Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 213
________________ ૨૦૪ ] [ ગસાર–પ્રવચન : ૧૦૮ જ ચિત્તને સ્થિર કરીને આનંદમય મોક્ષને સાધશું. આ સંસારમાં કોઈ પરભાવમાં. કે કઈ સંયેગમાં...ક્યાંય જીવને ચેન નથી....એક ચૈતન્યધામમાં જ ચેન છે ને તેમાં જ ચિત્તને સ્થિર કરવા માંગે છે. આ રીતે જ્ઞાની-સંતે ભવભીરુ છે...સંસારથી ડરીને તેના તરફ પીઠ ફેરવીને મેક્ષ તરફ ભાગ્યા..જેમ પાછળ વાઘ પડ્યો હોય તેનાથી બચવા માટે માણસ ભાગે (ત્યાં આળસુ થઈને ઊભે ન રહે) તેમ સંસારમાં ચારગતિમાં વાઘ જેવા મિથ્યાત્વાદિ પરમાવોથી ડરીને, તેનાથી વિમુખ થઈને મુમુક્ષુઓ ભાગ્યા.ને સ્વસમ્મુખ દેડીને નિજસ્વરૂપમાં આવ્યા..નિર્ભય થઈને મોક્ષના પરમઆનંદમાં બિરાજયા. જેમ સમયસારની ટીકામાં અમૃતચંદ્રસૂરિ કહે છે કે “આ સમયસારની વ્યાખ્યા કરતાં કરતાં એટલે કે તેમાં કહેલા જ્ઞાયકતત્ત્વનું ઘેલન કરતાં કરતાં જ મારી પરિણતિ અત્યંત વિશુદ્ધ થઈ જશે.....તેમ આ ગસાર-દોહાની રચના કરતાં કરતાં મારું ચિત્ત પરમાત્મતત્વની ભાવનામાં એકદમ સ્થિર થશે–આવા હેતુથી આ શાસ્ત્રની રચના છે. જેને સંસારને ભય હોય તે ભવ્યજી આ દોહાના અભ્યાસ વડે આત્માનું પરમસ્વરૂપ દે...ને તેની ભાવનામાં ચિત્તને સ્થિર કરો. कैवल्यसुस्वस्पृहाणां विविक्तमात्मानमधाभिधास्य। અરે આત્મ તારે...આત્મ તારે..શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો...આ વચનને હૃદયે લખે.” - આ પ્રમાણે, સંસારથી ભયભીત ચિત્તવાળા શ્રી ગીચંદ મુનિરાજે, “આત્મસંબોધન” રૂ૫ આ દોહાની રચના વડે પરમાત્મતત્વની ભાવનામાં પોતાના ચિત્તને એકાગ્ર કર્યું છે....અને સંસારથી ભયભીત બીજા ભવ્યજીને પણ માર્ગદર્શન કરીને ઉપકાર કર્યો છે. હે જીવ! પિતાના પરમાત્મતત્વની ઓળખાણ તથા ભાવના કરીને તમે પણ ભવદુઃખથી છૂટો ને પરમ આનંદરૂપ મોક્ષસુખને પામે...આવી મંગલ ભાવના અને શ્રીગુરુના આશીર્વાદ સાથે, જયજયકારપૂર્વક આ શાસ્ત્રનાં પ્રવચને સમાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218