________________
આત્મસંબોધન ]
[ ૧૫૩ મારો આત્મા જ્ઞાન-દર્શન–ચારિત્ર એવા ત્રણ ગુણસહિત અથવા ઉત્પાદ-વ્યય -ધ્રુવતા એવા ત્રણ સ્વરૂપસહિત છે, અને રાગ-દ્વેષ-મેહ એ ત્રણ દોષથી રહિત છે, અથવા મિથ્યાશ્રદ્ધા–મિથ્યાજ્ઞાન–મિથ્યાચારિત્ર એ ત્રણેથી રહિત છે;-એમ ત્રણગુણની પ્રધાનતાથી પરમાત્મ-સ્વરૂપનું ઘોલન કરતાં-કરતાં તેના અભેદ અનુભવમાં ઊતરી જાય છે ને લીન થઈને આત્મસ્વરૂપમાં વસે છે–તે ભવ્યાત્મા શાશ્વત સુખને ભાજન થાય છે,-એમ જિનવરદેવ કહે છે.
રત્નત્રયસ્વરૂપ હું છું” એમ અભેદ ચિન્તન કરતાં કરતાં આત્મા પિતે રત્નત્રયરૂપ પરિણમી જાય છે.-“જેવું ચિન્તન તેવું પરિણમન.” જુઓ, ત્રણગુણરૂપ આત્માના ચિતનમાં શું આવ્યું?–પરમાત્મતત્ત્વ આપ્યુંકેમકે એ ત્રણગુણ પરમાત્મતત્ત્વમાં જ છે; તેના ચિંતનમાં મનવચન-કાયા એ ત્રણ ન આવ્યા, દેવ-ગુરુ-શાસ્ત્ર એ ત્રણનું લક્ષ પણ ન આવ્યું, રાગ-દ્વેષ-મેહ એ ત્રણે પણ તેમાં ન આવ્યા; એટલે દર્શન-જ્ઞાન-ચારિત્રને દેખવા જતાં તેમાં અભેદરૂપ શુદ્ધ આત્મા જ અનુભવમાં આવી જાય છે.
એ ખાસ સમજવાનું છે કે આ ગુણે વડે આત્મ–ચિતનમાં ક્યાંય ભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલપનું જેર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયક સ્વભાવના કઈ અચિંત્ય મહિમાનુ જોર છે, અને તેના જ રે નિર્વિકલપ થઈને મુમુક્ષુ જીવ આત્માને સાક્ષાત્ સ્વાનુભવમાં લઈ લે છે;
ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે ભેદ-વિક૫ વચ્ચે આવતા હોવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુ જીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે.
બે ગુણથી લક્ષમાં લઈને ચિંતન કરે કે ત્રણ-ચાર વગેરે ગુણેથી ચિંતન કરો, –બધાયમાં એક જ પરમ જ્ઞાયકતત્વ લક્ષમાં આવે છે. વ્યવહારના પ્રકાર ઘણું છે પણ પરમાર્થ તત્વ તે “એક જ છે. તેને બે ગુણેથી ચિંત તેય બાકીને અનંતગુણ તેમાં સમાઈ જાય છે, ને ત્રણ-ચાર કે દશગુણોથી ચિંત તેપણું બાકીનાં સર્વ ગુણ તેમાં જ અભેદપણે સમાયેલા છે, કેમકે–“જ્યાં આત્મા છે ત્યાં જ તેના સર્વગુણ ભર્યા છે.”—એ વાત ૮૫ મા દોહામાં કહેશે–જે ગુરુદેવને ખાસ પ્રિય દેહરો છે.
રાગાદિ ત્રણ-દોષને છોડવાનું કહ્યું ને રત્નત્રયગુણને ગ્રહવાનું કહ્યું, તેમાં જ એ વાત આવી ગઈ કે રાગાદિ તે રત્નત્રયનું કારણ નથી; રાગ વગરનાં રત્નત્રય તે જ આત્માનું સ્વરૂપ છે, ને તે જ મોક્ષનું કારણ છે.
અહ, આ તે જિનેશ્વરદેવે પોતે સાધેલ ને જગતને બતાવેલે અલૌકિક માર્ગ છે, પરમેશ્વરને માર્ગ છે...આત્મકલ્યાણને આ માર્ગ દુનિયાથી અતડે છે પણ ભગવાન સાથે ભળે એવો છે. જેણે આત્મઅનુભવ કર્યો હોય તે ફરી–ફરી અનુભવ કરવા માટે
આ. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org