________________
૧૬૮ ]
[ યોગસાર–પ્રવચન : ૮૫ જણાય છે. સર્વજ્ઞતા “આત્મજ્ઞાનમય છે. આવા સર્વજ્ઞ પરમાત્માએ જે આત્મા જે તે તને અહીં બતાવે છે. જ્યાં આત્મા છે ત્યાં જ તેના સર્વે ગુણે છે, એને એકેય ગુણ બહાર નથી, પછી તારે બીજે શું શોધવું છે? અંદરમાં જ શોધ. અરે પ્રભુ! તું આત્મા પોતે કે મહિમાવંત છે, કેવડે મોટો છે,–તેની ખબર વગર તું શું કરીશ?-કઈ રીતે ધર્મ કરીશ? સિદ્ધ ભગવાનને જે અનંતગુણે પ્રગટ્યા છે ને કેવળી ભગવાને જે અનંતગુણે જોયા છે તે બધાય ગુણ તારા આત્મામાં અત્યારે વિદ્યમાન છે, ભગવાન જે જ મહિમાવંત તારે આત્મા છે તેને તું ઓળખ તેને પરમ પ્રેમ કરીને અંદર જાતેને દેખતાં જ તારા અસંખ્ય પ્રદેશે અતીન્દ્રિય આનંદના અમૃત વરસશે.-“ ...આ અમૃત વરસ્યા રે પંચમકાળમાં....!”
બાપુ, આ તારા આત્માના જ ઘરની વાત છે, તારે જ અંતરમાં ઊતરીને આવે અનુભવ કરવાનો છે. પ્રશંસા કરવા લાયક-સારા-ભલા, જ્ઞાન-સુખ-શ્રદ્ધા-આનંદ-પ્રભુતા –શાંતિ વગેરે જે કઈ ગુણે છે તે બધા તારા આત્મામાં છે, તું સર્વગુણસમ્પન્ન છે, તારે કઈ ગુણ શરીરમાં કે રાગમાં નથી. કેવળજ્ઞાનરૂપ અનંતચક્ષુ વડે દેખનારા ભગવાને બધા આમા આવા જોયા છે. અપૂર્વ સમ્યગ્દર્શન સર્વગુણના અંશને સાથે લેતું પ્રગટ છે.-“સર્વ ગુણાંશ તે સમ્ય” એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ જે કહ્યું છે તેમાં અનુભવનું, રહસ્થ છે.
“ગુણવંતા રે જ્ઞાની..અમૃત વરસે છે તારા આભમાં.” –અહો, આવા અંતર્મુખ અનુભવમાં ચિત્તને એકાગ્ર કરતાં ચૈતન્યરસની અમૃતધારા ઉલસે છે ને મેલસુખ પમાય છે. –આવી આત્મભાવના માટેનું આ શાસ્ત્ર છે. શાસ્ત્ર નાનું છે પણ ભાવે ઘણા ગંભીર છે. તેમાંય આ દોહા (-જ્યાં આત્મા ત્યાં સલગુણ) -તેમાં આત્માના અનુભવને રંગ ચડાવે એવા ભાવ ભર્યા છે. અહા, આત્માના ગુણની, ગુણવત–આત્માની કેવી સ-રસ મીઠીમધુરી વાત સંતે સંભળાવે છે! અરે જીવ! પરમ પ્રીતિથી તારા ગુણનું શ્રવણ કરીને તે અનુભવમાં લે. આત્મગુણને એ ઉલાસ પ્રગટાવ કે બીજા બધાને પ્રેમ ઊડી જાય, બધેથી પરિણતિ ઊડી જાય ને અંદર ચૈતન્યગુણધામમાં ઘૂસી જાય. હા પાડીને. સ્વાનુભવની હાકલ કરત..મેક્ષમાં હાલ્યો આવ...બીજા કેઈના સાથની જરૂર નથી.... અંતરના માર્ગે એકલે ચાલ્યા આવ.
જુઓ તે ખરા. જેઓ સંસાર દુઃખથી ભયભીત હતા ને મેક્ષસુખની લાલસાવાળા હતા –એવા સુનિરાજનું આ “આત્મસંબંધન” છે. ચૈતન્યમાં ચિત્તને સ્થિર કરવા માટેની આ અત્યંભાવના છે.
એકવાર આત્મામાંથી આવે પડકાર તે લા! “અહો....મારા હૃદયમાં સ્કુરાયમાન આ નિજગુણસમ્પરા સ્વાનુભૂતિને વિષય છે. –પણ અરેરે, પૂર્વે અજ્ઞાનદશામાં એકક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org