Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 179
________________ ૧૭૦ ] [ ગ સાર-પ્રવચન : ૮૫ ભગવાન સર્વજ્ઞ કહે છે કે હે ભવ્ય! જે તું જ્ઞાનને ભૂલીને રાગની અધિકતા કરીશ તે અમારી સ્તુતિ નહિ થાય પણ અનાદર થઈ જશે. રાગને ભિન્ન કરીને, અનંતગુણમય જ્ઞાનસ્વભાવને એકને અનુભવ–શ્રદ્ધા-સત્કાર કરે તે જ અમારી સાચી સ્તુતિ છે, ને તે જ માગે અમે પરમાત્મા થયા છીએ. સમસ્ત આરાધના શુદ્ધ ચૈતન્યની અનુભૂતિમાં જ સમાય છે. જ્યાં ગુણ હોય ત્યાં જ તેની આરાધના હોય ને! ભગવાન એમ નથી કહેતા કે તું અમારી સામે જોયા કર ને શુભરાગ કર્યા કર ! ભગવાન તે કહે છે કે તું તારી સામે જે.કેમકે “જિનવર તે જીવ; ને જીવ તે જિનવર ! ' નિજ આત્મામાં ઉપયોગને જોડે તે જ મેક્ષ માટે યુગ છે, તે જ નિર્વાણની ભક્તિ ને રત્નત્રયની ઉપાસના છે. કઈ સમ્યગ્દષ્ટિએ અનંતગુણસ્વરૂપ આત્માને અનુભવમાં લીધે છે, કોડ પૂર્વનું (કરોડો-અબજો વર્ષોનું) આયુ છે, અથવા સર્વાર્થસિદ્ધિમાં ૩૩ સાગરોપમનું ( અસંખ્યાત વર્ષોનું) આપ્યું છે, તે આત્માના ગુણેને એક પછી એક, વચ્ચે કયારેય અટક્યા વગર કહ્યા જ કરે તે પણ તે અસંખ્યાતગુણોને જ કહી શકે, અનંતગુણો બાકી રહી જાય....આ મહાન ગુણભંડાર આમા, તેના અનંતસ્વભાવ અનુભૂતિમાં એકસાથે સમાય, પણ વાણીમાં ન આવે. અસંખ્યપ્રદેશમાં અનંતસ્વભાવો રહેલા છે; રાગાદિની વ્યાતિ ભલે અસંખ્યપ્રદેશમાં છે પણ તેની સ્થિતિ એક સમયની જ છે, અને તે એક સમય પણ કાંઈ સ્વભાવ સાથે તન્મય નથી. વળી રાગાદિ અશુદ્ધતા પણ અમુક જ ગુણમાં છે, અનંતગુણેમાં બધામાં કાંઈ દોષ નથી.-આ પ્રમાણે વિભાવભાવનું સામર્થ્ય પણ અ૯પ છે, કાળ પણ અલ્પ છે ને સંખ્યા પણ અલ્પ છે...જ્યારે સ્વભાવની સ્થિતિ, સામર્થ્ય ને સંખ્યા બધુંય અનંત છે. આવા સ્વભાવના ગ્રહણમાં કઈ વિકલ્પને અવકાશ નથી; ગુણભેદનાય વિકલપને જ્યાં અનુભવમાં પ્રવેશ નથી ત્યાં બીજા વિકપની શી વાત !! વિકલ્પથી પાર અતીન્દ્રિય ઉપગમાં અખંડ ચૈતન્ય વસ્તુ એક સાથે આવી જાય છે, અને તે અભેદના લક્ષે સર્વે ગુણે એક સાથે પર્યાયમાં શુદ્ધતારૂપ પરિણમન કરે છે. કઈ કહે કે હું બીજાની પર્યાય (સુખ વગેરે) કરું...તે તેણે જૈનસિદ્ધાંતની ખબર નથી, વસ્તુના ગુણપર્યાયને જાણ્યા નથી; ભાઈ જૈન સિદ્ધાન્તમાં તે ભગવાને એમ કહ્યું છે કે funagā ā સૂરવવિગુત્તા ય પગથા જતિથી ] પર્યાય વગર દ્રવ્ય કે દ્રવ્ય વગર પર્યા હતાં નથી–આ મહાસિદ્ધાન્ત છે, દરેક પદાર્થ પિતે સ્વયં દ્રવ્યપર્યાયરૂપ છે, તે હવે તારે તેનામાં શું કરવું છે? તેના ગુણ–પર્યાયે તેનામાં, ને તારા ગુણ-પર્યાયે તારામાં, પરના તારામાં નહિ ને તારા પરમાં નહિ –વસ્તુ જ્યાં છે ત્યાં જ તેના ગુણ-પર્યાય છે.– આવા નિજ સ્વભાવમાં નજર કરતાં જ તારા સર્વગુણ નિર્મળપર્યાયરૂપ પરિણમવા માંડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218