________________
૧૯૦ ]
[ ગસાર-પ્રવચન : ૯૭-૯૮ હે જીવ! મિક્ષને માટે તું આવી નુભૂતિની કળા શીખ! સમ્યગ્દષ્ટિને સ્વાનુભૂતિની કળા આવડી ગઈ છે, એકવાર અંતરમાં ઉપયોગ જેડીને સ્વાનુભૂતિ કરી લીધી છે, તેથી તેને તે કળા ખીલી ગઈ છે. દેખેલા માર્ગે જવાનું તેને સહેલું પડે છે, તેથી વારંવાર તે સ્વાનુભૂતિના પ્રયોગ વડે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને પિતે પરમાત્મા થઈને, સદાય અચિંત્ય મેક્ષસુખમાં જ લીન રહે છે.
એક અપેક્ષાએ તે, કેવળી ભગવાન પણ ચૈતન્યના પરમ આનંદમાં લીન રહીને તેને ધ્યાવે છે, એમ કહીને, તે પરમ-આનંદનું સર્વોત્કૃષ્ટપણું બતાવ્યું છે, ને તેના ધાનની પ્રેરણા કરી છે. ભાઈ તારામાં આવો આનંદ છે તેને તું ધ્યાન !
આત્માનું જ્ઞાન ને અનુભવ થયા વગર તેનું ધ્યાન હેતું નથી. આત્માનું જ્ઞાન ને અનુભવ પણ ધ્યાનદશા વખતે જ પ્રગટે છે. એકવાર અનુભવ પછી વારંવાર તેના ધ્યાનમાં સ્થિરતા કરવા માટે ચાર પ્રકાર (પિંડસ્થ વગેરે ) બતાવ્યા છે, જે કે સાક્ષાત ધ્યાન-પરિણમન વખતે તે એક જ શુદ્ધ આત્મા ધ્યેય છે, તેમાં ચાર પ્રકાર નથી હોતાં, પણ ત્યાર પહેલાં ચિત્તની એકાગ્રતા માટે ચાર પ્રકાર દ્વારા શુદ્ધાત્માને ચિંતવે છે, તેનું વિસ્તારથી વર્ણન “જ્ઞાનાર્ણવ વગેરે શાસ્ત્રમાં છે, સંક્ષેપથી આ પ્રમાણે– ૧. પિંડસ્થ પિંડમાં પરમાત્મા વસે છે. પિંડ એટલે દેહ, તેમાં રહેલું જ્ઞાનસ્વરૂપ
આત્મા તે “પિંડસ્થ” છે...તેને પોતામાં જ ધ્યાવ. “પિંડ-સ્થ વ્યવહારે કહ્યું, ખરેખર દેહમાં હું નથી, હું તે મારા અનંતગુણમાં સ્થિત જ્ઞાયક-પરમાત્મા
છું એમ નિજાત્માને ચિતવે તે પિંડસ્થ ધ્યાન છે. ૨. પદસ્થ: પદ એટલે અક્ષર....તેને વાચ તે પદસ્થ–શુદ્ધ ચિદ્રુપ” “સહજ
આત્મસ્વરૂપ” “” “સિદ્ધ” “જિન” “જ્ઞાયક” ઈત્યાદિ પદના વિચાર વડે
તેના વારૂપ શુદ્ધાત્માનું ચિંતન તે પદસ્થ –ધ્યાન છે. ૩. રૂપસ્થ: દેહમાં રહેલા અરિહંત પરમાત્મા તે રૂપ-સ્થ છે; અથવા મૂતિ વગેરે
રૂપમાં તેમની સ્થાપના કરીને પરમાત્મસ્વરૂપનું ચિંતન કરવું, અને તેમના જેવા પિતાના સર્વજ્ઞવીતરાગ ચૈતન્યબિંબને ધ્યાનમાં લેવું, તે રૂપસ્થ-ધ્યાન છે. ૪. રૂપાતીતઃ રૂપ એટલે શરીર, તેનાથી રહિત એવા સિદ્ધ સ્વરૂપના ચિતન દ્વારા શુદ્ધાત્મસ્વરૂપને ધ્યાનમાં લેવું-તે રૂવાતીત-ધ્યાન છે.
-આ પ્રમાણે ચાર પ્રકાર, તેમજ બીજા પણ અનેક પ્રકારથી જિનમતમાં ધ્યાનનું વર્ણન છે; તે સર્વ પ્રકારના સારરૂપે પિતાના શુદ્ધ આત્માને જ ધ્યેય બનાવતાં આત્મા પિત, મહ-કષાયરૂપ મલિનતાને દૂર કરીને, સમ્યકત્વાદિ પામીને પવિત્ર પરમાત્મા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org