________________
આત્મસંબોધન ]
[ ૧૪૫ જ રહે છે, સ્વાનુભૂતિમાં નથી પ્રવેશતા. અને તેથી જ તેને “અભૂતાઈ' કહ્યા છે. તેના વગરના આત્માની અનુભૂતિ ભૂતાર્થ દષ્ટિ વડે થાય છે, અને તે જ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શનાદિ વીતરાગભાવ વડે કોઈ જ કર્મ બંધાતું નથી. શુભકષાય વડે તે ઘાતીકરૂપ પાપપ્રકૃતિ પણ બંધાય છે; તે ચૈતન્યને વિરોધી છે. અરેરે, આત્માને મેક્ષમાં જતાં જે રેકે, આત્માને કેવળજ્ઞાન પણ થવા ન દે-એવા ભાવને તો સારે કેમ કહેવાય? એ તે આત્માને વિરોધી છે.
મેક્ષાર્થી જીવે પ્રથમ શુદ્ધ આત્માને જાણ; અને રાગાદિ સમસ્ત બંધભાવને આત્મામાંથી સર્વથા છેદવા, સર્વથા જુદા જાણવા. “સમસ્ત” અંધભાવોને છેદવાનું કહ્યું છે, પણ એમ નથી કહ્યું કે પાપના બંધભાવને જ છેદવા ને પુણ્યના બંધભાવને રાખવા! તારે સંસારથી છૂટવું હોય તે બધાય બંધભાવથી છૂટા શુદ્ધ આત્માને જાણુ. તેનાથી જુદાપણું જાણીશ તે તેને છેદીને તેનાથી સર્વથા જુદો-મુક્ત થઈશ.
અવતી સમ્યગ્દષ્ટિનેય એકવાર તે પુણ્ય-પાપ વગરનો શુદ્ધોગ થયો છે, તેને હજી ત્રણ કષાય સંબંધી રાગ-દ્વેષ પુણ્ય-પાપ થાય છે, પણ ભાવના એવી છે કે આ બધા શુભ-અશુભ રાગને છોડીને હું વીતરાગી-ચૈતન્યબાગમાં રમણતા કરું..ને સિદ્ધપ્રભુ સાથે પ્રેમ કરું એટલે કે પિતાના શુદ્ધસ્વરૂપમાં વિતરાગ થઈને ઠરૂં ! તે ધર્મને કષાયને રસ નથી; રાગની, પુણ્યની કે તેના ફળરૂપ ઈન્દ્રિયવિષયેની તેને ચાહના નથી, અંતરમાં અતીન્દ્રિયસુખ ચાખ્યું છે તેની જ ચાહના છે–આવા જ નિવણમાર્ગના પથિક છે, તે શીધ્ર મોક્ષને પામે છે.
સ્પર્શ-રસ ગંધ વગેરે ઈન્દ્રિયવિષયમાં જે સુખ માને, તે તેના કારણરૂપ પુણ્યકર્મમાં તેમજ શુભરાગમાં પણ સુખ માને, શુભરાગને અને પુણ્યને જે ઉપાદેય-સારા માને તે તેના ફળરૂપ ઈન્દ્રિયવિષયમાં પણ સુખ માન્યા વગર રહે નહિ–આવા જીવો અજ્ઞાની છે.
ઈન્દ્રિયવિષયોમાં સુખ નથી એમ જે ખરેખર માને, તે તેના કારણરૂપ પુણ્યકર્મને કે શુભરાગને પણ હેય સમજે છે, ને તે બધાયથી અધિક એવા પિતાના અતીન્દ્રિય --જ્ઞાનસ્વભાવને જ ઉપાદેયપણે અનુભવે છે.–આવા છે જ જ્ઞાની છે.
જેણે બાદ્યવિષયમાં, પુણ્યમાં કે રાગમાં સુખ માન્યું તેણે પિતાના આત્માને તે બધાયથી હલકે માન્ય.....સિદ્ધ જે મહાન હું છું-એમ તેણે ન જાણ્યું.
અને જેણે સિદ્ધસમાન પોતાના અતીન્દ્રિય આત્માની પ્રતીત કરીને બીજા બધાયથી અધિકપણે તેનો અનુભવ કર્યો તે જીવે, બાહ્યવિષયને–પુણ્યને કે રાગને તૂચ્છ જાણ્યા, પોતાના સ્વભાવથી સર્વથા જુદા જાણ્યા.
આ. સં. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org