________________
આત્મસબંધન ]
( ૧૭૧
ની ય
મો
ભાઈ, આ તે ભગવાનને ધર્મ છે, બે ઘડી જેનું સેવન કરતાં તેના ફળમાં સાદિઅનંતકાળ સિદ્ધપદને મહા આનંદ મળ્યા કરે-આવું મહાન જેનું ફળ તે ધર્મના મહિમાની શી વાત ! અને આ ધર્મ જેના આશ્રયે ઉત્પન્ન થાય છે એવા આત્મસ્વભાવનું શું કહેવું ? આ મહિમાવંત જ્ઞાયકપિંડ ભગવાન આભા, તેમાં સન્મુખ થતાં શક્તિઓનું નિર્મળ પરિણમન થાય છે, તેની શક્તિઓ એકલા દ્રવ્ય-ગુણમાં જ નથી રહેતી, દ્રવ્ય-ગુણ--પર્યાય ત્રણેમાં તે પ્રસરી જાય છે. આવો મોટો ચૈતન્યસિંહ...તેની શ્રદ્ધાની સિંહગર્જના સામે સંગ-રાગ-દ્વેષ-ભેદવિકલપો કે આઠ કર્મો તે બધા હરણિયાં ઊભા રહી શકતા નથી; ચૈતન્યસિંહ વિજેતા થઈને પિતાની શુદ્ધ આનંદમય પર્યાયમાં ગૂલ-ઝૂલતે પરમાત્મપદને પામીને મોક્ષમાં પહોંચી જાય છે.
ભાઈ, તું સંસારમાં ચારગતિના દુ:ખથી થાક્યો છે તે આવા સુંદર આત્મામાં આવી જા. એકવાર બેનશ્રીએ કહ્યું હતું કે “હે જીવ! તને કયાંય ન ગમે તે આત્મામાં ગમાડ!” (જુઓ, આત્મધર્મ” વર્ષ ૨૪ અંક ૨૮૬) સંગમાં, વિભાવમાં ક્યાંય ન ગમે તે આત્મામાં જા. ત્યાં આનંદ ભર્યો છે એટલે તેમાં ગમશે. જગતમાં, જીવને ગમે..એવું સ્થાન હોય તે આત્મા જ છે –આત્મા સિવાય બીજે ક્યાંય ગમે તેવું નથી. માટે આત્મામાં આવ! સંતની આ હાકલ સૂણીને હે જીવ! બીજું કઈ સાથે ન આવે તો તું એકલે આ માર્ગે ચાલ્યો આવ ને અંતરમાં આત્માના આનંદને અનુભવ.
તે અનુભવમાં ઇન્દ્રિયજ્ઞાનને કે મનનો ય સાથ નથી ત્યાં બીજાની શી વાત! કોઈની અપેક્ષા વગરને નિર્વિકલ્પ થઈને આત્મા વડે જ આત્માને અનુભવમાં લે. ...તે પંચમકાળે ય તારા આત્મામાં અમૃત વરસશે.
(૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org