________________
૨૦૨ ]
[ યોગસાર-પ્રવચન : ૧૦૭ અહીં પણ ચાલુ જ છે. વિદેહમાં કે ભારતમાં સિદ્ધિને માર્ગ એક જ છે કે પિતાના પરમાત્મસ્વરૂપને પિતામાં દેખવું–અનુભવવું. “આત્મદર્શન” કહેતાં તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે. ઋષભદેવ, મહાવીર વગેરે અનંતા જીવે મોક્ષ પામ્યા....તે કઈ રીતે ?
–કે પોતાના શુદ્ધ આત્માના દર્શન વડે મેક્ષ પામ્યા. સીમંધર ભગવાન ને કરડો મુનિઓ મેક્ષમાં જઈ રહ્યા છે-તે કઈ રીતે ?
–કે પોતાના શુદ્ધ આત્માના દર્શનવડે મેક્ષને સાધી રહ્યા છે. કઈ એક ભવે, કેઈ બે ભવે–એમ અનંતા જ મોક્ષ જશે–તે કઈ રીતે? –કે પોતાના શુદ્ધ આત્માના દર્શન વડે જ મોક્ષને પામશે.
એક હોય ત્રણકાળમાં પરમાર્થને પથ...?? આખા શાસ્ત્રમાં પહેલેથી આ જ વાત ઘૂંટી ઘૂંટીને કહેતા આવ્યા છીએ કે તારા ઉપયોગને શુદ્ધ આત્મામાં જેડીને તેને દેખ, તેને જાણ, તેમાં લીન થા...તેમ કરવાથી તું પણ મોક્ષગામી જીની પંકિતમાં આવી જઈશ ને શીધ્ર સિદ્ધિને પામીશ.
આત્મદર્શન કહો કે આત્મઅનુભવ કહે, તે મોક્ષની સીધી સડક છે; તે અહી થી (આત્મામાંથી) નીકળીને ઠેઠ સિદ્ધાલય-મહેલ સુધી જાય છે. જેમ અહીંથી (-સેનગઢથી) સડક જાય છે...તે....ઠેઠ શત્રુ જય-સિદ્ધક્ષેત્ર સુધી જાય છે, તેમ શુદ્ધાત્માના શ્રદ્ધા-જ્ઞાનઅનુભવરૂપ જે માગે છે તે “અહીંથી નીકળીને ઠેઠ સિદ્ધદશા સુધી ચાલ્યો જાય છે, વચ્ચે કઈ કાંટો કે ફાંટો નથી. (કાંટો = મિથ્યાત્વ; ફાંટો = રાગ-દ્વેષ.) કાંટા કે ફાંટા વગરને, શુદ્ધ અને સીધે, સિદ્ધપદને આ માર્ગ તીર્થંકરભગવંતોએ અને વીતરાગ સંતોએ પ્રસિદ્ધ કર્યો છે તેને જાણીને નિઃશંકપણે તું માર્ગમાં ચાલ્યા આવ સિદ્ધપદને આ માર્ગ પિતાના જ અંતરમાં શરૂ થાય છે, બહારમાં બીજા કેઈના સહારા વડે કે ભક્તિના રાગવડે તે શરૂ થતા નથી; અંતરમાં ઉપગને જોડીને ત્યાં જ સિદ્ધિમાર્ગની મંગલ શરૂઆત થાય છે તે પૂર્ણતા પણ ત્યાં જ થાય છે.
સિદ્ધિ પામનારા સર્વે જ આવા અંતર્મુખ માર્ગે જ સિદ્ધિ પામે છે આમ જાણીને તું પણ તારા આત્માને અંતર્દષ્ટિથી દેખ..ને આનંદથી સિદ્ધિમાર્ગમાં આવ...એમ ઉપદેશ છે.
[ ૧૦૭]
[ હવે, ગ્રંથકર્તા કોણ છે તથા રચનાનું પ્રયોજન શું છે તે અંતિમ દેહામાં પ્રગટ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org