________________
૧૯૮ ]
[ ગ સાર-પ્રવચન : ૧૦૧-૧૦૩ ભાઈ, આ તે જ્ઞાનની ગંગા છે... ચૈતન્યગગનમાં જ્ઞાનની નિર્મળ ગંગા વહી રહી છે, તેનું આનંદજળ સમ્યગ્દષ્ટિ જી પીએ છે. લેકો કહે છે કે ગંગાના જળમાં જીવાત નથી થતી, તેમ અહીં લેકોત્તર ચૈતન્યગંગાનું જળ એવું પવિત્ર છે કે તેમાં રાગ-દ્વેષરૂપ જીવાંત થતી નથી. આવા ગંગાજળ પીં...એને વીતરાગી અનુભવ કર. આવા અનુભવરૂપ વીતરાગચારિત્ર વડે જીવ મોક્ષને પામે છે, તે એક્ષપુરીમાં ચૈતન્ય આત્મારામ પોતાના અનંતગુણથી ખીલેલા શાશ્વત આનંદ બગીચામાં સદાકાળ કેલી
આ રીતે વીતરાગભાવરૂપ થયેલે આત્મા તે જ ચારિત્ર છે એમ કહ્યું હવે કહે છે કે શુદ્ધતારૂપે પરિણમેલે આત્મા જ પંચપરમેષ્ઠી વગેરે છે. [૧૦૧-૧૦૨-૧૦૩]
7. શુદ્ધ આત્મા જ પંચ પરમેષ્ટી વગેરે છે
अरहंतु वि सो सिद्ध फुडु सो आयरिउ वियाणि । सो उवझायउ सो जि मुणि णिच्छई अप्पा जाणि ॥ १०४॥ सो सिउ संकरु विण्हु सो सो रुद्द वि सो बुद्ध । सो जिणु ईसरु बंभु सो सो अणंतु सो सिद्ध ॥ १०५ ॥ આત્મા તે અહંત છે, સિદ્ધ નિશ્ચયે એ જ; આચારજ ઉવઝાય ને સાધુ નિશ્ચય તે જ. (૧૦) તે શિવ, શંકર, વિષ્ણુ ને રદ્ર બુદ્ધ પણ તે જ
બ્રહ્મા, ઈશ્વર, જિન તે, સિદ્ધ અનંત પણ તે જ. (૧૫) શુદ્ધાત્માના ધ્યાન વડે શુદ્ધતારૂપે પરિણમેલે તે આત્મા જ નિશ્ચયથી અરિહંત છે, તે જ સિદ્ધ છે, તે જ આચાર્ય છે, તે જ ઉપાધ્યાય છે, ને તે જ મુનિ છે–એમ જાણે. (બરાબર આવી જ ગાથા શ્રી કુંદકુંદરવામીએ મોક્ષપ્રાભૂતમાં રચેલી છે. અહીં ૧૦૪ મે દોહે છે અને ત્યાં પણ બરાબર ૧૦૪ મી ગાથા છે.) આત્મા જ પંચપરમેષ્ઠી છે, આત્મા જ રત્નત્રય છે; વળી તે જ શિવ, શંકર, વિષ્ણુ, રુદ્ર, બુદ્ધ, જિન, ઈશ્વર, બ્રહ્મા, અનંત, સિદ્ધ વગેરે ગુણવાચક નામોથી ઓળખાય છે. (શરૂઆતમાં નવમાં દોહામાં પણ આવા નામે કહ્યા હતા, તેમાં શિવ, વિષ્ણુ, બુદ્ધ, જિન, સિદ્ધ–એ નામો આવી ગયા છે, ત્યાંથી અર્થ જોઈ લેવા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org