________________
છુટા રસમય બનાના સંગ્રહરૂપે જ પિતાને ગ્રંથ બનાવે અને તે દ્વારા પિતાને ઉદ્દેશ પાર પાડે. અને તેથી તેઓ પૂર્વ કાળના બનાવેના મુદ્દાસરના હેવાલ કે જીવનચરિત્ર આપવા કરતાં ઉકત પ્રકારના સંગ્રહ ગ્રંથ બનાવવા તૈયાર થાય. એવા લેખકે પિતાની કૃતિઓમાં ઝપાટાબંધ કુદકા મારીને આગળ વધતા જાય છે અને ઘણી વખત ખાસ અગત્યના પ્રસંગો તદ્દન અંધારામાં રાખે છે. એની સાથે જ તેઓ જે હકીકત પૂરી પાડે છે તેમાં જે કેમ અથવા મતના તેઓ હોય છે તેની ઈરાદાપૂર્વક આળેખાયલી ભાતની અસર તેમની કૃતિ ઉપર જણાઈ આવે છે અને બીજી કેટલીક જગેએ કવિની અતિશક્તિ અથવા સર્જકશક્તિના ઉપયોગથી કૃતિને વધારે
હીજતદાર કરવાની રીત પણ ઘણી જગ્યાએ અભિવ્યક્ત થાય છે. ચરિત્ર અને પ્રબંધની ઐતિહાસિક કીંમત આંકવામાં આપણને એક બીજી પણ મુશ્કેલી પ્રાપ્ત થાય છે અને તે એ છે કે એ લેખકોએ પિતાની હકીકત કયા મૂળમાંથી લખી છે તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઘણુંખરૂં એનું મૂળ પરંપરાથી ચાલી આવતી કર્ણોપકર્ણ સાંભળેલી કથાઓ અથવા ભાટની કિંવદંતીમાં હોય છે અથવા આશ્ચર્યકારક ઘટના યા આશ્ચર્યકારી વહેમની શ્રદ્ધામાં હોય છે. મધ્યકાળમાં આ વહેમ યુરોપીય પ્રજામાં હતા તેના કરતાં વધારે ઊંડા હિંદી પ્રજામાં ઉતરી ગયા હતા એમ પણ કદાચ લાગે છે. આ કારણે ચરિત્ર અને પ્રબંધની ઐતિહાસિક કીંમત કરવામાં મુશીબત પડે છે. ઉપર જે મુદ્દાઓ કહેવામાં આવ્યા છે તેમાંના ઘણાખરાને સ્વીકાર પ્રબંધેના લેખકે કરે છે અને ને તેમ કરીને તેમની પિતાની મુખ્ય નબળી બાજુને તેઓ જાતે જ સ્વીકારી લે છે. રાજશેખર “ પ્રબંધકેશ”ની ઉપેદ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com