Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 206
________________ આત્મસંબોધન ] [ ૧૯૭ તેથી ન કરવો રાગ જરી એ ક્યાંય પણ મોક્ષેચ્છુઓ, વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.” મિથ્યાત્વાદિ દોષના પરિહાર વડે સમ્યકત્વાદિની વિશુદ્ધિ તેને અહીં પરિહારવિશુદ્ધિ જાણે-કે જેના વડે જીવ શીધ્ર શિવસિદ્ધિને પામે છે. આમ તે “પરિહારવિશુદ્ધિ ની વિશેષ વ્યાખ્યા આવે છે. અમુક ભક્તભેગી-રાજપુત્ર મુનિ થયેલ હોય, તેને જ તે ચારિત્ર પ્રગટે છે, અને તે ચારિત્રવાળા મુનિ પાણી વગેરે ઉપરથી ચાલે તો પણ તેમના શરીરના નિમિત્તે કઈ પણ જીવની હિંસા થતી નથી-વગેરે કેટલીક વિશેષતા છે, પણ અહીં તો કહે છે કે દોષને પરિહાર થઈને રત્નત્રયની વિશુદ્ધિ થઈ તે જ પરિહાર-વિશુદ્ધિ છે...તે વીતરાગભાવરૂપ છે, તે પણ જીવને શીધ્ર મોક્ષની સિદ્ધિ કરનારું છે. સમ્યકત્વની શુદ્ધિ અથવા સમ્યકત્વના પરિણમન વડે આઠે કમેને ક્ષય થવાનું કહ્યું છે, ત્યાં સમ્યગ્દર્શનની શુદ્ધિ કહેતાં રત્નત્રયની શુદ્ધિ સમજવી; કેમકે શુદ્ધ સમ્યકત્વની અખંડ ધારા હોય ત્યાં અલ્પકાળમાં ચારિત્ર આવ્યા વિના રહેતું નથી. જેમ મિથ્યાત્વ તે દોષ છે તેમ રાગ-દ્વેષ પણ દોષ છે, તે બધાને વિષય પર તરફ છે, તે સમસ્ત દેખરહિત જ્ઞાનમય શુદ્ધાત્માની અનુભૂતિ તે સર્વે દોષોને પરિહાર કરવા સમર્થ છે. માટે તેને જ પરિહારવિશુદ્ધિ કહીએ છીએ. પછી દશમા ગુણસ્થાને ચારિત્રમાં શુદ્ધિ વધે છે, ત્યાં હજી સૂક્ષમ–ભ બાકી હોય છે. તે સૂક્ષ્મભને પણ નાશ કરીને સંપૂર્ણ વિતરાગ થતાં યથાખ્યાતચારિત્રરૂપ સૂકમચારિત્ર પ્રગટે છે. કષાય પરિણામ (ભલે શુભ હોય તે પણ તેને “ધૂળ” કહેવામાં આવ્યા છે, પૂર્ણ વિતરાગતારૂપ યથાખ્યાતચારિત્રમાં તે “ધૂળને અભાવ હોવાથી તેને “સૂમચારિત્ર” કહ્યું છે અને તે શાશ્વતસુખનું ધામ છે. દશમા ગુણસ્થાને “સૂકમસાંપરાય” અર્થાત્ સૂકમ કરાય છે, પણ તે સૂકમકષાય (–જેકે વીતરાગતાની અપેક્ષાએ તો તે પરિણામ સ્થૂળ છે–તે) કાંઈ ચારિત્ર નથી ચારિત્ર તે જે ઘણે અકવાય ભાવ થયો છે તે જ છે. જે કષાયને કણિયે સૂફમ પણ બાકી રહ્યો છે તે તે ચારિત્રને વિરોધી છે, તેને ય છેડશે ત્યારે પૂરી વીતરાગતા થશે ને પછી કેવળજ્ઞાન થશે. અહા, ચૈતન્યના શાંત-વીતરાગરસમાં રાગને કેઈ કણિયો પાલવ નથી. રાગને સૂક્ષમ કણ પણ વિદ્યમાન હોય તે કેવળજ્ઞાન દૂર રહી જાય છે. આવું શાંત તારું ચૈતન્યતત્ત્વ...તેને લક્ષમાં લે, તેનું ધ્યાન કર, ને વીતરાગતાની તલવાર વડે કષાય-શત્રુને સર્વથા ક્ષય કરીને કેવળજ્ઞાન-નિધાન પ્રાપ્ત કરી લે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218