Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 162
________________ આત્મસંબોધન ] [ ૧૫૩ મારો આત્મા જ્ઞાન-દર્શન–ચારિત્ર એવા ત્રણ ગુણસહિત અથવા ઉત્પાદ-વ્યય -ધ્રુવતા એવા ત્રણ સ્વરૂપસહિત છે, અને રાગ-દ્વેષ-મેહ એ ત્રણ દોષથી રહિત છે, અથવા મિથ્યાશ્રદ્ધા–મિથ્યાજ્ઞાન–મિથ્યાચારિત્ર એ ત્રણેથી રહિત છે;-એમ ત્રણગુણની પ્રધાનતાથી પરમાત્મ-સ્વરૂપનું ઘોલન કરતાં-કરતાં તેના અભેદ અનુભવમાં ઊતરી જાય છે ને લીન થઈને આત્મસ્વરૂપમાં વસે છે–તે ભવ્યાત્મા શાશ્વત સુખને ભાજન થાય છે,-એમ જિનવરદેવ કહે છે. રત્નત્રયસ્વરૂપ હું છું” એમ અભેદ ચિન્તન કરતાં કરતાં આત્મા પિતે રત્નત્રયરૂપ પરિણમી જાય છે.-“જેવું ચિન્તન તેવું પરિણમન.” જુઓ, ત્રણગુણરૂપ આત્માના ચિતનમાં શું આવ્યું?–પરમાત્મતત્ત્વ આપ્યુંકેમકે એ ત્રણગુણ પરમાત્મતત્ત્વમાં જ છે; તેના ચિંતનમાં મનવચન-કાયા એ ત્રણ ન આવ્યા, દેવ-ગુરુ-શાસ્ત્ર એ ત્રણનું લક્ષ પણ ન આવ્યું, રાગ-દ્વેષ-મેહ એ ત્રણે પણ તેમાં ન આવ્યા; એટલે દર્શન-જ્ઞાન-ચારિત્રને દેખવા જતાં તેમાં અભેદરૂપ શુદ્ધ આત્મા જ અનુભવમાં આવી જાય છે. એ ખાસ સમજવાનું છે કે આ ગુણે વડે આત્મ–ચિતનમાં ક્યાંય ભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલપનું જેર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયક સ્વભાવના કઈ અચિંત્ય મહિમાનુ જોર છે, અને તેના જ રે નિર્વિકલપ થઈને મુમુક્ષુ જીવ આત્માને સાક્ષાત્ સ્વાનુભવમાં લઈ લે છે; ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે ભેદ-વિક૫ વચ્ચે આવતા હોવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુ જીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. બે ગુણથી લક્ષમાં લઈને ચિંતન કરે કે ત્રણ-ચાર વગેરે ગુણેથી ચિંતન કરો, –બધાયમાં એક જ પરમ જ્ઞાયકતત્વ લક્ષમાં આવે છે. વ્યવહારના પ્રકાર ઘણું છે પણ પરમાર્થ તત્વ તે “એક જ છે. તેને બે ગુણેથી ચિંત તેય બાકીને અનંતગુણ તેમાં સમાઈ જાય છે, ને ત્રણ-ચાર કે દશગુણોથી ચિંત તેપણું બાકીનાં સર્વ ગુણ તેમાં જ અભેદપણે સમાયેલા છે, કેમકે–“જ્યાં આત્મા છે ત્યાં જ તેના સર્વગુણ ભર્યા છે.”—એ વાત ૮૫ મા દોહામાં કહેશે–જે ગુરુદેવને ખાસ પ્રિય દેહરો છે. રાગાદિ ત્રણ-દોષને છોડવાનું કહ્યું ને રત્નત્રયગુણને ગ્રહવાનું કહ્યું, તેમાં જ એ વાત આવી ગઈ કે રાગાદિ તે રત્નત્રયનું કારણ નથી; રાગ વગરનાં રત્નત્રય તે જ આત્માનું સ્વરૂપ છે, ને તે જ મોક્ષનું કારણ છે. અહ, આ તે જિનેશ્વરદેવે પોતે સાધેલ ને જગતને બતાવેલે અલૌકિક માર્ગ છે, પરમેશ્વરને માર્ગ છે...આત્મકલ્યાણને આ માર્ગ દુનિયાથી અતડે છે પણ ભગવાન સાથે ભળે એવો છે. જેણે આત્મઅનુભવ કર્યો હોય તે ફરી–ફરી અનુભવ કરવા માટે આ. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218