________________
૧૭૨ ]
[ ગસાર-પ્રવચન : ૮૬-૮૭ એકત્વના અનુભવથી શીધ્ર મેક્ષ દ્વતના વિકલ્પોથી બંધન
एकलउ इंदिय-रहियउ मण-वय-काय-त्तिसुद्धि । अप्पा अप्पु मुणेहि तुहुलहु पावहि सिवसिद्धि ॥८६।। जह बद्धउ मुक्कउ मुणहि तो बंधियहि भिंतु । सहज सरुवइ जइ रमहि तो पावहि सिवसन्तु ।।८७॥
એકાકી, ઈન્દ્રિયરહિત કરી યાત્રય શુદ્ધ; નિજ આત્માને જાણીને, શીઘ લો શિવસુખ. (૮૬) બંધ–મોક્ષના પક્ષથી નિશ્ચય તું બંધાય:
સહજ સ્વરૂપે જે રમે તો શિવસુખરૂપ થાય. (૮૭) હે આત્મા ! મન-વચન-કાયા ત્રણેની શુદ્ધિપૂર્વક, ઈન્દ્રિયરહિત એકાકી થઈને આત્મા વડે જ તું આત્માને અનુભવ,–જેથી તું શિવસુખને શીધ્ર પામીશ. જે તું બંધ– મોક્ષના વિચારોમાં જ રોકાઈશ તે ચક્કસ બંધાઈશ. જે સહજસ્વરૂપમાં રમીશ તે જ તું પરમ શાંત એવા “શિવને પામીશ...એટલે કે મોક્ષ-કલ્યાણને પામીશ.
–આમ કરીશ તે શીધ્ર મોક્ષને પામીશ”-વારંવાર શીધ્ર મોક્ષ પામવાની વાત યોગીન્દુદેવે કરી છે. મુમુક્ષુનું ચિત્ત સંસારથી ભય પામેલું છે એટલે વારંવાર મેક્ષની જ ભાવનાને ઘૂંટી છે. છેલ્લે પોતે જ કહે છે કે –
સંસારે ભયભીત જે યોગીન્દુ-મુનિરાજ,
એકચિત્ત દેહા રચ્યા “આત્મસાધન” કાજ. આત્મા એકલે છે...એકલે એટલે શરીરથી જુદો, ઈન્દ્રિયથી જુદો, કર્મોથી જુદો, રાગાદિ વિભાવોથી પણ જુદો, એ એકલે છે, પણ પોતાના અનંત ગુણોથી પૂરે છે. એક છે પણ પૂરો છે. આવા એકલા આત્મામાં ચિત્તની એકાગ્રતાથી જ સમ્યગ્દર્શન થાય છે; પછી પણ તેમાં જ વિશેષ એકાગ્રતાથી મુનિદશા ને કેવળજ્ઞાન થાય છે. બસ, કોઈના સાથ વગર, બંધ-મોક્ષ સંબંધી વિકલ્પોથી પણ પાર થઈને તું એકલે જાને રે... મુક્તિના માર્ગે તું એકલો જાને રે ! પહેલાં સંસારમાં જન્મ-મરણ પણ એકલે જ કરતે હો, હવે મેક્ષમાર્ગમાં ને મેક્ષમાં પણ આત્મા એક જ છે.
એકલે એટલે રાગથી વિભક્ત ને સમ્યગ્દર્શનાદિમાં એકત્વસ્વરૂપે પરિણમતો આત્મા તે જગતમાં સુંદર છે.-આવા આત્માનું ચિન્તન અને તેમાં રમણતા તે મોક્ષ-પ્રાપ્તિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org