________________
આત્મબોધન !
[ ૧૫૭ દેખતા, એનામાં પણ પરમાત્મપણું દેખે છે.. પછી એના પ્રત્યે તીરસ્કાર કેમ થાય? જુઓ, આનું નામ “વિશાળબુદ્ધિ” અને “મધ્યસ્થતા” છે.—પહેલાં પોતાના આત્માને કષાયથી જુદો પરમાત્મસ્વરૂપે દેખીને– સ્વાનુભવ કરીને, પછી વિકલ્પ વખતે બીજા ને પણ તેવી દષ્ટિથી જોવાની વાત છે. અત્યારે તે અહીં પોતાના આત્માના જ ચિંતનની વાત છે. તેમાં ઉપયોગને એકાગ્ર કરવા માટે આ “આત્મસંબંધન” છે. હે જીવ! તારા શાંતરસથી ભરેલા ચૈતન્ય-સરોવરમાંથી ક્રોધ-માન-માયા-લેભરૂપ મગરમચ્છને દૂર કર... તે જ તેમાં કેવળજ્ઞાન-દર્શન-સુખ-વર્યાદિને વાસ થશે.
આ પ્રમાણે ચારગુણ સહિત ને ચાર દોષથી રહિત આત્મચિંતનનું વર્ણન કર્યું; હવે પાંચ-પાંચ ગુણો સહિત અને પાંચ-પાંચ દેથી રહિત આત્માનું ચિંતન બતાવે છે.
પાંચ-પાંચ દેષરહિત ને પાંચ-પાંચ ગુણસહિત આત્માનું ચિંતન
बे-पंचहं रहियड मुणहि बे-पंचहं संजुत्तु । बे-पंचहं जो गुणसहिउ सो अप्पा निरु वुत्तु ॥ ८० ॥ દશ વિરહિત દશથી સહિત, દશગુણથી સંયુક્ત;
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ. (૮૦) નિશ્ચયથી આત્મા “બે-પાંચ” (અથવા દશ)થી રહિત છે, અને “બે-પાંચ ” (દશ) ગુણથી સહિત જાણે,-એમ જિનદેવે કહ્યું છે.
[ ૭૬ મા દેહામાં ગુણેની સંખ્યા કહી તેમાં “દશની સંખ્યા જુદી નથી બતાવી, પણ “પાંચ ” બે વખત લખ્યા છે, અહીં પણ બે x પાંચ એમ કહ્યું છે, તેને સંયુક્ત કરતાં “દશ” થાય છે.]
- મિથ્યાત્વ તથા ક્રોધ-માન-માયા-લેભ એ પાંચેથી રહિત આત્મા છે, અથવા પાંચ ઈન્દ્રિયોથી રહિત છે, અથવા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ને શબ્દ એ પાંચ મૂર્તભાવોથી રહિત આત્મા અમૂર્ત છે; અથવા મિથ્યાત્વ-અવત-પ્રમાદ-કષાયોગ એ પાંચ બંધભાવથી રહિત અબંધસ્વરૂપ આત્મા છે; હિંસાદિક પાંચ પાપથી તે રહિત છે.--આમ બધા પ્રકારે પાંચ-પાંચ દેવોને અભાવ સમજી લે.
આત્મા કેવળજ્ઞાન-દર્શન-ક્ષાયિક સમ્યક્ત્વ-સુખ અને વીર્ય એવા પાંચ સ્વભાવે પૂરો પરમાત્મા છે; અરિહંત-સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય-સાધુ એવા પાંચ પદ વીતરાગ -ભાવસ્વરૂપ છે, તે આત્મામાં જ સમાય છે; ઉત્તમક્ષમા-માદેવ–આજીવ–શૌચ-સત્ય, -સંયમ-તપ-ત્યાગ–અકિચનતા અને બ્રહ્મચર્ય એવા દશવિધ ધર્મો વીતરાગભાવરૂપ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org