબ્દોમાં ઇન્દ્રિયાતીત તથ્ય પણ કહી શકીએ છીએ, એટલે ઇન્દ્રિયાતીત તથ્યના) અસ્તિત્વને માનનાર “આસ્તિક' અને ન માનનાર “નાસ્તિક કહેવાય છે. એ સ્પષ્ટ જ છે કે આ અર્થમાં તો જૈન અને બૌદ્ધ જેવાં દર્શનોને નાસ્તિક કહી જ ન શકાય. એનાથી ઊલટું, અમે તો એમ સમજીએ છીએ કે શબ્દપ્રમાણથી નિરપેક્ષપણે વસ્તુતત્ત્વ ઉપર વિચાર કરતા હોવાના કારણે બીજાં દર્શનોની અપેક્ષાએ તેમનું પોતાનું એક આદરણીય વૈશિસ્ત્ર જે રહ્યું છે.
- ૧૬