________________
૧૮૬ ]
સાર-પ્રવચન : ૯૫-૯૬ જ્યાં અંદર પિતાને ગુણભંડાર છે, ચૈતન્યને પૂરો માલ ભર્યો છે તેમાં તે નજર કરવા ય નવરો થતું નથી, ને રાગ-પુણ્ય-સંગ કે જેમાં ચૈતન્યનો કાંઈ જ માલ નથી તેમાં દિ’-રાત વળગે છે....એ તે અવતાર નકામે ગુમાવવાના લખણ છે.....ભગવાનપણું પોતામાં હોવા છતાં રાગ પાસે ને સંગ પાસે ભીખ માગી રહ્યો છે.
શાસ્ત્રોએ જેટલા તો કહ્યાં છે તેમાં સૌથી ઉત્તમ આત્મા જ બતાવ્યો છે. સર્વદેવે જે ત્રણકાળ-ત્રણલેક જોયા છે તેમાં આત્માને જ ઉત્તમ દેખે છે, આત્મા જ આનંદનું ધામ છે. ભગવાનના શ્રીમુખથી નીકળેલ ને સંતોએ ઝીલેલે ઉપદેશ તે જિનાગમ છે; તેમાં એમ કહે છે કે હે જીવ! શરીર-પુણ્ય પાપકર્મ કે રાગદ્વેષ તે કેઈ આત્મા સાથે શાશ્વત રહી શકતા નથી, શાશ્વત આત્મામાં એકાગ્ર થતાં જે આનંદ થાય છે તે આત્મા સાથે શાશ્વત રહે છે, તે શાશ્વત સુખમાં સિદ્ધાતમા ને ધર્માત્મા લીન રહે છે, તેને આનંદની સાથે તન્મયતા છે, રાગ કે સંગ સાથે તેને તન્મયતા નથી, ભિન્નતા છે.–આવું સ્વ-પરની ભિન્નતાનું જ્ઞાન કરીને, પરભાવ છેડીને સ્વભાવમાં ઠરે–તેણે સર્વસિદ્ધાન્તને સાર જાણી લીધું. અને જેણે આવું ભેદજ્ઞાન-પરિણમન ન કર્યું તેનું શાસ્ત્રજ્ઞાન ને શુભ આચરણ તે બધુંય મિથ્યા છે,–મોક્ષને માટે નકામું છે.
ધર્માત્માને જરાક રાગદ્વેષ થઈ જાય તો પણ અંતર્દૃષ્ટિમાં જે પરમાત્મસ્વભાવને પકડ્યો છે તે કદી છૂટ નથી. લોકકથામાં એક દષ્ટાન્ત આવે છે. એક ભક્ત-અંધ હતો, ખાડામાં પડી ગયે, ભગવાનને યાદ કર્યા, ભગવાને આવી ખાડામાંથી હાથ ઝાલી તેને કાઢયો ને પછી વનમાં રસ્તા ઉપર તેને હાથ છેડીને ચાલ્યા ગયા....ત્યારે તે અંધભક્ત ભક્તિથી કહે છે : હે નાથ! તમે આ હાથ છોડીને તે ચાલ્યા ગયા પણ મારા હૃદયમાંથી કદી છૂટવાના નથી.-એ તે આંધળા ભક્તની ને બીજા ભગવાનની વાત છે.......અહીં તે સર્વજ્ઞ-જિનેશ્વરદેવને ભક્ત....અતીન્દ્રિય ચૈતન્યચક્ષુ વડે ચૈતન્ય -પરમાત્માને પિતામાં દેખતે, પરમાત્માને કહે છે–હે ભગવાન! બહારમાં તે તમે ભલે દૂર-વિદેહમાં વસો...પણ સર્વજ્ઞસ્વરૂપે મારા અંતરમાં વસ્યા છે.તે કદી દૂર થવાના નથી; અંતરની દૃષ્ટિમાં નિજ–પરમાત્માને પકડયા છે તે કદી છૂટવાના નથી, દૂર, થવાના નથી.–આમાં તે ભગવાન પણ પિતાના નિજ પરમાત્મા...અને ભક્ત પણ દેખતો ! -આંધળો નહિ. તે શુદ્ધદષ્ટિથી અંતરમાં પિતાને પરમાત્મતત્વને દેખીને મેક્ષના માર્ગમાં નિઃશંક ચાલ્યા જાય છે.
એક ધૂની બા...! એકવાર નાહીને લંગોટ પહેરવી ભૂલી ગયા ને એમ ને એમ ગામમાં ગયે. લકે કહે-અરે બાબા! તમારી લંગોટ કયાં? ત્યારે તે ધૂની બા કહે છે-અરે, મેં લંગોટકે તે ભૂલ જાતા..લેકિન મેરે ભગવાન કે કભી નહીં ભૂલતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org