________________
૧૫૬ ]
[ ગસાર-પ્રવચન : ૭૯ કેવલદરશ કેવલ વીરજ કૈવલ્યજ્ઞાન સ્વભાવી છે;
વળી સૌખ્યમય છે જેહ તે હું—એમ જ્ઞાની ચિતવે. અનંત ચતુષ્ટયસ્વરૂપ જ હું છું –એમ જ્ઞાની ચિંતવે છે; અનંત ચતુષ્ટયસ્વરૂપ આત્મામાં કષાયને કોઈ કણિયા કે પાપસંજ્ઞા હેય જ નહિ, એટલે આવા આત્માના ચિન્તનમાં કષાયોને અભાવ થઈ જાય છે.
બે ગુણ સહિત, ત્રણ-ચાર કે અનંત ગુણસહિત ગમે તે વિવાથી આત્માને ચિન્ત, તેમાં સંખ્યાની પ્રધાનતા નથી પણ ગુણસ્વભાવનું લક્ષ છે. બે ગુણ વડે ચિતો તોપણ રાગાદિથી જુદો શુદ્ધ આત્મા અનુભવાય છે, ને ત્રણ-ચાર વગેરે ગુણે વડે ચિંત તે પણ રાગાદિથી જુદો તે જ શુદ્ધ આત્મા અનુભવાય છે. બે ગુણ વડે ચિન્તનમાં બીજે આત્મા લક્ષમાં આવે ને ત્રણ ગુણ વડે ચિન્તન કરતાં કે ત્રીજે આત્મા લક્ષમાં આવે–એમ નથી. ભેદના ઘણા પ્રકારો હોવા છતાં અભેદ–પરમાર્થવસ્તુ તો એક જ છે. ગમે તે પ્રકારે ચિન્તન વડે અંતર્મુખ થતાં ગુણના ભેદોનું લક્ષ છૂટીને, સર્વગુણસમ્પન્ન ને સર્વદેષરહિત એવો એક જ્ઞાયક આત્મા ધર્મના અનુભવમાં એક સરખે જ આવે છે. એક જ બેગુણ સહિત આત્માનું ચિન્તન કરીને નિર્વિકલ્પ અનુભવ કર્યો, ને બીજા જીવે ચારગુણસહિત આત્માનું ચિન્તન કરીને નિર્વિકલ્પ અનુભવ કર્યો,-તે તે બંનેના અનુભવમાં એકસરખે જ આત્મા આવશે, કાંઈ જુદે જુદે નહીં આવે. ભેદ તે શિષ્યને સમજાવવા માટે છે, બતાવે છે તે એકરૂપ પરમાર્થ આત્મા....જ્ઞાયકસ્વભાવ! (સમયસાર ગા. ૭-૮ માં એ વાત બહુ સારી રીતે સમજાવી છે.)
આત્મામાં જ્ઞાન-દર્શન–ચારિત્ર-સુખ વગેરે જે કઈ ગુણે છે તે બહાર નથી, આત્મામાં જ છે, એટલે તેનું ચિન્તન કરતાં જ્ઞાનીને અંતર્મુખ-એકાગ્રતા થાય છે. સુખસત્તા-ચૈતન્ય-અવબોધ એવા ચાર અતીન્દ્રિય ભાવપ્રાણ તે આત્માનું જીવન છે, અથવા પિતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર સ્વભાવમાં આમા રહેલે છે, ને પરના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ એ ચારથી તે રહિત છે. આવા આત્માને ચિતવતાં અંદર શાંત-ઉપશમરસ ઝરે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય પોતામાં હોવા છતાં સ્વાનુભૂતિમાં આત્મા ‘એક’ અનુભવાય છે, ચારભેદ ત્યાં રહેતા નથી.
હે જીવ! અત્યારસુધી આત્માને કષાયવાળે-મેલો જ અનુભવને તું સંસારમાં ચારગતિમાં હેરાન થયે; તેને બદલે હવે અનંત-ચતુષ્ટયથી ભરેલા પવિત્ર સ્વભાવને અનુભવમાં લે તે તું કેવળજ્ઞાનાદિ ચતુષ્ટયરૂપ પરમસુખી-પરમાત્મા થઈ જઈશ; ચારઘાતિ ને ચાર ગતિ બધાયથી તું છૂટી જઈશ. ચૈતન્યતત્વના ચિંતનથી એકદમ શાંત મધ્યસ્થભાવ થાય છે, ત્યાં દુશમન પ્રત્યે પણ ક્રોધાદિ થતા નથી. અને સામે જીવ પણ કાંઈ ક્ષણિક કષાય એટલે નથી, એને કષાય ક્ષણમાં ઓગળી જશે. જ્ઞાની એને કષાય એટલે નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org