________________
આત્મસંબોધન |
[ ૧૩૫ અનુભવનો ધંધો કરનારા જી વિરલા છે,-લાખો-કરોડોમાં એકાદ કઈક હોય છે. આમ આત્મજ્ઞાનની મહા દુર્લભતા બતાવીને તેની કિંમત કરી છે, તેને મહિમા બતાવીને શીવ્ર તે કરવાની પ્રેરણા કરી છે : “મને મારો શુદ્ધ આત્મા કેમ અનુભવમાં આવે!—મારું આ ભવભ્રમણ કેમ મટે ! દુનિયાની પંચાયતનું મારે કઈ પ્રયોજન નથી”—એમ દુનિયાના કેલાહલથી દૂર થઈને અને આત્માની લગની લગાડીને તું તેનો અનુભવ કરી લે. અનુભવને વિરલ કહીને કાંઈ જીવને હતાશ નથી કરે પણ અનુભવ માટે તેને ઉત્સાહિત કર્યો છે. તે માટેના પુરુષાર્થની પ્રેરણુ કરી છે. આ અનુભવ કરે તે ભગવાનના ધર્મોપદેશને સાર છે ને તેના વડે પિતાના આત્મામાં ધર્મચક્રનું પરિણમન ચાલુ થઈ જાય છે.
[ જેને આ આત્મઅનુભવ થયે તે જ્ઞાનનું ચિન્તન કેવું હોય છે? તે હવે કહેશે. ]
જેમ પુરુષ વસ્ત્રથી જુદે છે, વસ્ત્રના નાશથી પુરુષનો નાશ થતું નથી,
–તેમજીવ શરીરથી જુદે છે, શરીરના નાશથી જીવને નાશ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org