________________
આમ બોધન છે.
[ ૧૭૩ ઉપાય છે. માટે હે જીવ! વિકપની વિષમતા છોડીને, સમતાભાવથી તું એક આત્માનું ચિન્તન કર. “બંધ-મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે ”—એટલે શું? કે ચૈતન્યના સહજ સ્વરૂપમાં રમણતાથી એવી વીતરાગતા થઈ કે “બંધથી છૂટું ને મિક્ષ કરું” એવી ચિન્તાના વિકલ્પ પણ જ્યાં ન રહ્યા-આવા શાંત-સમભાવરૂપ પરિણામ થતાં અલ્પકાળમાં જ મેક્ષરૂપ પરિણમન થઈ જાય છે.
જૈન સિદ્ધાન્તના ટૂંકા કથનમાં પણ ઘણી વાત આવી જાય છે. અહીં જીવ બંધાય કેમ? ને છૂટે કેમ? એ બંને વાત એક જ દેહામાં બતાવી દીધી; સહજ સ્વરૂપમાં ઠરે તો છૂટે, ને વિકલ૫ કરે તો બંધાય! ટૂંકામાં બધું આવી ગયું. જુઓ, “સિદ્ધાન્ત પ્રવેશિકા'માં કહ્યું-ગુણ કોને કહે છે? કે “દ્રવ્યના” “પૂરા ભાગમાં” ને તેની “સર્વ હાલતમાં જે રહે તે “ગુણ' છે. આ એક વાક્યમાં–
વ્ય” કહેતાં સ્વદ્રવ્ય; પૂરા ભાગમાં” કહેતાં સ્વક્ષેત્ર સર્વે હાલતમાં” કહેતાં “સ્વકાળ”
અને “ગુણ” કહેતાં “સ્વભાવ.” –એમ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું સમાઈ જાય છે. તેમ અહીં બંધ-મેક્ષની વાત એક દેહામાં બતાવી દીધી છે. સર્વાના માર્ગમાં જૈનસત્તાની કથનપદ્ધત્તિ ગંભીર અને અલૌકિક છે.
સાધકદશામાં એકસાથે બે ધારા હોય છે : એક જ્ઞાનધારે, બીજી રાગધારાતેમાંથી જ્ઞાનધારા સ્વભાવમાં એકત્વરૂપ થઈને મેક્ષને સાધે છે, રાગધારા જુદી પડી જાય છે. રાગ છે છતાં રાગથી પાર જ્ઞાનસ્વભાવને ધર્મી જાણે-દેખે–અનુભવે છે. રાગસહિત હોવા છતાં રાગરહિતપણને અનુભવ કરવોએ તે કાંઈ સાધારણ વાત છે!ભેદજ્ઞાનની અપૂર્વ વાત છે. એની પર્યાયમાં કાંઈ એકલે રાગ નથી, રાગ વગરનું સમ્યક્ત્વાદિનું પરિણમન પણ વર્તી જ રહ્યું છે,–તેને વિરલા જ ઓળખે છે. જેણે પિતાના ચિદાનંદસ્વભાવમાં જ અતીન્દ્રિય સુખ છે–એમ જાણ્યું છે-તે સુખ ચાખ્યું છે, તે ધમીજીવને બહારમાં ક્યાંય, સર્વાર્થસિદ્ધિના દેવલોકમાંય સુખબુદ્ધિ રહેતી નથી. જેમાં સુખ ભર્યું છે તેમાં જ સુખબુદ્ધિ છે, જેમાં પિતાનું સુખ નથી તેમાં તેને સુખબુદ્ધિ નથી. આવા ધમી જીવ જીતેન્દ્રિય થઈ, પરિણામની વિશુદ્ધતા વધારી મુનિ થાય છે, ત્યારે અંદર અને બહાર બંનેમાં “એકાકી ” થાય છે. એકાકી વિચરતે સ્મશાનમાં...” એમ બહારમાં પરિગ્રહ વગરને એકલે ને અંદરમાં રાગ-દ્વેષ–મોહના સંગ વગરને એકલે ચૈતન્ય ભાવ-આવા એકાકી મુનિ સહજ સ્વરૂપમાં રમતા-રમતા શીઘ નિવણને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org