________________
ચાણસાર-પ્રવચન : ૪ પર
૧૪]
જુઓ તો ખરા...ભવદુઃખની છૂટવાની ને મિક્ષસુખ પામવાની કેવી મીઠી વાત સંતે કરે છે ! – તે ભવદુઃખથી ડરેલા જીવનું “આત્મ-સંબોધન” છે.
દેહથી ભિન્ન જીવ ત્રિકાળ છે, તે અત્યાર સુધી ક્યાં રહ્યો? કે સંસારમાં એટલે કે તિર્યંચ-નરક-મનુષ્ય-દેવ એ ચારગતિના ભવમાં તે રખ ને દુઃખી જ થયું. તે દુઃખનું ને સંસારભ્રમણનું કારણ શું? કઈ બીજાએ કે જડ કર્મોએ તેને નથી રખડાવે, પણ દેહ તે હું, રાગાદિ ભાવે જ હું-એવી મિથ્યાત્વબુદ્ધિથી મોહિત થવાથી જીવ સંસારમાં રખડીને દુઃખી થયો છે, સ્વર્ગમાંય ગયા, પણ આત્માને શુદ્ધસ્વરૂપને જાણ્યા વગર તેને ક્યાંય સુખ ન મળ્યું.
જગતમાં કાળને પ્રવાહ અનાદિ-અનંત છે; છો પણ અનાદિ-અનંત છે, અને ભવસમુદ્રરૂપ સંસાર પણ સામાન્યપણે અનાદિ-અનંત છે, કેમકે આ સંસાર સર્વથા ન હોય-એમ કદી બનશે નહિ; પરંતુ જે જીવો વ્યક્તિગતરૂપે આત્મધ્યાનવડે સંસારથી છૂટીને મેક્ષને પામે તેને માટે સંસાર “અનાદિ સાંત” છે, અને મેક્ષસુખ “સાદિ અનંત” છે. સંસારમાંથી જીવ મોક્ષમાં જાય, પરંતુ મેક્ષમાં ગયેલે જીવ સંસારમાં કદી પા છે ન આવે, એટલે સસાર કોઈને “સાદિ ન હોય; મેક્ષ સાદિ હોય. સંસારની આદિ નથી પણ અંત છે, મોક્ષને અંત નથી પણ આદિ છે.
આત્મવસ્તુ અનાદિ છે ને તેની પર્યાય પણ અનાદિથી થયા જ કરે છે. અનાદિથી જીવને મિથ્યાત્વાદિ અશુદ્ધપર્યાય છે, તેને લીધે દુઃખ અને સંસાર છે; પણ, અનાદિ હોવા છતાં, દૂધમાં માવો અને પાણી, તલમાં તેલ અને ખેળ, શેરડીમાં રસ અને કૂચા, –તેની જેમ આત્મામાં જ્ઞાન અને કષાય-એ બંનેને ભિન્ન જાણીને અશુદ્ધતાનો અભાવ કરી શકાય છે ને મોક્ષસુખ પામી શકાય છે.–તે કઈ રીતે થાય? તેની આ વાત છે.
શુદ્ધાત્માના ચિંતન વડે મોક્ષનો લાભ પમાય છે. જે જીવ ખરેખર ભવથી ડરીને પોતાનું હિત કરવા જાગે તેને માટે આ ભવસાગર કાંઈ “અનાદિ-અનંત’ નથી, તેને તે અનાદિ સાંત” છે; ભવનો કિનારો તેને નજીક આવી ગયે.—એવા જીવને માટે આ સંબંધન છે.
પહેલી વાત એ છે કે જીવને ચારે ગતિના દુઃખનો ડર લાગવો જોઈ એ બહારના કેઈ વિષયમાં તેને સુખ ન લાગે, રાગમાં પણ તેને સુખ ન લાગે. સ્વર્ગના ભાવમાં પણ જેને દુઃખ લાગ્યું તેને રાગ પણ દુઃખરૂપ લાગે. તેથી મેગીન્દુસ્વામી કહે છે કે હે ભવ્ય ! ચારગતિને દુખથી તું બીતે હો તે તેના કારણરૂપ પરભાવને છેડ! ને શુદ્ધાત્માનું ચિંતન કર.
પરભામાં શુભઅશુભ બધાય રાગ આવી ગયા; તેને છોડવાનું કહ્યું–તે નાસ્તિની વાત થઈ તે અસ્તિમાં શું આવ્યું ? –કે શુદ્ધાત્માનું ચિંતન કર....અંતર્મુખ થઈને પરભાવ વગરના આત્મસ્વભાવને થાવ! –એમ કરવાથી તારું સંસાર દુઃખ ટળશે ને મેક્ષસુખનો અપૂર્વ લાભ તને થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org