Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 198
________________ આત્મબંધન ? [ ૧૮૯ આવા આત્માના અનુભવની ખુમારી જેને ચડી તે જીવ પછી જગતમાં બીજા કેઈની આશા કરતા નથી,-કયાંયથી સુખ માગતો નથી, ને પિતાના સ્વાનુભવની ખુમારી તેને ઉતરતી નથી....ચૈતન્યદષ્ટિવડે પરમ આનંદમય જ્ઞાનસુધારસને તે પીએ છે. બાપુ! આવા સુખથી ભરેલે ને સર્વ વાતે પૂરો નું છે....તારો આત્મા કઈ વાતે કયાં અધૂરો છે-કે તારે ભિખારી થઈને બીજે ભટકવું પડે! અરે, દેવકની વિભૂતિ પણ જેની પાસે તુચ્છ લાગે છે એ તારા અનુભવને આનંદ છે; તારી આવી અચિત્ય વિભૂતિને ભૂલીને તું બહાર શા માટે ભટકે છે? બાપુ! ચૈતન્યદરિયામાંથી બહાર નીકળીને તું ભવના દરિયામાં ક્યાં પડે? સુખના સાગરને બદલે દુઃખના દરિયામાં કયાં ફૂખ્યો? હવે આ ચારગતિના દરિયામાંથી આત્માને બહાર કાઢીને મોક્ષમાં લઈ જવા માટે વિતરાગી સંતોને આ સાદ છે....તારા હિત માટેનું આ સંબોધન છે.– ચારગતિ દુ:ખથી ડરે તો તજ સૌ પરભાવ: . શુદ્ધાતમ-ચિન્તન કરી, શિવસુખને લે લ્હાવ. મોહ-વિકલ્પથી ઊભો થયેલો આ સંસાર, અંતરમાં અનંત સુખના ધામને દેખતાં એક ક્ષણમાં નાશ થઈ જશે. અહ, સંતે દિનરાત આવા સુખધામના ધ્યાનમાં મેક્ષસુખને વેદે છે. એ શાંત-પ્રશાંત-અતિશય શાંત ચૈતન્યતત્ત્વની શી વાત ! શ્રીમદ્ રાજચંદ્રજી પ્રમોદથી કહે છે કે અહે, સંત-મુનિઓ પણ દિનરાત આનંદથી જે પદને ધ્યાવે છે, તે પ્ર...શાં............તત્ત્વને હું પ્રણમું છું. (તેમના જીવનની આ સૌથી છેલી પદરચના છે-) સુખધામ અનંત સુસંત ચહી. દિનરાત્રિ રહે તદૂધ્યાન મહીં; પ્રશાંત અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” –ઉત્કૃષ્ટ ચૈતન્યપદ....અનંતસુખનું ધામ...તેને જયકાર કરતા-કરતા, તેની આરાધના કરતા કરતા એકાવતારી થઈને ચાલ્યા ગયા; ભવને અંત અને મોક્ષની પ્રાપ્તિને નિશ્ચય કરી ગયા.-એમની અંદરની દશા ઘણું ઊંચી હતી; જ્ઞાનીની અંદરની દશા ઓળખવી લોકોને કઠણ પડે છે. જોકે તે ઘણું બહારનો ત્યાગ દેખીને ઢળી પડે છે,–અંદરની ઓળખાણ કરનારા તત્વજિજ્ઞાસુ કેઈક વિરલા જ હોય છે. પ્રભે! આ તારે સુખી થવાની વાત છે. સુખ કહો કે મોક્ષ કહે; તે આનંદમય છે ને તેને માર્ગ પણ આનંદમય છે. મોક્ષમાર્ગ તે આનંદમાગ છે,–તેમાં દુઃખ નથી. ભાઈ, સુખ માટે પહેલાં ગાઢ શ્રદ્ધા-દઢ વિશ્વાસ કર કે મારે આત્મા પરમ મહિમાવંત સિદ્ધપ્રભુ જેવડો, આનંદસ્વભાવથી ભરેલું છે.–આવા વિશ્વાસના બળે તેમાં ઉપયોગ ડરતાં બધા વિકલ્પ છૂટી જશે ને તને નિર્વિકલ્પ મોક્ષસુખની અનુભૂતિ થશે. બસ, આ જ મોક્ષસુખને આ જ મોક્ષની અપૂર્વ કળા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218