________________
૧૩૦ ]
[ ગસાર-પ્રવચન : ૬૫ જુઓ તે ખરા.....આવા ધર્માત્મા!...એ તે “ગૃહસ્થ છે કે “આત્મ-સ્થ”! એ પુદ્ગલમાં કે પરભાવમાં સ્થિત નથી, એ તે પરમાત્મામાં સ્થિત “આત્મસ્થ” છે.
“અરેરે, અમે તે ગૃહસ્થ..રાગમાં ફસાયેલા; આવડા મોટા આત્માનું જ્ઞાન ને અનુભવ અમને કેમ થાય?”એમ કહે છે...તે અરે કાયર ! તારી કાયરતા છેડ! ગૃહસ્થમાં પણ આત્માનું જ્ઞાન થાય છે ને પ્રભુતાના ભણકાર અંદરથી આવી જાય છે. તું પામર થઈને રાગમાં જ વસ્યો એટલે તને આત્મા ન દેખાય, ને રાગ જ દેખાય. ધર્માત્મા તો રાગ વખતેય તેનાથી ભિન્ન પરમાત્મતત્વને દેખે છે...રાગની પ્રીતિ એને ઊડી ગઈ છે....એ રાગમાં નથી ઊભા. તને ભેદજ્ઞાનના અભાવે, તે રાગમાં ઊભેલા દેખાય છે, પણ એના અતીન્દ્રિય–આનંદમય ભાવોને તું દેખતે નથી; તારી દૃષ્ટિ આંધળી છે.–જે......! આગમમાં ગૃહસ્થને મોક્ષમાર્ગ કહ્યો છે કે નહીં ? (...હા, રત્નકરંડશ્રાવકાચાર શ્લેક ૩૩ માં કહ્યો છે...)-તે શું તેને રાગમાં વસીને તે મેક્ષમાગ થાય છે?—કે આત્મામાં વસીને? ધમગૃહસ્થને પણ સમ્યગ્દર્શન વડે આત્મામાં વાસ છે, ને તેથી જ તેને મોક્ષમાર્ગ છે. અરે, ધમી–ગૃહસ્થ અંદરમાં કયાં બેઠા છે. તેની જગતને ઓળખાણ નથી; ઓળખાણ કરે તે અપૂર્વ લાભ થાય.
IT
U
આ છે
?
/
નાગીes.ra
भक्ति नाका
आलम्बनं भवजले पततां जनानाम:
શ્રાવક અને શ્રમણ બંને શુદ્ધરત્નત્રયની ભક્તિ એટલે કે ઉપાસના કરે છે, તે જ નિવાણુની ભક્તિ છે અને તે જ મેક્ષને પંથ છે- એમ કુંદકુંદપ્રભુએ નિયમસાર સૂત્ર ૧૩૪ માં કહ્યું છે. જેનું ચિત્ત ચૈતન્યમાં લાગેલું છે તે જીવ નિરંતર ભક્ત છે એટલે મેક્ષને ઉપાસક છે. આત્માના રસ આડે એને બીજે ક્યાંય સૂઝ પડતી નથી—ચેન પડતું નથી. રસ આવતું નથી. જેમ મૂઢ-અજ્ઞાનીને સંસારમાં વેપાર-ધંધાની કે વિષયની ધૂન આડે ધર્મની સૂઝ પડતી નથી, તેમ વિવેકી-જ્ઞાનીને મોક્ષમાર્ગમાં ચૈતન્યસ્વભાવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org