________________
આત્મસંબોધન ]
[ ૧૮૭ –આ લૌકિક ધૂનની વાત છે, તેમ આત્માને ધૂની ધર્માત્મા, જેણે ધ્યાનની ધૂણી ધખાવી છે, તે સંસારને–જગતને-શરીરને તે ભૂલશે, પણ પોતાના ચૈતન્ય–પરમેશ્વરને કદી ભૂલતું નથી....એની અંતરની વૈરાગ્યદશા કેત્તર હોય છે. આવા જ્ઞાન-વૈરાગ્ય વડે પિતાના પરમેશ્વરઆત્માને જેણે જાણી લીધે ને અનુભવમાં લીધે, તેણે જગતમાં જાણવાયેગ્ય બધું જાણી લીધું, ગ્રહવાયેગ્ય બધું ગ્રહી લીધું ને છોડવાયેગ્ય બધું છોડી દીધું. આત્માને જાણવામાં આગમપ્રમાણ તે તે પક્ષ પ્રમાણ છે, અને પોતાનું સ્વસંવેદન તે પ્રત્યક્ષ પ્રમાણ છે. જ્યાં વસ્તુ પિતાને સાક્ષાત્ અનુભવમાં આવી ત્યાં બીજા પરોક્ષ પ્રમાણની અપેક્ષા રહેતી નથી. સ્વસવેદન–પ્રત્યક્ષ થવાને આત્માને સ્વભાવ છે; સ્વાનુભવ પ્રમાણ એ જ શ્રેષ્ઠ પ્રમાણ છે. આત્માના અનુભવથી ઊંચું બીજું કાંઈ નથી. માટે
લાખ બાતકી બાત યહી નિશ્ચય ઉર લાવે.
તોડી સકલ જગ દંદ-કુંદ નિજ આતમ ધ્યાવો. અહા, પોતાની પ્રભુતાની આવી મીઠી વાત... મુમુક્ષુને અંતરમાં કેમ ન રુચે ! ખર તત્ત્વજિજ્ઞાસુ (આત્માને ભૂખે) તે આ વાત લક્ષમાં આવતાં ઊછળી જાય, ને અંતર્મુખ થઈને ચૈતન્યસ્વાદને અનુભવમાં લેવા માટે અંદર ઉપયોગની ઝપટ મારે !
[ વાહ, જુઓ તે ખરા...ગુરુદેવની પુરુષાર્થ ઉત્તેજક વાણી !]
આ રીતે, ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માને અનુભવ્યા વગર, શાસ્ત્રજ્ઞાનથી પણ સુખ નથી થતું. અરે ભાઈ! ઘણુ શાસ્ત્રો વાંચીને પણ જે તે સ્વ-પરને ભિન્ન ન જાણ્યા, ને પરભાવને છોડીને શુદ્ધાત્માનું સુખ ન લીધું, તે શાસ્ત્ર ભણીને તે શું કર્યું? જેમાંથી સુખ ન મળે તે ભણતર શું કામનું ? માટે અંતરમાં તું શુદ્ધાત્માને જાણજેથી તને શિવસુખ પ્રાપ્ત થાય.
[૯૫-૯૬]
રે આત્મ તારો આત્મ તારે, શીધ્ર એને ઓળખે; સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, –આ વચનને હૃદયે લખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org