________________
ભેજપ્રબંધ ભાષાંતર,
(3) મહાવત અને અસ્વાર પણ હાથી ઘોડા ઉપર બેસે છે, નટ વિટ વિગેરે લેકે પણ તાંબૂલાદિક ખાય છે, હસ્તી વિગેરે પણ ઉત્તમ ભેજન કરે છે અને ચકલાંઓ પણ મોટી હવેલીઓમાં વસે છે, તેપણ તેઓ કોઈ સ્તુતિનું પાત્ર થતા નથી. પરંતુ જે પુરૂષ દીનાદિક જનનું મનવાંછિત પૂર્ણ કરે છે, તે જ કુશળ પુરૂષ આ જગતમાં સ્તુતિ કરવા યોગ્ય છે. વળી કહ્યું છે કે –મેઘ દાતાર છે તેથી તેના મસ્તક પર વીજળીરૂપી સુવન ગાર થાય છે. વસંત ઋતુ વૃક્ષેથી ફળ પુપ આપે છે, તેથી માત્મત્ત ભ્રમરારૂપી બંદીઓ તેની સ્તુતિ કરે છે, તથા પર્વત ભયથી રક્ષણ કરે છે અને આજીવિકા આપે છે, તેથી પાણીના નિઝરરૂપી ચામવડે તેની પૂજા કરાય છે. આ રીતે અચેતન પદાર્થોને વિષે પણ વિધાતાને સત્કાર જોવામાં આવે છે, તે સચેતન દાતારોમાં કેમ ન જોવામાં આવે ?"
દાનના પાંચ પ્રકાર છે–અભયદાન ૧. સુપાત્રદાન ૨, અનુકંપાદાન ૩, ઉચિતદાન ૪ અને કીર્તિદાન પ. આમાંના પહેલા બે દાનવડે મોક્ષ મળે છે અને બાકીનાં ત્રણ દાન સાંસારિક ભેગાદિક આપનાર છે. તેમાં અભયદાન ઉપર પિતાના શરીરનું માંસ આપી યેન પક્ષીથી પારાપતના બચ્ચાંનું રક્ષણ કરનાર વજકુમારનું દષ્ટાંત છે. સુપાત્રદાન ઉપર માસક્ષપણને પારણે પોતાને ઘેર આવેલા મુનિને ઉત્કૃષ્ટ ભાવવડે ખીર વહેરાવતા સંગમ નામના વાળના બાળકનું દBત છે. તે મુનિ ખરેખર તપસ્વી હતા એમ ફુટ જણાતું હતું; કેમકે તેને જાણે ક્ષાંતિ (ક્ષમા) નો માટે ભારે લાગ્યો હોય તેમ તેઓ અત્યંત ધીમે ધીમે ચાલતા હતા, દેદીપ્યમાન અઢાર હજાર શીલાંગરૂપી રથના સહસ્ત્ર અધોના પાકની રજ લાગવાથી જાણે મલિન થયો હોય એ મલિન વેષ તેમણે ધારણ કર્યો હતો. મોહ રાજાને જીતવાની ઈચ્છાથી જાણે લોઢાનું બખ્તર પહેર્યું હોય તેવો તેમના સર્વ અંગે મેલ જણાતા હતા, અને કર્મશ્રોતેને બાંધવા માટે જાણે સાંકળ ધારણ કરી હોય તેમ તેમના આખા શરીરમાં નસો સ્પષ્ટ રીતે દેખાતી હતી.
અનુકંપાદાન ઉપર જગડુશાહનું દાંત છે. તેની ટુંકી હકીકત આ પ્રમાણે છે–એકદા ત્રણ વર્ષને દુકાળ પડ્યો. તે વખતે દાતારો પણ યાચકપણાને પામ્યા હતા. ધનિકે પણ નિધન થયાં હતાં. મનુ સુપડાના ખૂણામાં રહે તેટલા અનાજને માટે પિતાના પુત્રને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org