________________
૧૩૨
-
[ યાગસાર-પ્રવચન : ૬૬
તત્ત્વજ્ઞાનની વિરલતા જાણીને તું તેને સાધી લે
*
विरला जाणहं तत्तु बुह विरला णिसुर्णाहं तत्तु । विरला झार्याहं तत्तु जिय विरला धारही तत्तु ॥ ६६ ॥
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ; વિરલા ધ્યાવે તત્ત્વને, ધારે વિરલા
જોકે ગૃહસ્થનેય આત્મઅનુભવ થાય—એમ કહ્યું, પણ એવા અનુભવ કરનારા જીવા વિરલા જ હાય છે. શાસ્ત્ર ભણનારા વિદ્વાનેામાંય ચૈતન્યતત્ત્વના અનુભવ કરનારા તા કોઈક વિરલા જ હેાય છે. પ્રથમ તેા, શુદ્ધતત્ત્વને જાણનારા જ્ઞાની વિરલ છે,લાખા-કરડામાં એકાદ હાય છે.
--એવા વિરલ જ્ઞાની પાસેથી તત્ત્વનું શ્રવણ કરનારા જીવેા થાડા છે,–વિકથાના ( સિનેમા વગેરેના ) રસિયા જીવા ઘણા છે પણ આત્માના રસિયા થઈને તેની વાત સાંભળનારા જીવા બહુ થાડા છે. સભામાં ભલે હજારો-લાખે માણસે ભેગા થાય પણ એમાં આત્મરસિક થઈ ને તત્ત્વની વાત સાંભળનારા કેટલા ? આત્માના ખરા પ્રેમપૂર્વક તેની વાત સાંભળે તે તે જીવ ભવિષ્યમાં નિર્વાણનુ` ભાજન થઈ જાય....મેાક્ષને યાગ્ય થઈ જાય,—એવા તેના મહિમા છે.
કોઈ. (૬૬)
Jain Education International
વળી આત્માની વાત સાંભળીને પણ અંદર વિચારપૂર્વક તેને ધ્યાવીને અનુભવમાં યે એવા જીવા પણ બહુ વિરલ છે. અંદર ઉપયેાગને જોડીને આત્મસ્વરૂપને ધ્યાવવુ તેમાં જ્ઞાનની એકાગ્રતાના અચિંત્ય પુરુષાર્થ છે.
અને આ રીતે આત્મતત્ત્વને જાણીને પછી તેને અખડપણે ધારી રાખે એવા જીવે પણ વિરલ જ હોય છે.
આ પ્રમાણે આત્મજ્ઞાનની વિરલતા જાણીને હૈ ભાઈ! તું અત્યંત જાગૃતિથી સાવધાન થઈ ને તારા ઉપયાગને તેમાં જોડ....અને ‘ વિરલા’ છે તેમાં તું પણ ભળી જા....એમ આત્મહિતને માટે ચેગીન્દ્વમુનિરાજનુ આ સોાધન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org