________________
આત્મસંબંધન ] પણ મેં તેને ન જાણી, તેથી ત્રણલેકના વૈભવના પ્રલયના હેતુભૂત દુષ્કર્મની પ્રભુત્વશક્તિથી હું અત્યાર સુધી સંસારમાં માર્યા ગયે. -પરંતુ હવે, મારી નિજગુણસંપદા સ્વાનુભૂતિ વડે જાણીને હું જ છું, તેથી મારા આત્માની મહાન અચિંત્ય પ્રભુત્વશક્તિવડે હું કર્મોની શક્તિને હણીને મારા સિદ્ધપદને સાધીશ...મેક્ષપુરીમાં જઈશ.”
જુઓ, આ એક્ષપુરીનો માર્ગ ! અનંતા તીર્થકરે આ ધોધમાર માર્ગ ચલાવી ગયા છે....અત્યારે પણ તે માર્ગ ચાલી રહ્યો છે. ધર્મધૂરધર–ધેરી વીસ તીર્થકરો ધર્મચક્રીપણે વિદેહમાં વિચરી રહ્યા છે...ને આવો મોક્ષમાર્ગ પ્રકાશી રહ્યા છે. ત્યાં પણ આ માર્ગ મેઘો છે...ભગવાન સાક્ષાત્ બિરાજે છે, પણ તેઓ શું કરે !–ત્યાં પણ મિથ્યાદષ્ટિ જીના ઢગલા છે ને આત્માનો અનુભવ કરનાર સમ્યગ્દષ્ટિ જો બહુ થોડા છે. ત્યાં તીવ્ર પાપ કરીને સાતમી નરકે જનારા છે પણ છે ને કેવળજ્ઞાન લઈને મેક્ષે જનારા જીવો પણ ત્યાં છે. અહીં નથી સાતમી નરકે જનારા...કે નથી કેવળજ્ઞાન લેનારા....! પણ આત્માનો અનુભવ કરનારા તે અત્યારે અહીં પણ પાકે છે. પંચમકાળમાં ભરતક્ષેત્રમાંય સમ્યગ્દર્શનની પ્રાતિને ને આત્માના અનુભવને કાંઈ નિષેધ નથી, એ અનુભવ કરનારા સમ્યગ્દષ્ટિ જીવે અત્યારે પણ અહીં છે.
તે ધર્માત્મા કે અનુભવ કરે છે કે જ્યાં ચેતન ત્યાં સર્વગુણ”...સ્વાનુભવમાં અભેદ આત્માનું ગ્રહણ થતાં તેના સર્વે ગુણોનું ગ્રહણ થઈ જાય છે આત્માને અનુભવમાં યે ને તેના ગુણ કયાંક બીજે રહી જાય એમ બનતું નથી, કેમકે તેના ગુણે તેનામાં જ અભેદ છે. જેમ સાકર મેઢામાં લેતાં તેના ગળપણ વગેરે બધા ગુણો ભેગા જ આવે છે, બહાર નથી રહી જતા કેરો (આમ્રફળ) લેતાં તેના રસ-રંગ વગેરે બધા ગુણો તેમાં જ આવી જાય છે, તેમ આત્માને સ્વાદ લેતાં તેના જ્ઞાન–આનંદ વગેરે બધા ગુણે તેમાં ભેગા આવી જ જાય છે, કેમકે ગુણ ગુણીથી જુદા પડતા નથી.
જ્યાં આત્મા છે ત્યાં તેને સર્વે ગુણે પિતામાં જ છે. ચેતન પ્રભુ અનાદિથી ચાર ગતિમાં રખડ્યો પણ પિતાના બધાય ગુણને ભેગા ને ભેગા જ રાખીને રખડ્યો; એકકેય ગુણ છોડ્યો નથી...ને હવે મેક્ષમાં જશે ત્યાં પણ બધા ગુણોને ભેગા જ લઈને જશે. આ રીતે સદાય આત્મા પોતાના સર્વગુણ સહિત જ પરિણમી રહ્યો છે. આવા નિજગુણનિધાન ભગવાન આત્માને હે ભવ્યજીવો! તમે સ્પષ્ટપણે પ્રગટ અનુભવમાં ... બાહ્ય ભાવ છેડે,....બહારમાં ગુણને ન શોધે. અહા, સ્વાનુભૂતિમાં શું બાકી રહે છે–કે તમારે બીજું કાંઈ શોધવું પડે! આખે આત્મા પોતાની પરમાત્મપદની સમ્પદાસહિત અનુભૂતિમાં આવી જાય છે. આવા આત્માની અનુભૂતિ તે જ સર્વજ્ઞભગવાનની પરમાર્થ સ્તુતિ છે, તેમાં જ જ્ઞાનીની સાચી ઓળખાણ છે.
આ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org