________________
મીમાંસા સાધાર, મૂલગામી, તુલનાત્મક અને વિચારપ્રેરક હોય છે. તે વિચારવૈશઘ અને દાર્શનિક પૃથક્કરણથી સમૃદ્ધ હોય છે. ડૉ. મહેન્દ્રકુમારે જૈન તત્ત્વજ્ઞાનના અનેક પ્રાચીન પ્રૌઢ દુહ સંસ્કૃત ગ્રન્થોનું હસ્તપ્રતો ઉપરથી સમીક્ષિત સંપાદન કર્યું છે. આ બધા ગ્રન્થોમાં અન્ય દર્શનોના મતો પૂર્વપક્ષરૂપે પ્રામાણિકપણે રજૂ કરી તેમની સમીક્ષા કરવામાં આવી છે. વિદ્વાન સંપાદકે તે તે દર્શનના મૂળ ગ્રન્થોમાંથી ઉચિત અવતરણો તુલનાત્મક ટિપ્પણોમાં આપ્યાં છે. તે સંપાદિત ગ્રન્થોની વિસ્તૃત પ્રસ્તાવનાઓ દાર્શનિક સમસ્યાઓનું તાર્કિક વિશ્લેષણ-વિવરણ કરતાં સ્વતન્ત્ર પુસ્તકોનું સ્થાન લઈ શકે તેવી છે. તેમણે સંપાદિત કરેલા જૈન તત્ત્વજ્ઞાનના વિશાલકાય અતિતાર્કિક ગ્રન્થો છે - અકલંકદેવકૃત સ્વવિવૃત્તિ સહિત લઘીયસ્રય ઉપરની પ્રભાચન્દ્રાચાર્યની ન્યાયકુમુદચન્દ્ર નામની ટીકા, અકલંકદેવવિરચિત ન્યાયવિનિશ્ચય સહિત તેની વાદિરાજસૂરિરચિત વિવરણ નામની ટીકા, માણિક્યનન્દીકૃત પરીક્ષામુખ સહિત તેના ઉપરની પ્રભાચન્દ્રાચાર્યની પ્રમેયકમલમાર્તણ્ડ નામની ટીકા, અકલંકદેવકૃત સિદ્ધિવિનિશ્ચય સહિત તેના ઉપરની અનન્તવીર્યરચિત સુવિસ્તૃત તર્કસમૃદ્ધ ટીકા. મૂળ સિદ્ધિવિનિશ્ચયકારિકાઓનો ઉદ્ધાર (restoration) ડૉ. મહેન્દ્રકુમારે અનન્તવીર્યની ટીકા ઉપરથી કર્યો છે. આ સિદ્ધિવિનિશ્ચય ગ્રન્થનો ઉલ્લેખ જૈન તત્ત્વજ્ઞાનના પ્રમુખ ગ્રન્થ તરીકે જિનદાસ પોતાની નિશીથચૂર્ણિમાં કરે છે, એટલું જ નહિ પણ પ્રખર નૈયાયિક જયન્ત ભટ્ટની ન્યાયમંજરી ઉ૫૨ દસમી શતાબ્દીમાં ન્યાયમંજરીગ્રન્થિભંગ નામની ટીકા રચનાર કાશ્મીરી પંડિત ચક્રધર પોતાની આ ટીકામાં સિદ્ધિવિનિશ્ચયમાંથી પાંચ કારિકાઓ ઉદ્ધૃત કરી તેમને પોતાના શબ્દોમાં વિસ્તારથી સમજાવે છે. આ ઉપરાંત મહેન્દ્રકુમારે ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્ર ઉપરની અકલંકદેવની રાજવાર્તિક ટીકાનું તેમ જ અકલંકદેવકૃત અકલંકગ્રન્થત્રયનું પણ સંપાદન કરેલ છે. આ અકલંકગ્રન્થત્રયનો ઉલ્લેખ દસમી શતાબ્દીના કાશ્મીરી પંડિત ભટ્ટનારાયણકંઠ પોતાની મૃગેન્દ્રતન્ત્ર ઉપરની ટીકામાં કરે છે. તેમના શબ્દો છે : સતક્રાનિનામર્દતાં ૨ મતેષુ અતંત્રિતયપ્રકૃતિપુ...। આ બધા સંપાદનો તેમણે
૧૧