________________
ભોજપ્રબંધ ભાષાંતર
(૫) વેગથી દડતો તે તેજસ્વી અધઘણી પૃથ્વીનું ઉલ્લંઘન કરી ગયો.એ રીતે રાજાને કેઈમટાવનમાં તે વરાહ લઈ ગયા. તે વનમાં ભમતો રાજા ગાઢ છાયાવાળા અને અકાળે ઉત્પન્ન થયેલા ફળ, પુપ તથા પલ્લવથી સુશોભિત વૃક્ષને જોઈ મનમાં આશ્ચર્ય પામે. પછી તે વૃક્ષોની મધ્યે ભમતાં તેણે એક સુગંધી ચંપકવૃક્ષની નીચે મુજના પૂળાની વચ્ચે સૂર્યની જેવો તેજસ્વી, પુષ્પની જેવો સુકોમળ શરીરવાળે અને સર્વ અંગે અલંકૃત કરેલ તરતને જન્મેલ બાળક પલવાની પથારીમાં સૂતેલો છે. તેને હષથી ઉપાડી લઈ ગુપ્ત રીતે રાખીને પિતાના પરિવારની ભેળે થઈ ગયે; અને સમગ્ર પરિવાર સહિત સંધ્યા સમયે પોતાને ઘેર આવ્યા. ત્યાં પોતાની સાતસો રાણીઓમાં મુખ્ય પટરાણી શૃંગારસુંદરી કે જેને પ્રથમ કાંઈ પણ સંતતિ થઈ નહતી તેને તે બાળક પુત્રપણે અર્પણ કર્યો.
પ્રાત:કાળે રાજાએ પુત્રજન્મના વપન નિમિત્તે વાજીત્રના નાદ અને સર્વ કેદીઓને મુક્ત કરવાપૂર્વક પુત્રજન્મને મહત્સવ કર્યો. તે વખતે આટલા દિવસ સુધી ગૂઢગર્ભવાળી રાણુને આજ રાત્રીએ પુત્ર જ એવી વાર્તા લેકમાં પ્રસિદ્ધ થઈ” બારમે દિવસે અન્નપાનાદિકવડે સ્વજનવગનો સત્કાર કરી તે સવની સમક્ષ માતાપિતાએ મુંજના પંજમાંથી આ પુત્ર પ્રાપ્ત થયો છે એમ મનમાં વિચાર કરીને તેનું મુંજ એવું નામ પાડ્યું. તે અનુક્રમે વૃદ્ધિ પામી આઠ વર્ષને થયો એટલે તેને કળાચાર્ય પાસે કળા શીખવા મૂકો. તેવામાં બીજી પરણીને પુત્ર જન્મે. તેનું સિલ નામ પાડ્યું. તે બાલ્યાવસ્થાથી જ ઉદ્ધત અને બળવાન થયો. છેવટે શ્રીહર્ષ રાજાએ મુંજને બત્રીસ લક્ષણવાળે હેવાથી, પોતાને વલ્લભ હોવાથી તથા ગારસુંદરીના વચનથી પિતાનું રાજ્ય આપ્યું, અને સિંધુલને યૌવરાજ્ય આપ્યું. પછી તે સ્વર્ગે ગયે.
મુંજરાજાએ સિંધુલને પોતાની આજ્ઞાને લેપ કરનાર અને અન્યાયકારક જાણો તેની પાસેથી હસ્તી, અધ વિગેરે સૈન્ય ખુંચવી લઈ તેને એકલાને દેશનિકાલ કર્યો. કહ્યું છે કે-“ રાજાની આજ્ઞાને ભંગ, બ્રાહ્મણની વૃત્તિને છેદ અને સ્ત્રીની પૃથક્યા એ તેમને શત્રુ રહિત વધ કહેવાય છે.” તથા “ ન્યાયમાં પ્રવર્તતા પુરૂષને તિય પણ સહાય કરે છે, અને અન્યાય માગે ચાલનાર પુરૂષને તેને બંધુ પણ છોડી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org