________________
આત્મસંબોધન ]
[ ૨૦૧ -દેહ વગરના જે સિદ્ધ પરમાત્મા, ને દેહમાં રહેલે આ આત્મા--તે બંનેમાં નિશ્ચયથી કાંઈ ભેદ ન જાણે. પિતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપે પૂર્ણ આત્મા–તે વિદેહી પરમાત્મા છે, ને તેવો જ હું છું—એમ, દેહના સગમાં રહીને પણ દેહાતીત આત્માને ધર્માજીવ અનુભવમાં લે છે. ભગવાન વિદેહી કે દેહવાસી, શરીરને ન જોતાં ચૈતન્યસ્વભાવને જ જુઓ તે, બંનેમાં કાંઈ ફેર નથી એમ જાણીને અંતરમાં આત્માનું ચિન્તન કરે. ખરેખર જ્યાં સ્વલક્ષ છે ત્યાં શુદ્ધોપગ છે ને ત્યાં પિતાને જ શુદ્ધાત્મા દેખાય છે, બીજા જીવનું લક્ષ રહેતું નથી. “પરમાત્મા જે હું છું' એવું પણ લક્ષ
ત્યાં નથી, ત્યાં તે સીધો પરમસ્વરૂપે પોતે પિતાને વેદે છે... આ રીતે જ્ઞાયકભાવપણે પોતે પોતાને અનુભવતાં રાગ દ્વેષ વગરને સહજ–વીતરાગી આનંદ થાય છે.
માટે હે જીવ! અંતર્મુખ થઈને તું તારા નિજાત્માને દેખ. [ ૧૦૬ ]
શુદ્ધ આત્મદર્શન એ જ સિદ્ધિને પંથ जे सिद्धा जे सिज्झिहि जे सिज्झ हि जिण-उत्तु । अप्पा दंसणि ते वि फुडु एहउ जाणि णिभंतु ॥१०७।। જે સિધ્યા ને સિદ્ધશે. સિદ્ધ થતા ભગવાન;
તે આતમદર્શન થકી, એમ જાણુ નિર્દાન્ત. (૧૦૭) હવે વેગસાર-ગ્રંથનો ઉપસંહાર કરતાં, ગ્રંથને સાર શું ને સિદ્ધિને માર્ગ છે?—તો કહે છે કે “આત્મદર્શન.” જે જ સિદ્ધ થયા છે, જે જીવ સિદ્ધ થશે ને જે જ સિદ્ધપણાને સાધી રહ્યા છે–તે આત્મદર્શન વડે જ...એમ ચક્કસ જાણો.
મેઉવજ્ઞાનતઃ સિદ્ધ...વિજ વર” _ભેદવિજ્ઞાનથી મુક્તિ, ને ભેદજ્ઞાનના અભાવથી સંસાર આ ટૂંકે સિદ્ધાન્ત ભગવાન જિનદેવે કહ્યો છે. આમ જાણીને હે મેક્ષાથી જી ! હે સંસારથી ભયભીત મુમુક્ષુઓ! તમે ભેદજ્ઞાન કરીને શુદ્ધાત્માને દેખે.-આ જ મોક્ષને માર્ગ છે ને આ જ સર્વસિદ્ધાન્તને સાર છે.
જગતમાં મેક્ષને માર્ગ ત્રણેકાળે ચાલુ જ છે, કયારેય તે સર્વથા બંધ થઈ જતા નથી. વિદેહક્ષેત્રોમાં અત્યારે પણ મેક્ષગમન ચાલુ છે, ને તે મોક્ષને માર્ગ તે અત્યારે આ. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org