________________
આત્મસંબોધન ]
[ ૧૮૩
મેક્ષ પામેલા આત્માનું સ્વરૂપ
पुरिसायार-पमाणु जिय अप्पा एहु पवित्तु । जोइज्जइ गुणगुण-णिलउ णिम्मल तेय फुरंतु ॥९४।। પુરુષાકાર પવિત્ર અતિ, દેખે આતમરામ;
નિર્મળ તેજોમય અને અનંત ગુણગણ ધામ. (૯૪) જેવા શુદ્ધ આત્માને ધ્યાવતાં-ધ્યાવતાં મોક્ષદશા પ્રગટી, તે મેક્ષમાં તે જ શુદ્ધઆત્મા સદાય બિરાજમાન રહે છે, તે આત્મા પુરુષાકાર જેવા આકારવાળે છે. પવિત્ર છે, ગુણસમૂહનો ભંડાર છે અને નિર્મળ ચૈતન્યતેજ વડે સ્કૂરાયમાન છે. હે જીવ! મેક્ષમાં આ આત્મા દેખાય છે.....તેને હું જાણું.....સ્વાનુભવદષ્ટિથી દેખ.
સિદ્ધસમાન પિતાના આત્માને જાણીને સમ્યગ્દષ્ટિ જીવ ભવદુખનો અંત લાવે છે. આવા આત્માને જાણવાને અત્યારે અવસર છે. ભાઈ, આત્માની સાધનામાં તને કઈ બહારની પ્રતિકૂળતા નથી–પ્રતિકૂળ હોય તે તે તારા પિતાના વિકારી ભાવે જ છે; ને અનુકૂળ તારો આખે આત્મા છે. અંતર્મુખ થઈને તારે ભગવાન આત્માને અનુકૂળ બનાવ..... ત્યાં તે પોતે સમ્યગ્દર્શન અને મેક્ષસુખ આપશે. *
ભાઈ, સિદ્ધ-આત્માનું સ્વરૂપ દેખતાં તને વિશ્વાસ આવશે કે શરીર અને રાગ વગર આત્મા એકલે સુખી જીવન જીવી શકે છે, એટલે કે સુખ આત્માને સ્વભાવ છે, તે બહારથી આવતું નથી. મોક્ષમાર્ગી સંતે એ અધ્યાત્મરસની મસ્તીમાં ઝૂલતાં ઝૂલતાં ભગવાન આત્માને અચિંત્ય મહિમા જગત-સમક્ષ પ્રસિદ્ધ કર્યો છે...મોક્ષના ઉત્સુક જીવને એનું પરમાત્માપણું એનામાં જ બતાવીને, તેનું ધ્યાન કરવાનો ઉપદેશ કર્યો છે. આત્માને પરમાત્મપદના સિંહાસને બિરાજમાન કરીને મોક્ષનું સામ્રાજ્ય આપ્યું છે.
જડ-સાકરને રસ કે રાગને રસ, તે ચૈતન્યરસથી જુદો છે. તે પરના રસને તે તેનાથી જુદે રહીને આત્મા જાણે છે, પણ પોતાના આનંદરસને જુદો રાખીને નથી જાણતે, તેને તે તેમાં એકાકાર થઈને આત્મા જાણે છે. આ સ્વસંવેદ્ય આત્મા ગુણસ્વભાવથી મહાન હોવા છતાં ક્ષેત્રથી તે પુરુષાકાર –પ્રમાણ છે. આવા નિજાત્માને ધ્યાવતાં બહારમાં લક્ષ કરવું પડતું નથી, ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થતાં જગતનું ને શરીરનું પણ લક્ષ છૂટી જાય છે. ધ્યાન વડે અંતરમાં આવા નિજપરમાત્માને દેખવે તે જ સર્વે શાઓ ભણવાનું પ્રયોજન છે. –એ વાત હવેના બે દેહામાં કહેશે. [૬૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org