________________
આત્મસંબોધન |
[ ૧૮૫ ભવનો અંત કરતું નથી, તે તેનાં ભણતર શા કામના ? જિનવાણીનું રહસ્ય તેણે જાણ્યું નથી. અરે, “જાણનારને જ જાણે નહિ-એ તે કેવું જ્ઞાન જ્ઞાન તે આત્માના અવલંબને થાય છે, કોઈ શબ્દોના અવલંબને નથી થતું. આત્મા “જ્ઞાયક” છે એમ શાસ્ત્રમાં લખ્યું છે, –ધમી જાણે છે કે “જ્ઞા ય ક” એવા ત્રણ અક્ષરમાં હું નથી, અનંત ગુણધામમાં રહેલે જ્ઞાયકભાવ તે હું છું.
જુઓ, અઢી વર્ષની “રાજુલ”ને પૂર્વભવનું જ્ઞાન થયું છે કે હું પૂર્વભવમાં જુનાગઢમાં “ગીતા” હતી...તેને કોઈ પૂછે—ગીતા કયાં છે? તેને તું ઓળખીશ!” તે કહે છે કે: “ગીતા બીજે કયાં છે? ગીતા તે આ રહી...“હું જ ગીતા છું.” તેમ ધમને કોઈ પૂછે કે આત્મા કયાં છે?—તમે તેને ઓળખશે? તે તે કહે છે : અરે, આ રહ્યો આત્મા !...હું જ પિતે છું.”–આ પ્રમાણે પિતામાં પિતાને ઓળખે તે જ શાસ્ત્ર જાણ્યા કહેવાય; કેમકે શાસે બતાવેલે આત્મા કાંઈ શાસ્ત્રમાં નથી બેઠે, તે તે અહીં પિતામાં છે.
અરે, કયાં મળ-મૂત્રનું કારખાનું અપવિત્ર શરીર ! ને ક્યાં આનંદનું કારખાનું પવિત્ર-આત્મા! આવા શરીરથી આત્માને જુદે જાણ.. કઈ રીતે જાણ? કે ચૈતન્ય સ્વભાવનો સ્વાદ લઈને જાણ. અહે, ચૈતન્યતત્ત્વમાં કઈ એ આનંદ ભયે છે કે જે તેને જાણે છે તેનું ચિત્ત તેમાં જ લીન થઈ જાય છે.. ને બીજે બધેથી તેનું ચિત્ત લૂખું થઈ જાય છે. વિષયમાં લીન છે આત્માને જાણી શકતા નથી, ને મેક્ષસુખના સ્વાદને ચાખી શકતા નથી.
અહા, એ પરમ ચૈતન્યપદના મહિમાની શી વાત ! વચનથી એને પાર ન આવે, સ્વાનુભવથી જ એને પાર આવે. (ચૈતન્યરસમાં ડોલતા-ડોલતા ગુરુદેવ લલકારે છે–)
જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં.... ..અનુભવગોચર–માત્ર રહ્યું તે જ્ઞાન જે...” આવા ચૈતન્યપદને અનુભવ તે જ સિદ્ધાન્તને સાર ને મોક્ષને માગે છે. આવા ચૈતન્યના ચિન્તનમાં ઉપગની સ્થિરતા ન રહે ત્યારે દેવવંદન-સ્તુતિ, મુનિસમાગમ, સાધુજનોની સેવા, શાઅસ્વાધ્યાય, શાસ્ત્રલેખન વગેરે પ્રવૃત્તિ દ્વારા પણ શુદ્ધાત્માના રસની પુષ્ટિ કરે છે, અંદર જ્ઞાયકભાવનો રસ પોષાય છે, શુભરાગને તેને રસ નથી. તે અંતરાત્મા થયે છે ને પરમાત્મપદની પ્રીતિ છે; હજી પરમાત્મા સાક્ષાત્ થયું નથી પણ તેની પ્રીતિ પરમાત્મપદમાં જ લાગી છે. પૂર્ણાનંદની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી અતૃપ્ત છે એટલે પૂર્ણ આનંદરૂપ મોક્ષની લાલસા રાખીને, તેનું લક્ષ રાખીને, શમ-સુખમાં એકાગ્રતાનો પ્રયોગ કરતા-કરતા તે શીધ્ર મિક્ષસુખને પામે છે.
મારા ચૈતન્યનિધાન મારામાં છે–એમ જાણીને જ્ઞાની–ધર્માત્મા વારંવાર તે ચિતન્યનિધાનમાં ઉપગને જોડીને આનંદમય જ્ઞાનચેતનાને નચાવે છે; અને અજ્ઞાની જીવ,
આ. સં. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org