________________
૧૬૧
આત્મસંબોધન ]
રત્નત્રયધારક જીવ તે જ પવિત્ર શ્રેષ્ઠ તીર્થ છે.
रयणत्तय-संजुत्त जिउ उत्तमु तित्थु पवित्त । मोक्खहं कारण जोइया अण्णु ण तंतु रण मंतु ॥ ८३॥ दसणु जं पिच्छियइ बुह अप्पा विमल महंतु ।
पुणु पुणु अप्पा भावियए सो चारित्त पवित्तु ।। ८४ ॥ રત્નત્રયયુત જીવ જે, ઉત્તમ તીર્થ પવિત્ર; હે યોગી! શિવહેતુ એ, અન્ય ન તંત્ર ન મંત્ર. (૮૩) દર્શન જે નિજ દેખવું, જ્ઞાન જે વિમળ મહાન
ફરી ફરી આતમભાવના તે ચારિત્ર પ્રમાણ. (૮૪) વારંવાર કહ્યું તે રીતે આત્માને અનુભવ કરીને રત્નત્રયરૂપ જે જીવ પરિણમે તે પોતે જ, ભવથી તરવા માટે ઉત્તમ પવિત્ર તીર્થ છે; હે જીવ! તે જ મોક્ષને હેતુ છે; મેક્ષ માટે રત્નત્રય સિવાય બીજા કેઈ તંત્ર કે મંત્ર નથી.
રત્નત્રયીને તીર્થ કહ્યું, તે તીર્થ કેઈ બહારમાં ન માની લે, તેથી ખુલાસે કરે છે કે તે રત્નત્રય આત્મામાં જ છે. પોતાના નિર્મળ મહાન આત્માને દેખ-શ્રદ્ધ તે દર્શન છે, તેને જાણ તે જ્ઞાન છે, અને ફરી ફરી ભાવના કરીને તેમાં લીન થવું તે જ પવિત્ર ચારિત્ર છે. આવા સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રથી સહિત જીવ પોતે જ સાક્ષાત ભાવતીર્થ છે.
૧૩૦૦ વર્ષ પહેલાં થયેલા મોક્ષમાર્ગી યોગી–રાજનું આ કથન છે, વીતરાગી સન્ત મેક્ષના સિંહનાદ કરીને ભવ્ય જીવને મેક્ષમાં બોલાવે છે. (જુઓ ચિત્ર પાનું ૫૯) જેમ પેલા મોટા સિંહે સિંહનાદ કરીને બકરાંના ટોળાં વચ્ચેથી સિંહના બચ્ચાને બોલાવી લીધું, તેમ સંતે મુમુક્ષુજીને મોક્ષમાર્ગમાં બોલાવે છે. આ રે આવે! ભવથી તરવા માટે તીર્થ આત્મા પિતે જ છે, પોતે જ રત્નત્રય-નૌકારૂપ થઈને, અને તે નૌકામાં પોતે જ આરૂઢ થઈને, ભવસાગર પાર કરીને મેક્ષપુરીમાં પહેચી જાય છે. -આ સિવાય બીજા કેઈ તંત્ર-મંત્ર-ક્રિયાકાંડવડે મેક્ષ થતો નથી.
ભાવતીર્થ તે રત્નત્રયરૂપ આત્મા પોતે જ છે....રત્નત્રયવંત મુનિવરો સદાય મોક્ષની યાત્રા કરી જ રહ્યા છે, તેઓ પોતે મેક્ષના યાત્રિક છે; મુનિવર પિતે હાલતા-ચાલતા-બોલતા ક્ષમાર્ગ છે. અહા, તે મુનિવર જ્યાં ચાલે તે મોક્ષમાર્ગ, છે આ. સં. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org